ETV Bharat / city

21 ડિસેમ્બરથી અમદાવાદ-દાદર ગુજરાત મેઇલ સ્પેશિયલ ચાલશે

author img

By

Published : Dec 19, 2020, 10:30 PM IST

પશ્ચિમ રેલ્વે દ્વારા પ્રવાસીઓની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 09202/09201 અમદાવાદ - દાદર - અમદાવાદ ગુજરાત મેઇલ સ્પેશિયલ ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

21 ડિસેમ્બરથી અમદાવાદ-દાદર ગુજરાત મેઇલ સ્પેશિયલ ચાલશે
21 ડિસેમ્બરથી અમદાવાદ-દાદર ગુજરાત મેઇલ સ્પેશિયલ ચાલશે

  • અમદાવાદ અને દાદર વચ્ચે દોડશે ખાશ ટ્રેન
  • 20 ડિસેમ્બરથી બુકિંગ ચાલુ
  • ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે

અમદાવાદઃ પશ્ચિમ રેલ્વે દ્વારા પ્રવાસીઓની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 09202/09201 અમદાવાદ - દાદર - અમદાવાદ ગુજરાત મેઇલ સ્પેશિયલ ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

લગભગ7 :30 કલાકનો સફર

ટ્રેન નંબર 09202 અમદાવાદ - દાદર સ્પેશિયલ 21 ડિસેમ્બર, 2020થી દરરોજ 22:50 કલાકે અમદાવાદથી ચાલીને બીજા દિવસે સવારે 06: 15 કલાકે દાદર પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન નંબર 09201 દાદર-અમદાવાદ સ્પેશિયલ દાદરથી 22 ડિસેમ્બરથી 21:40 કલાકે ચાલીને બીજા દિવસે સવારે 05:55 વાગ્યે અમદાવાદ પહોંચશે.

માર્ગમાં આ સ્થળોએ ઉભી રહેશે ટ્રેન

આ ટ્રેન માર્ગમાં બન્ને દિશામાં મણીનગર, મહેમદાબાદ ખેડા રોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દહાનુરોડ અને બોરીવલી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે.

ઓનલાઇન બુકિંગ રેલવેની વેબસાઈટ પર ઉપલબ્ધ

ટ્રેન નંબર 09202/09201નું બુકિંગ 20 ડિસેમ્બર 2020થી સુનિશ્ચિત પી.આર.એસ કાઉન્ટર અને આઇ.આર.સી.ટી.સીની વેબસાઇટ પર ચાલુ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.