ETV Bharat / city

ધારાસભ્ય અક્ષય અનંત પટેલ પર થયેલો હૂમલો ભાજપે જ કરાવ્યો, આપી વિરોધ કરવાની ચીમકી

author img

By

Published : Oct 10, 2022, 10:14 PM IST

નવસારીના જિલ્લાના ધારાસભ્ય અનંત પટેલ પર બે દિવસ પહેલા હૂમલો થયો હતો. આ ઘટનાને લઈને આજે કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપ (Congress Allegation on BJP) કરવામાં આવ્યો છે. જેમાં  આ હૂમલો ભાજપના ઇશારે જ (Attack on MLA Akshay Anant Patel ) કરવામાં આવ્યો છે. તેમજ 72 કલાકમાં જો કોઈ પણ પગલા નહીં લેવામાં આવે તો કોંગ્રેસમાં તમામ સભ્યો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ધારાસભ્ય અક્ષય અનંત પટેલ પર થયેલો હૂમલો ભાજપે જ કરાવ્યો, આપી વિરોધ કરવાની ચીમકી
ધારાસભ્ય અક્ષય અનંત પટેલ પર થયેલો હૂમલો ભાજપે જ કરાવ્યો, આપી વિરોધ કરવાની ચીમકી

અમદાવાદ નવસારી જિલ્લાના ધારાસભ્ય (Navsari District MLA) અનંત પટેલ પર બે દિવસ પહેલા હૂમલો થયો હતો. જેને લઈને સમગ્ર ગુજરાતના કોંગ્રેસમાં તમામ સભ્યોમાં ભારે રોષ ( Anger among Gujarat Congress members) જોવા મળી રહ્યો છે. આ હુમલાને લઈને આજે કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અનંત પટેલ પર જે હૂમલો (Attack on MLA Akshay Anant Patel ) થયો છે. તે ભાજપના ઈશારે જ કરવામાં આવ્યો છે. 72 કલાકમાં જો કોઈ પણ પગલા નહીં લેવામાં આવે તો કરશું એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આ મામલે સરકાર તાત્કાલિક કોઈ પગલાં નહી લે તો આગળના સમયમાં રસ્તાઓ પર આદિવાસીઓ દ્વારા જે પરિસ્થિતનું નિર્માણ કરવામાં આવશે

આંદોલનકારી યુવાનો ઘરે પણ હુમલા થયા આ સમગ્ર મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ (Former President of Congress) અમિત ચાવડાએ કહ્યું હતું કે, જે દિવસે અનંત પટેલ પર હૂમલો થયો તે સમયે રાત્રી દરમિયાન આજુબાજુના ધરમપુર વલસાડ અને અનેક જગ્યાએ જ્યાં આદિવાસી આંદોલનકારી યુવાનો હતા. તેમના ઘરે પણ હુમલા થયા હતા.

ષડયંત્રના ભાગરૂપે આ હૂમલો જ્યાં દેશના ગૃહ પ્રધાને ખાતે મુલાકાત લેવાના હોય અને એ મુલાકાતના ચાર પાંચ દિવસ પહેલા બનાવ બને છે. તેનો સ્પષ્ટ મતલબ છે કે ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત પહેલા એક ડરનો માહોલ ઉભો થાય અને કોઈપણ વ્યક્તિ કોઈપણ મુદ્દે વિરોધ ના કરે એટલા માટે વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે આ હૂમલો કરવામાં આવ્યો છે.

સરકાર જ જવાબદાર રહેશે આદિવાસી યુવાનોના આક્રોશ (Outcry of tribal youth) હતો સ્પષ્ટ હતો કે કોઈ વ્યક્તિ ડરના કારણે પ્રશ્ન ના ઉઠાવે તે માટે હૂમલો કરવામાં આવ્યો છે. જો આ મામલે સરકાર તાત્કાલિક કોઈ પગલાં નહીં લે તો આગળના સમયમાં રસ્તાઓ પર આદિવાસીઓ દ્વારા જે પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવશે. તેના માટે સરકાર જ જવાબદાર રહેશે. તાત્કાલિક પગલાં નહીં ભરાય તો અમિત શાહના કાર્યક્રમમાં જઈને વિરોધ કરીશું.

સરકારી કાર્યક્રમોના મંડપમાં અમારા ન્યાયની વાત યુવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જો અમને ન્યાય નહીં મળે ભવિષ્યમાં રક્ષણ માટેની ખાતરી નહીં મળે તો અમે જો આ ગુંડારાજ બંધ નહીં થાય તો અમે કેન્દ્રીય ગૃહ પ્રધાન (Union Home Minister) આવી રહ્યા છે ત્યારે તો એની સમક્ષ હજારોની સંખ્યામાં જઈને સરકારી કાર્યક્રમોના મંડપમાં (Government Hall Programs ) અમારા ન્યાય અધિકારની વાત કરીશું.

કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે આ સાથે જ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ચીમકી વિચારવામાં આવી હતી કે, આ મામલે તાત્કાલિક પગલાં ભરો જેથી કરીને ભવિષ્યમાં પણ ઘટે તો ઘટના ન બને અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે. અને એ સમાજનો જે આક્રોશ હતો એ પણ ચીમકી સ્વરૂપે તમારા સુધી પહોંચાડીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.