ETV Bharat / city

નારી શક્તિનો પ્રભાવ પાથરનારી ભારતીય તરણ ખેલાડી માના પટેલ જેણે ઓલિમ્પિકમાં સીધી જ ટિકીટ મેળવી

author img

By

Published : Aug 11, 2022, 5:01 AM IST

Updated : Aug 11, 2022, 1:55 PM IST

નારી શક્તિનો પ્રભાવ પાથરનારી ભારતીય તરણ ખેલાડી માના પટેલ જેણે ઓલિમ્પિકમાં સીધી જ ટિકીટ મેળવી
નારી શક્તિનો પ્રભાવ પાથરનારી ભારતીય તરણ ખેલાડી માના પટેલ જેણે ઓલિમ્પિકમાં સીધી જ ટિકીટ મેળવી

ગુજરાતનું નામ વિવિધ ખેલસ્પર્ધાઓમાં રોશન કર્યું તેમાં આપણા સ્વીમર માના પટેલનું ( Indian swimmer Mana Patel ) નામ ન સાંભળ્યું હોય તેમ ન બને. ટોક્યો ઓલિમ્પિક 2020માં ઓટોમેટિક ક્વોલિફિકેશન (Tokyo Olympian Maana Patel ) મેળવનાર ગુજરાતી નારી શક્તિ (Nari Shakti )ની નારી શક્તિ ખેલપ્રતિભા માના પટેલને દેશના 75માં સ્વાતંત્ર્ય પર્વ (Achievements75) નિમિત્તે યાદ કરીએ. હર ઘર તિરંગા (Har Ghar tiranga )ફરકાવવાના અભિયાનમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના (Azadi ka amrut mahotsav ) દિવસોમાં ભારતીય તરણ ખેલાડી માના પટેલ પર દરેકને ગર્વ (Indian Independence Day ) અનુભવાય છે.

અમદાવાદ ખેલજગતમાં નામ કમાનાર ખેલાડીઓને આઝાદીના 75માં સ્વાતંત્ર્ય દિવસની (Indian Independence Day ) ઉજવણીના ઉપલક્ષમાં યાદ (Achievements75) કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના તરણ ખેલાડી તરીકે શરુ કરી ભારતીય તરણ ખેલાડી તરીકે નામ કમાનાર સ્વીમર માના પટેલને ( Indian swimmer Mana Patel ) પણ યાદ કરવા જોઇએ. નારી શક્તિનો (Nari Shakti ) પ્રભાવ પાથરનારા આ બેકસ્ટ્રોક સ્વીમરને ટોક્યો ઓલિમ્પિક 2020માં સીધી ટિકીટ મળી હતી એટલે કે તેઓ એ દરેક કવોલિફિકેશન ધરાવતાં હતાં જેનાથી તેમને ઓટોમેટિક ક્વોલિફિકેશન મેળવવાની સિદ્ધિ (Tokyo Olympian Maana Patel )મળી હતી.

માના પટેલનો પરિચય માના પટેલનો ( Indian swimmer Mana Patel ) જન્મ અમદાવાદમાં 18 માર્ચ 2000ના દિવસે રાજીવ પટેલ અને આનલ પટેલના ઘેર થયો હતો.માનાએ અમદાવાદની ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ખાતે કોમર્સનો અભ્યાસ કર્યો હતો અને જીએલએસમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેના પ્રારંભિક તરણક્ષેત્રની શરુઆત ગુજરાત વિદ્યાપીઠના સ્વિમિંગ સેન્ટરમાંથી થઇ હતી અને તેના કોચ કમલેશ નાણાવટી હતાં. સ્વિમિંગમાં આગળ નીકળ્યા બાદ તેણે બેંગલુરુમાં ડોલ્ફિન એક્વેટિક્સમાં કોચ નિહાર અમીન હેઠળ તાલીમ લીધી હતી.જે બાદ 22 વર્ષીય માના પટેલ આંતરરાષ્ટ્રીય સ્તર પર પીટર કાર્સવેલ પાસે સઘન તાલીમ કરી રહી છે.

31 રાષ્ટ્રીય રેકોર્ડ સાથે 32 આંતરરાષ્ટ્રીય, 99 રાષ્ટ્રીય મેડલ જીત્યા છે
31 રાષ્ટ્રીય રેકોર્ડ સાથે 32 આંતરરાષ્ટ્રીય, 99 રાષ્ટ્રીય મેડલ જીત્યા છે

સ્વિમિંગ કારકિર્દી ગુજરાતમાંથી નીકળીને ભારતીય બેકસ્ટ્રોક તરવૈયા તરીકે જાણીતાં માના પટેલ જ્યારે સાત વર્ષની વયમાં જ તરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે હૈદરાબાદમાં 40મી જુનિયર નેશનલ એક્વાટીક્સ ચેમ્પિયનશીપમાં 200 મીટર બેકસ્ટ્રોકમાં 2:23.41 સેકન્ડનો સમય હાંસલ કર્યો હતો. ઓગસ્ટ 2009માં ટોક્યોમાં એશિયન એજ ગ્રુપ ચેમ્પિયનશિપમાં શિખા ટંડન દ્વારા યોજાયેલ 2:26.41 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ માનાએ ( Indian swimmer Mana Patel ) તોડ્યો હતો. માનાએ નેશનલ ગેમ્સમાં પણ 50 બેકસ્ટ્રોક અને 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. માનાએ 60મી નેશનલ સ્કૂલ ગેમ્સ (2015)માં 100 મીટર બેકસ્ટ્રોકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને બેકસ્ટ્રોકમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો.

