ETV Bharat / city

Alcohol Seized in Ahmedabad: યુવા નેતાના એક જ કાંડથી ભાજપને લાગ્યું લાંછન, કઈ રીતે જૂઓ

author img

By

Published : Apr 26, 2022, 8:52 AM IST

અમદાવાદમાં અમરાઈવાડી પોલીસે ભાજપના યુવા નેતા અને 2 કાર્યકર્તાની ધરપકડ (BJP youth front leader Dalpat Parmar arrested) કરી હતી. આ યુવા નેતા પાસેથી પોલીસે દારૂનો જથ્થો કબજે (Alcohol seized from BJP youth front leader) કર્યો હતો.

Alcohol Seized in Ahmedabad: યુવા નેતાના એક જ કાંડથી ભાજપને લાગ્યું લાંછન, કઈ રીતે જૂઓ
Alcohol Seized in Ahmedabad: યુવા નેતાના એક જ કાંડથી ભાજપને લાગ્યું લાંછન, કઈ રીતે જૂઓ

અમદાવાદઃ અમરાઈવાડી પોલીસે દારૂનો જથ્થો રાખવા બદલ ભાજપના એક યુવા નેતાની ધરપકડ (BJP youth front leader Dalpat Parmar arrested) કરી હતી. સાથે જ પોલીસે અન્ય 2 સાથી કાર્યકર્તાઓને પણ ઝડપી પાડ્યા હતા. ભાજપના આ યુવા નેતા પાસેથી 24 પેટી ઈંગ્લિશ દારૂ સહિત 3.28 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે (Alcohol seized from BJP youth front leader) કરાયો હતો. આ યુવા નેતાના ફોટા ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ સાથે છે.

અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ સાથે આરોપી દલપત પરમારનો ફોટો
અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ સાથે આરોપી દલપત પરમારનો ફોટો

આરોપીઓ નશાના વેપાર સાથે સંકળાયેલા - અમરાઇવાડી વોર્ડના ભાજપના યુવા મોરચાના યુવા નેતા નશાના વેપાર સાથે જોડાયેલા છે. તેવો પોલીસનો આરોપ છે. પોલીસ ફરિયાદ અનુસાર, દલપત પરમાર, દલપત ચાવડા, સંજય પરમારને બાતમીના આધારે પકડવામાં આવ્યા હતા. તેઓ સ્થાનિક સ્તરે ઈંગ્લિશ દારૂનો ધંધો કરતા હતા. જોકે, તેમની પાસેથી 24 પેટી દારૂ (Alcohol seized from BJP youth front leader), મોબાઇલ ફોન અને એક દ્વિચક્રીય વાહન કબજે કરવામાં આવ્યું હતું. તો ઝડપાયેલા 3 આરોપી પૈકી દલપત પરમાર ભાજપના યુવા મોરચાનો નેતા (BJP youth front leader Dalpat Parmar arrested) હોવાનુ જાણવા મળે છે.

ભાજપ યુવા મોરચાનો નેતા દલપત પરમાર દારૂ સાથે ઝડપાયો
ભાજપ યુવા મોરચાનો નેતા દલપત પરમાર દારૂ સાથે ઝડપાયો

આ પણ વાંચો- Bootlegger in Vadodara: વડોદરાના બુટલેગરોએ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ પર કર્યો પથ્થરમારો

આરોપી ભાજપ સાથે જોડાયેલો - જ્યારે દલપત પરમારના (BJP youth front leader Dalpat Parmar arrested) સોશિયલ મીડિયાની પ્રોફાઈલ જોઈએ. તો તેમાં તેઓ સ્પષ્ટપણે ભાજપ સાથે સકંળાયેલા હોવાનું જોવા મળે છે. તેઓ ભાજપના સિનિયર નેતાઓ સાથે ફોટા જોવા મળે છે. જે બતાવે છે કે, તેમના આવા નેતાઓ સાથે અંગત ઘરોબો હોવાનું જણાય છે. ખાસ કરીને દલપત પરમારના ફેસબુક ઉપર ભાજપના ટોચના નેતાઓના પ્રચાર કરતા ફોટા મૂકાયા છે.

આ પણ વાંચો- Police Porting Bootleggers in State : બુટલેગરને પોલીસ સ્પોર્ટ કરી રહી હોવાનો યુથ કોંગ્રેસનો આક્ષેપ

દારૂની હેરાફેરીમાં મોટા માથા હોઈ શકે છે - ગુજરાતની તમામ સરહદો ઉપર પોલીસ ચાંપતો બંદોબસ્ત રાખે છે. અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોની ચુસ્તપણે તપાસ કરાતી હોય છે. ગુજરાતમાં દારૂની (Alcohol seized from BJP youth front leader) કોઈ ફેક્ટરી નથી. મતલબ એ થાય છે કે, આ દારૂ અન્ય રાજ્યોમાંથી આવે છે. આરોપી અને ભાજપનો યુવા નેતા દલપત પરમાર (BJP youth front leader Dalpat Parmar arrested) તો માત્ર મહોરું લાગી રહ્યો છે. તેની પાછળ અનેક મોટા માથાઓ હશે. તેના ઈશારે દારૂ અમદાવાદ સુધી પહોંચ્યો હોઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.