ETV Bharat / city

આખરે ન્યાય મળ્યો ખરો: ગ્રાહક કોર્ટે 11 વર્ષ બાદ ગ્રાહકની તરફેણમાં આપ્યો ચુકાદો, જાણો શું હતી ઘટનાં

author img

By

Published : Nov 8, 2021, 5:42 PM IST

આખરે ન્યાય મળ્યો ખરો: ગ્રાહક કોર્ટે 11 વર્ષ બાદ ગ્રાહકની તરફેણમાં આપ્યો ચુકાદો, જાણો શું હતી ધટનાં
આખરે ન્યાય મળ્યો ખરો: ગ્રાહક કોર્ટે 11 વર્ષ બાદ ગ્રાહકની તરફેણમાં આપ્યો ચુકાદો, જાણો શું હતી ધટનાં

PF કંપનીમાં કામ કરતાં માલાભાઈનું અકસ્માત થતા તેમના શરીરમાં કમરથી નિચેનાં ભાગમાં (Lower limb) 81 ટકા જેટલી ઇજા પહોંચી હતી. સારવાર માટે તેમણે ઇન્સ્યોરન્સ કંપની(Insurance company)માં ક્લેમ કર્યો હતો પણ કંપનીએ ક્લેમ ન સ્વીકારતા તેઓ ગ્રાહક કોર્ટ(Consumer court)માં ગયા હતાં. કોર્ટે માલાભાઈની તરફેણમાં 2011માં ચુકાદો આપ્યો હતો પરંતુ કંપની ફરીથી અપીલમાં જતા કેસ લાંબો ચાલ્યો હતો તેમજ થોડા સમય પછી બાલાભાઈનું મૃત્યુ થયું હતું. તેમ છતાં 2021માં કોર્ટે ફરીથી માલાભાઈની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

  • સારવાર દરમિયાનનાં ખર્ચ માટે તેમણે ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લેમ પણ કર્યો હતો
  • 2021માં કોર્ટે ફરીથી માલાભાઈની તરફેણમાં ચુકાદો આપ્યો
  • ગ્રાહક કોર્ટનાં આદેશ સામે ઇન્સ્યોરન્સ કંપની અપીલમાં ગઈ

અમદાવાદ : 11 વર્ષ બાદ ગ્રાહક કોર્ટે આપેલા એક ચુકાદાથી નિ:સહાય પત્ની અને પુત્રને મોટી આર્થિક રાહત મળી છે. બાલાભાઈ પરમારનું ઓફિસનાં કામકાજ દરમિયાન અકસ્માત થતા તેમને શરીરમાં કમરથી નીચેનાં ભાગમાં (Lower limb) 81 ટકા ઇજાઓ પહોચી હતી અને સારવાર દરમિયાનનાં ખર્ચ માટે તેમણે ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લેમ પણ કર્યો હતો પણ કંપનીએ ક્લેમ ન સ્વિકારતા પણ કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટમાં કેસ ચાલ્યો પરંતુ પૈસા ન મળ્યા અને આ સમયગાળામાં માલાભાઈનું મૃત્યુ થયું હતું. વર્ષ 2021માં કોર્ટે બાલાભાઈની તરફેણ ચુકાદો આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

બાલાભાઈનાં પત્ની રૂપાબેને જણાવ્યું હતું કે, તેમને આશા મુકી દીધી હતી કે તેમને ઇન્સ્યોરન્સનાં નાણાં મળશે પણ કોર્ટનાં ચુકાદાને કારણે તેમને સારી એવી રકમ મળી છે. Provident Fundમાં સેવા આપી રહેલાં બાલાભાઈ પરમારનું અકસ્માત થતા તેમના Lower limb નાં ભાગે ઇજાઓ પહોંચી હતી. તેમજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 5,00,000 રૂપિયા ખર્ચ આવતા તેમણે ઇન્સ્યોરન્સ કમ્પનીમાં ક્લેમ કર્યો હતો પણ કંપનીએ કહ્યું કે, તેઓ Disability policy કવર કરતાં નથી તેવું કહી ક્લેમ કેન્સલ કરતા આ મામલો ગ્રાહક કોર્ટમાં પહોંચ્યો હતો. વર્ષ 2011 માં ગ્રાહક કોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને 9 ટકા વ્યાજ સાથે 1 લાખનું વળતર અને માનસિક ત્રાસનાં 2,500 અને અરજી ખર્ચના 2,500 ચૂકવવા આદેશ કર્યો હતો.

આખરે ન્યાય મળ્યો ખરો: ગ્રાહક કોર્ટે 11 વર્ષ બાદ ગ્રાહકની તરફેણમાં આપ્યો ચુકાદો, જાણો શું હતી ધટનાં

ગ્રાહક કોર્ટનાં આદેશ સામે ઇન્સ્યોરન્સ કંપની અપીલમાં ગઈ

ગ્રાહક કોર્ટે બાલાભાઈનાં તરફેણમાં ચુકાદો આપતા ઇન્સ્યોરન્સ કંપની અપીલમાં ગઈ હતી. કંપનીએ રજુઆત કરી હતી કે, માલાભાઈની ઇન્સ્યોરન્સની રકમ 2 લાખ છે. આ સામે 41.50 ટકા જ Disability policy હોવાથી તેમને 50 ટકા રકમ મળી શકે નહીં. કોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીની રજુઆત 2021માં માન્ય રાખી 90,000 કલેમની રકમ 7 ટકા વ્યાજ સાથે 5,000 માનસિક ત્રાસના અને 5,000 અરજી પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે આમ માલાભાઈનાં પરીવારને 1,50,000 થી વધુ રકમ મળશે.

આ પણ વાંચો : છઠ્ઠ પૂજાના વ્રતનો પ્રારંભ: અમદાવાદમાં CMની હાજરીમાં કરવામાં આવશે છઠ પૂજાની વિધિ

આ પણ વાંચો : બે દિવસમાં સાયન્સ સિટીમાં 26,578 લોકોએ મુલાકાત લીધી, સોમવારે ખુલ્લું રહેશે સાયન્સ સિટી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.