ઈજા બાદ પુનરાગમન ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર (Tokyo Olympian Maana Patel )પ્રથમ ભારતીય મહિલા સ્વિમર માના પટેલ ( Indian swimmer Mana Patel ) મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોક ઈવેન્ટમાં ભાગ લીઘો હતો. 21 વર્ષીય માનાને 2019માં પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તેણે આ વર્ષની શરૂઆતમાં જ પુનરાગમન કર્યું હતું. માનાને 2015 માં ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ માટે પસંદ કરવામાં આવી હતી. તેણીએ 50 મીટર, 100 મીટર અને 200 મીટર બેકસ્ટ્રોકમાં સિલ્વર જીત્યા હતાં. 50 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ; 4×100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં ગોલ્ડ; 12મી દક્ષિણ એશિયન ગેમ્સ (2016)માં 4×100 મીટર મેડલી રિલેમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો સુરતની વિદ્યાર્થિનીએ પંજાબમાં વગાડ્યો ડંકો, 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યાં

માનાના મેડલ્સ માનાએ ( Indian swimmer Mana Patel ) 72મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ-2018માં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા.માનાએ બેંગ્લોરમાં યોજાયેલી 10મી એશિયન એજ-ગ્રુપ ચેમ્પિયનશિપ-2019માં છ મેડલ (1 સુવર્ણ, 4 સિલ્વર, 1 બ્રોન્ઝ) જીત્યા. ઓક્ટોબર 2021 સુધીમાં, તેણીએ 31 રાષ્ટ્રીય રેકોર્ડ સાથે 32 આંતરરાષ્ટ્રીય, 99 રાષ્ટ્રીય મેડલ જીત્યા છે.બેક સ્ટ્રોક ઉપરાંત સ્વિમિગમાં માના પટેલની હથોટી ફ્રીસ્ટાઇલ, રીલે મેડલી અને રીલે ફ્રીસ્ટાઇલમાં પણ જોવા મળે છે. માના પટલે બધા વયજૂથમાં ફાસ્ટેસ્ટ ઇન્ડિયન બેકસ્ટ્રોકર કહેવાય છે. તો ભારતની પ્રથમ તરણખેલાડી તરીકે ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટમાં પસંદગી પામી હતી. માના ટોક્યો ઓલિમ્પિક્સમાં (Tokyo Olympian Maana Patel )પસંદગી પામનાર પ્રથમ મહિલા સ્વીમર બની હતી. માનાને ઓવરઓલ બેસ્ટ સ્વીમર એવોર્ડ ફોર નેશનલ મીટમાં પૂરા પાંચ વખત મળ્યો છે.

આ પણ વાંચો Tokyo Olympics માટે Maana Patel ભારતની ક્વોલિફાઈ થનારી પહેલી સ્વીમર બની

માના વિશે રસપ્રદ જાણકારી માનાને ( Indian swimmer Mana Patel ) તેની માતાએ નબળી પાચન શક્તિ સુધારવાના હેતુથી સ્વીમિંગમાં મૂકી હતી. શરુઆતમાં ઠીકઠીક દેખાવ કરનાર માનાને સમય જતાં સ્વિમિંગમાં એટલી દિલચશ્પી વધી કે તેણે ક્લબમાં ભાગ લેવાનું શરુ કર્યું હતું. 12 વર્ષની વય સુધીમાં તો તેણે ત્રણેય બેકસ્ટ્રોક સ્પર્ધામાં રેકોર્ડ કરી લીધો હતો. 13 વર્ષની વયમાં તેણે ઓલિમ્પિયન શિખા ટંડનના 200 મીટર બેકસ્ટ્રોકના રેકોર્ડને તોડી દીધો હતો.

અને મળી ઓટોમેટિક ક્વોલિફિકેશન એન્ટ્રી તેની ( Indian swimmer Mana Patel ) ઓલિમ્પિકમાં સીધી એન્ટ્રીની વાત કરીએ તો 2 જુલાઈ 2021ના રોજ તેણે ટોક્યો ઓલિમ્પિક 2020 માટે ઓટોમેટિક ક્વોલિફિકેશન મેળવ્યું હતું. એફઆઈએનએ- ઇન્ટરનેશનલ ફેડરેશન જે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા માન્યતાપ્રાપ્ત છે તેના દ્વારા આ જાહેરાત થઇ હતી.અહીં સુધી સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભલામણ કરવામાં આવી હતી. આ રીતે માના પટેલના નામ પર ફર્સ્ટ ઇન્ડિયન ફીમેલ સ્વિમર તરીકે ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympian Maana Patel )ઓટોમેટિક ક્વોલિફિકેશન મળ્યું હતું. ત્યારે આપણી તરણ ખેલાડી આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi ka amrut mahotsav ) ક્ષણોમાં દેશનું ગૌરવ (Indian Independence Day ) બની શકી છે.સ્વતંત્રતા દિવસ 2022ના ગૌરવગાનમાં માના પણ શામેલ છે જ.

Last Updated :Aug 11, 2022, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.