ETV Bharat / city

ગૃહપ્રધાન અમિત શાહે જન્માષ્ટમી પર્વ પર કૃષ્ણનો જળાભિષેક કર્યો ઇસ્કોન મંદિરે

author img

By

Published : Aug 20, 2022, 9:18 AM IST

ગૃહપ્રધાન અમિત શાહે જન્માષ્ટમી પર્વ પર કૃષ્ણનો જળાભિષેક કર્યો ઇસ્કોન મંદિરે
ગૃહપ્રધાન અમિત શાહે જન્માષ્ટમી પર્વ પર કૃષ્ણનો જળાભિષેક કર્યો ઇસ્કોન મંદિરે

દેશભરના અનેક મંદિરોમાં 12 વાગેના ટકોરે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાનના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. Janmashtami 2022 Amit Shah on Gujarat tour Krishna Janmashtami Puja happy janmashtami

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રિય નેતાના ગુજરાત પ્રવાસ (Amit Shah on Gujarat tour) પણ વધી ગયા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એકવાર અમદાવાદના પ્રવાસે આવ્યા હતા. જન્માષ્ટમીના પર્વેની અમિત શાહ ગુજરાતમાં ઉજવણી કરી હતી. SG હાઈવે પર (Amit Shah on Janmashtami) આવેલા ઇસ્કોન મંદિર ખાતે પરિવાર સાથે દર્શન પૂજન અર્ચન કર્યું હતું. મહત્વનું છે કે, કોઈ પણ મોટા તહેવારમાં અમિત શાહ પરિવાર સાથે ગુજરાત આવી ઉજવણી કરતા હોય છે.

દેશના ગૃહપ્રધાન અમિત શાહે ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની કરી ઉજવણી

આ પણ વાંચો કૃષ્ણ પર્વ નિમિતે 700 વર્ષ જૂની વિષ્ણુ અવતાર શામળિયાની ઉભી મૂર્તિના કરો દર્શન

માનવ સાગર ઉમટ્યો જન્માષ્ટમી પર્વ નિમિતે દેશભરમાં કાળીયા ઠાકોરના જગ પ્રસિધ્ધ મંદિર દ્વારકા, ડાકોર અને શામળાજી સહિત ગુજરાતના અનેક મંદિરોને ઝળહળતી રોશનીથી શણગારવામાં આવ્યું છે. દ્વારકા સહિત દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની શ્રધ્ધા-ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરે ભક્તોનો સવારથી જ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. બજારોમાં જાણે માનવ સાગર ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મના વધામણા થયા હતા. જેને લઇને ભક્તોમાં જબરો ઉત્સાહ અને ભગવાન કૃષ્ણના જન્મને વધાવી લેવા ભારે થનગનાટ જોવા મળ્યો છે. ત્યારે દેશના ગૃહપ્રધાન અમિત શાહ પણ ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જળાભિષેક કરી જન્મોત્સવની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો કૃષ્ણ જન્મોત્સવને લઈને ગુંજશે ગોહીલવાડની ધરાઓ

નાદ ગુંજી ઉઠ્યો ગુજરાતમાં અનેક મંદિરોમાં 12 વાગેના ટકોરે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના દ્વારકા, ડાકોરના મંદિરમાં નંદ ઘેર આનંદ ભયોનો નાદ ગુંજી ઉઠ્યો હતો. જેમાં રાજ્યમાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દ્વારકા, ડાકોર સહિતના કૃષ્ણ મંદિરમાં ભક્તોએ જન્મોત્સવ વધાવી લીધો હતો. જેમાં ભક્તોએ કૃષ્ણ જન્મોત્સવની ભાવવિભોર થઈને ઉજવણી કરી હતી. જેમાં મોટાભાગના મંદિરોમાં જન્મોત્સવ બાદની વિધિ પણ શરૂ કરી દેવામાં આવી હતી.. તેમજ ભગવાનના દર્શન માટે ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી હતી. Janmashtami 2022 Amit Shah on Gujarat tour Krishna Janmashtami Puja happy janmashtami Janmashtami festival 2022

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.