ETV Bharat / city

ARVIND KEJRIWAL GUJARAT VISIT: દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ ગુજરાત પ્રવાસે, રાજ્યના રાજકારણમાં ગરમાવો

author img

By

Published : Jun 14, 2021, 12:06 AM IST

Updated : Jun 14, 2021, 2:06 PM IST

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર 2022ની વિધાનસભાની ચૂંટણીના ભણકારા અત્યારથી જ સમગ્ર ગુજરાતમાં સંભળાવા લાગ્યા છે. ત્યારે, તમામ રાજકીય પક્ષો અને નેતાઓ અત્યારથી જ ચૂંટણી માટે સક્રિય થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં દરેક પક્ષ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી( Gujarat Assembly Election 2022)ને લઈને બેઠકો કરી રહ્યા છે. જેમાં, રાજકીય પંડિતો વિવિધ અર્થ કાઢી રહ્યા છે. તેવામાં આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટી (Aam Admi Party) પણ 3જા પક્ષ તરીકે ચૂંટણીના જંગમાં ઝંપલાવી રહી છે. જેને લઇને આજે દિલ્હીના મુખ્યપ્રધાન( Delhi CM ) અરવિંદ કેજરીવાલ( Arvind Kejriwal On Gujarat Visit) ગુજરાતની મુલાકાતે છે.

ARVIND KEJRIWAL VISIT GUJARAT
ARVIND KEJRIWAL VISIT GUJARAT

  • દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ (Arvind Kejriwal) આજે ગુજરાત પ્રવાસે
  • ગુજરાતમાં Aam Admi Party નું પ્રદેશ કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન
  • ઇસુદાન ગઢવી સહિત 10 લોકો જોડાઈ શકે છે AAPમાં

અમદાવાદ: ગુજરાતની રાજનીતિમાં છેલ્લા 3 દિવસથી ચર્ચાનો માહોલ ગરમાયો છે. ભાજપ-કોંગ્રેસ સતત બેઠકોનો દોર કરી રહી છે. ત્યારે, આમ આદમી પાર્ટી(Aam Admi Party) ના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ( Arvind Kejriwal On Gujarat Visit ) આજે ગુજરાત આવી રહ્યા છે. આ અંગે તેમણે(Arvind Kejriwal) એક સૂચક ટ્વિટ પણ કર્યું છે. જેમા તેમણે કહ્યું હતું કે, "હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું, ગુજરાતના બધા ભાઈ-બહેનોને મળીશ"

ARVIND KEJRIWAL VISIT GUJARAT
ARVIND KEJRIWAL VISIT GUJARAT

આ પણ વાંચો: ARVIND KEJRIWAL VISIT GUJARAT TODAY: "મિશન 2022"ની કરશે શરૂઆત

દિલ્હીના મુખ્યપ્રધાનનો આ છે કાર્યક્રમ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) નું સવારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે. ત્યારબાદ, તેઓ સર્કિટ હાઉસ જશે. જ્યાં આગળ તેઓ કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક કરી શકે છે. ત્યારબાદ, તેઓ એક પત્રકાર પરિષદ સંબોધવાના છે. જે પૂર્ણ થયા બાદ અમદાવાદના નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું લોકાર્પણ થવાનું છે. આ તમામ કાર્યક્રમોને લઈ આજે અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને પ્રાથમિક રણનીતિ પણ બનાવવામાં આવી શકે છે.

મુખ્યપ્રધાન કેજરીવાલનો પ્રવાસ

સમય સ્થળ
10:20અમદાવાદ એરપોર્ટ પહોંચશે
10:40એરપોર્ટથી સરકીટ હાઉસ જશે
11:45વલ્લભ સદન ખાતે પત્રકાર પરિષદ સંબોધશે
પત્રકાર પરિષદ બાદ પ્રદેશ AAP કાર્યલયનું ઉદ્વાટન કરશે

આ પણ વાંચો: Arvind Kejriwal On Gujarat Visit - 14 જૂને અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવશે

2 મહિના અગાઉ જ ગુજરાતની રાજનીતિમાં આપએ લીધી હતી એન્ટ્રી

2 મહિના અગાઉ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં સફળતા મેળવીને આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી લીધી હતી. તે સમયે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. ત્યારબાદ, હવે ફરી એક વખત આજે તેઓ અમદાવાદ આવી રહ્યા છે. આ માટે કેજરીવાલે ટ્વીટ કર્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી પણ અત્યારથી જ આગામી વિધાનસભાની ચૂંટણીની( Gujarat Assembly Election 2022) તૈયારીઓમાં લાગી છે. ત્યારે, આજે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં અનેક રણનીતિ તૈયાર કરવામાં આવી શકે છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપની જોરદાર બેટિંગ

આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખનું પદ ગોપાલ ઈટાલિયાને આપ્યા બાદ ગુજરાતમાં આપએ 21 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી રાજ્યના રાજકારણમાં સફળતાપૂર્વક પ્રવેશ હતો. આ દરમિયાન, આપએ માત્ર સુરત મહાનગરપાલિકામાં જ 27 બેઠકો જીતી હતી. આ ઉપરાંત રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પણ અનેક બેઠકો જીતી હતી. સ્થાનિક સ્વરાજની બેઠકો જીત્યા બાદ સુરતમાં આપએ ભાજપ અને કૉંગ્રેસ બન્નેનો વોટ શૅરને તોડ્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આપ બાજી મારશે?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સારા પરિણામ બાદ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલની ગુજરાત પ્રવાસ વિધાનસભા 2022ની ચૂંટણી માટે આપની તૈયારીઓનો સંકેત હોય શકે છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને કેજરીવાલ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી માટે કેજરીવાલનો આ ગુજરાત પ્રવાસ આમ આદમી પાર્ટી માટે શુભસૂચક હોય શકે છે.

Last Updated : Jun 14, 2021, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.