ETV Bharat / city

અમદાવાદના સંશોધકે બનાવ્યું UV કિરણો આધારિત રોબોટિક સેનિટાઈઝર મશીન

author img

By

Published : May 26, 2020, 7:12 PM IST

આઇ ક્રિએટના અમદાવાદી સંશોધકે નવીન સંશોધનકાર્ય તરીકે ઔદ્યોગિક અને વ્યવસાયિક ઉપયોગ માટે રોબોટ આધારિત સેનિટાઇઝિંગ મશીન બનાવ્યું છે. હાલમાં કોરોના વાયરસથી બચાવ માટે સેનિટાઈઝિંગ કરવું જીવનનો અભિન્ન હિસ્સો બની રહ્યું છે તેવામાં આ પ્રકારનું સંશોધન કાર્ય આત્મનિર્ભર ભારત તરફની આગવી પહેલ બની રહેશે.

અમદાવાદના સંશોધકે બનાવ્યું UV કિરણો આધારિત રોબોટિક સેનિટાઈઝર મશીન
અમદાવાદના સંશોધકે બનાવ્યું UV કિરણો આધારિત રોબોટિક સેનિટાઈઝર મશીન

અમદાવાદઃ સુકેત અમીનના પિતાની અમદાવાદમાં એક ફેકટરી છે અને તેઓ કોરોના વાયરસને લઈને ફેક્ટરીને સલામત બનાવવા અને તેના કામદારો માટેની સ્વચ્છતાની ચિંતામાં હતાં.આ વાતે સુકેતને એક વિશિષ્ટ યુવી કિરણો આધારિત સેનિટાઇઝિંગ ડિવાઇસ તરીકે ઉપયોગમાં લઇ શકાય તેવો UV કિરણોથી સજ્જ ઇલેક્ટ્રિક રોબોટને સંશોધિત કરવાનો વિચાર આપ્યો. અલ્ટ્રાવાયોલેટ કિરણો જે 99% વાયરસનો નાશ કરે છે.
જો કે આ કિરણો મનુષ્ય માટે પણ હાનિકારક છે.તેથી જ આંખો અને ત્વચાને તેમનાથી સુરક્ષિત રાખવી આવશ્યક છે.

અમદાવાદના સંશોધકે બનાવ્યું UV કિરણો આધારિત રોબોટિક સેનિટાઈઝર મશીન
આઇક્રિએટનો આ પ્રોજેક્ટ સનબોટ્સ છે.જે સુકેત અમીને બનાવ્યો છે.તે ખૂબ જ સરળતાથી સંચાલિત કરી શકાય છે. તે ખૂબ જ વ્યવહારદક્ષ, સંપૂર્ણ સ્વચલિત રોબોટ આધારિત પ્રોજેકટ છે. સુકેત અને તેની ટીમના સભ્ય જીતેન, પુનીત અને દીપે ફેક્ટરી, દુકાનો,મોલ્સ, ઓફિસો, વેરહાઉસ વગેરે જેવા વિશાળ સ્થાનોના સેનિટાઈઝેશન માટે ખૂબ જ ઉપયોગી મશીન બનાવ્યું છે.શક્તિશાળી 80 વોટના યુવી-સી લેમ્પ્સ દ્વારા વાયરસનો નાશ થાય છે. ઓટોમેટિક ઉપરાંત મેન્યુઅલી પણ તેને ચલાવી શકાય છે.આ ઉપરાંત, આ ટીમ દ્વારા બસો અને ટ્રેનો માટે યુવી રેયસ આધારિત સેનિટાઇઝિંગ સોલ્યુશન પણ અપાયું છે.જે બજારમાં ઉપલબ્ધ અન્ય સોલ્યુશન્સ કરતા લગભગ 90% સસ્તી પદ્ધતિ છે.આઈક્રિએટના સીઇઓ અનુપમ જલોટે જણાવ્યું હતું કે, “ઇંગ્લેન્ડની અગ્રણી યુનિવર્સિટીના એન્જિનિયર, ભારતમાં પોતાના વતન અમદાવાદ આવ્યાં અને આ સંશોધન કર્યું છે. આ એ સફળતા છે જે વડાપ્રધાન અને મુખ્યપ્રધાન જોવા માગે છે અને ભારતની આત્મનિર્ભરતાની પહેલમાં સુવર્ણ કલગી ઉમેરે છે.સનબોટ્સ ટીમને ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત ભંડોળ પૂરું પાડવામાં આવલ છે.આ સંપૂર્ણ પ્રોજેકટ અમદાવાદના ગુજરાત સરકાર સપોર્ટેડ આઈક્રિએટ ખાતેનું નિવાસી સ્ટાર્ટઅપ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.