બિલ્ડરના વાંકે ગ્રાહકની બેન્ક લોન રદ થતા જાણો Consumer Court શું કર્યો આદેશ?

author img

By

Published : Aug 5, 2021, 10:25 PM IST

બિલ્ડરના વાંકે ગ્રાહકની બેન્ક લોન રદ થતા જાણો Consumer Court શું કર્યો આદેશ?

મકાન મેળવવા માટે સપનું જોતાં લોકોને બિલ્ડર જ જ્યારે છેતરામણી કરે તો માથે હાથ દઈ બેસી જવાનો વારો આવે. જોકે આણંદના ગુણવંતભાઈ ભટ્ટે આડોડાઈ કરતાં બિલ્ડરને Consumer Court થકી મોટો પાઠ ભણાવ્યો હતો.

  • કન્ઝ્યુમર કોર્ટે બિલ્ડરને કર્યો દંડ
  • બિલ્ડરને 5 લાખ ચૂકવ્યા છતાં તેણે સમયે પ્લાન રજૂ ન કરતા બેન્ક લોન કેન્સલ થઇ
  • ગ્રાહકે બિલ્ડરને ચૂકવેલા 5 લાખ પરત માંગતા બિલ્ડરે આનાકાની કરતાં કેસ પહોંચ્યો કન્ઝ્યુમર કોર્ટ
  • કોર્ટે સંપૂર્ણ પૈસા ભરવા બિલ્ડરને કર્યો હુકમ

અમદાવાદઃ બિલ્ડરના વાંકે ફ્લેટ ખરીદનાર ગ્રાહકની લોન કોર્ટમાં મંજૂર ન થતાં કન્ઝ્યુમર કોર્ટે ( Consumer Court ) ગ્રાહકની તરફેણમાં ચૂકાદો આપ્યો છે. ગ્રાહકે પોતે બિલ્ડરને આપેલા પૈસા પાછા મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે ચૂકાદો આપતાં જણાવ્યું હતું કે બિલ્ડરે સંપૂર્ણ રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે. કોર્ટે ગ્રાહકને પડેલી તકલીફોને ધ્યાનમાં રાખી ગ્રાહકે વ્યાજની માગણી ન કરી હોવા છતાં બિલ્ડરને વ્યાજ સહિત નાણાં ચૂકવવા આદેશ કર્યો છે.

આડોડાઈ કરતાં બિલ્ડરને Consumer Court થકી મોટો પાઠ ભણાવ્યો હતો.
ગ્રાહકે વ્યાજના પૈસા ન માંગ્યા છતાં જજે ગ્રાહકને ન્યાય અપાવવા 9 ટકા વ્યાજ સાથે પૈસા ચૂકવવા કર્યો ઓર્ડર

વિગત જોઇએ તો આણંદ જિલ્લામાં રહેતા ગુણવંતભાઈ ભટ્ટે 18 લાખ 21 હજારની કિંમતે નવું ઘર ખરીદવા માટે કે કે કન્સ્ટ્રક્શનનો સંપર્ક કર્યો. આ બાંધકામ તૈયાર કરવા ફરિયાદીએ છેલ્લે 7 ઓગસ્ટ 2013 સુધી 5 લાખ 21 હજાર આપ્યાં હતાં પરંતુ બિલ્ડરે જમીન, મકાનની વિવિધ પ્રકારની મંજૂરી, નકશા, તેમજ જરૂરી દસ્તાવેજો રજૂ ન કરતા બેંક દ્વારા ગુણવંતભાઈની લોન રદ કરી દેવામાં આવી. જેના કારણે જયારે ગુણવંત ભટ્ટે બિલ્ડર પાસેથી ભરેલા પૈસા પાછા કરવા જણાવ્યું ત્યારે કેસ ગ્રાહક કોર્ટ પહોંચ્યો. જેમાં કોર્ટે ( Consumer Court ) બિલ્ડરને 9 ટકા વ્યાજ સાથે સંપૂર્ણ રકમ ભરવા ઓર્ડર કર્યો છે.

આ પણ વાંચોઃ ગ્રાહકને ડેમેજ ફોન પધરાવતા ડીલર અને શોરૂમ વેપારીઓને Consumer court દ્વારા દંડ ફટકારાયો

આ પણ વાંચોઃ હાઈકોર્ટની વીજ કંપનીઓને લપડાક, 4 વર્ષમાં વસૂલેલી વધારાની રકમ ગ્રાહકોને પરત કરવી પડશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.