ETV Bharat / city

Ahmedabad consumer court judgements: ક્લેમ નામંજૂર કરતી ઇન્શ્યોરન્સ કંપનીની મનમાની ઉપર ગ્રાહક કોર્ટે લગાવી રોક

author img

By

Published : Dec 2, 2021, 7:24 PM IST

Ahmedabad consumer court judgements: ક્લેમ નામંજૂર કરતી ઇન્શ્યોરન્સ કંપનીની મનમાની ઉપર ગ્રાહક કોર્ટે લગાવી રોક
Ahmedabad consumer court judgements: ક્લેમ નામંજૂર કરતી ઇન્શ્યોરન્સ કંપનીની મનમાની ઉપર ગ્રાહક કોર્ટે લગાવી રોક

રૂપિયા 17 લાખની પોલીસી લેવા છતાં ફરિયાદીનો ક્લેમ ખોટી રીતે નામંજૂર કરતી ઇન્શ્યોરન્સ કંપની (Insurance Company Denies Claim) સામે ગ્રાહક કોર્ટે મહત્વનો ચુકાદો (Ahmedabad consumer court judgements) આપ્યો હતો. કોર્ટે ઈન્સ્યોરન્સ કંપનીને પોલીસની તમામ રકમ 7 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. આ સાથે ફરિયાદીને થયેલા માનસિક ત્રાસ અને હેરાનગતિના વળતર પેટે રૂપિયા 10,000 તેમજ અરજીના ખર્ચ પેટે રૂપિયા 5,000 ચૂકવવા પણ આદેશ કર્યો હતો.

  • વીમો ઉતરાવ્યો છતાં ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ નામંજૂર કર્યો
  • Ahmedabad consumer court judgements ગ્રાહક તરફી ચુકાદો આપ્યો
  • તમામ રકમ 7 ટકાના વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

અમદાવાદઃ અમદાવાદના વિનોદભાઈ પંચાલે બેંકમાં લોન લેવા નોની સિક્યોરિટી માટે તેમણે 17 લાખ રૂપિયાનો વીમો મે 2019માં ઉતરાવ્યો હતો. નવેમ્બર 2019 માં તેમને કમળો થતાં એક મહિના બાદ તેમનું અવસાન થયું. આ સામે વિનોદભાઈના પિતાએ ક્લેમ માટે ઇન્સ્યોરન્સ કંપની સમક્ષ અરજી કરતા કંપનીએ વિનોદભાઈને વીમો લેતા પહેલાંથી જ કમળો હોવાનું જણાવી ક્લેમ નામંજૂર (Insurance Company Denies Claim) કર્યો.

શું કહે છે એડવોકેટ હેમકલાબેન શાહ?

કોર્ટમાં ફરિયાદીનો પક્ષ મૂકનારા એડવોકેટ હેમકલાબેન શાહે ETV ભારતને જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિને પોલીસી લેતા પહેલા અગાઉથી બિમારી હતી કે કેમ તે સાબિત કરવાની જવાબદારી જે તે વીમા કંપનીની હોય છે. પરંતુ વિનોદભાઈને વીમો લેતા પહેલાં કમળો હતો તેવુ ઇન્શ્યોરન્સ કંપની કોર્ટમાં સાબિત ન કરી શકી. વધુમાં વિનોદભાઈને તેમના અવસાનના દોઢ મહિના પહેલાં જ કમળો થયો હતો તેમ છતાં ક્લેમ નામંજૂર (Insurance Company Denies Claim)કરી દેવામાં આવ્યો હતો. આ કેસમાં ગ્રાહક કોર્ટે ફરિયાદી તરફે ચુકાદો (Ahmedabad consumer court judgements) આપી ઈન્સ્યોરન્સ કંપનીને આદેશ કર્યો હતો કે 17 લાખ રૂપિયા ફરિયાદીને 7 ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા.

કોર્ટે ઈન્સ્યોરન્સ કંપનીને પોલીસની તમામ રકમ 7 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો

કોર્ટે બંને પક્ષને સાંભળી ફરિયાદી તરફી હુકમ કર્યો

ગ્રાહક કોર્ટે બન્ને પક્ષે રજૂઆત સાંભળી ઈન્સ્યોરન્સ કંપનીને હુકમ (Ahmedabad consumer court judgements)કર્યો હતો કે કોર્ટના હુકમની તારીખથી 30 દિવસની અંદર ફરિયાદીને 17 લાખ રૂપિયા 7 ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા. આ સાથે ફરિયાદીને થયેલ માનસિક ત્રાસ હાડમારી તથા હેરાનગતિના વળતર પેટે પણ રૂપિયા 10,000 અને અરજીના ખર્ચ પેટે રૂપિયા 5,000 ચૂકવી આપવા.

આ પણ વાંચોઃ Insurance company in Gujarat: ગ્રાહકને ડાયગ્નોસીસનો ખર્ચ ચૂકવવા ઇન્કાર કર્યો, ગ્રાહક કોર્ટએ કહ્યું 30 દિવસમાં પૈસા ચૂકવો

આ પણ વાંચોઃ આખરે ન્યાય મળ્યો ખરો: ગ્રાહક કોર્ટે 11 વર્ષ બાદ ગ્રાહકની તરફેણમાં આપ્યો ચુકાદો, જાણો શું હતી ઘટનાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.