ETV Bharat / state

સુરતની વિદ્યાર્થિનીએ પંજાબમાં વગાડ્યો ડંકો, 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યાં

author img

By

Published : Nov 8, 2019, 1:07 PM IST

સુરતઃ પંજાબ ખાતે ચાલી રહેલી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વુમેન્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભારતની અલગ અલગ યુનિવર્સિટી મળી કુલ 87 જેટલી ટીમોએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં સુરતની વિધાર્થીનીએ 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ હાંસલ કરી સુરત સહીત ગુજરાતનું નામ ઉજ્જવળ કરી બતાવ્યું છે. જેમાં સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ટીમનો સમાવેશ થાય છે.

surat studen

પંજાબના જલંધર ખાતે તારીખ 6 થી 8 નવેમ્બર દરમિયાન ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વુમેન્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, જે હાલ ચાલી રહી છે. છેલ્લા ચરણ માટે ચાલી રહેલી આ ઇવેન્ટમાં ઓલ ઇન્ડિયાની કુલ 87 જેટલી યુનિવર્સીટીએ ભાગ લીધો છે. જે પૈકી પંજાબ ખાતે ચાલી રહેલી આ ઇવેન્ટમાં સુરતની સી.બી.પટેલ કોમ્પ્યુટર કોલેજ એન્ડ J.N.M.પટેલ સાયન્સ કોલેજની વિધાર્થીની કુમારી કલ્યાણી સક્સેનાએ ટીમમાં ભાગ લઈ 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે.

સુરતની વિદ્યાર્થિનીએ પંજાબમાં વગાડ્યો ડંકો, બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યાં

તારીખ 6 ના રોજ પંજાબ ખાતે યોજાયેલી 400 મીટર ઇન્ડિવિડ્યુઅલ મિડલમાં કલ્યાણી સક્સેનાએ ગોલ્ડ મેડલ, 100 મીટર બેસ સ્ટોકમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેવી જ રીતે સાત નવેમ્બરના રોજ પંજાબ ખાતે યોજાયેલી સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં 200 મીટર બેસ સ્ટોકમાં વધુ એક ગોલ્ડ મેળવ્યો હતો. જ્યારે 200 મીટર ઇન્ડિવિડ્યુઅલમાં બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો છે. કલ્યાણી સક્સેનાની આ સિદ્ધિથી કોલેજ અને પરિવારજનો પણ ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

કલ્યાણી સક્સેનાએ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી વુમેન્સ સ્વિમિંગ ચેમ્પિયન શિપમાં અન્ય યુનિવર્સીટીની વિધાર્થીનીઓને પણ પાછળ છોડી 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત અને સુરતનું નામ ઉજ્જવળ કરી બતાવ્યું છે. વિધાર્થીનીના આ ઝળહળતી સિદ્ધિને લઈ પરિવાર અને કોલેજ પ્રસાશનમાં પણ ખુશીનો માહોલ છે.

Intro:સુરત :પંજાબ ખાતે ચાલી રહેલ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સીટી વુમેન્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ માં સુરત ની વિધાર્થીનીએ  બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ હાંસલ કરી સુરત સહીત ગુજરાતનું નામ ઉજ્જવળ કરી બતાવ્યું છે..ઓલ ઇન્ડિયા થી અલગ અલગ યુનિવર્સીટી મળી કુલ 87 જેટલી ટીમોએ આ ચેમ્પિયનશિપ માં ભાગ લીધો હતી.જેમાં સુરત ની  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ટીમનો સમાવેશ થાય છે.જો કે વિધાર્થીનીની ઝળહળતી સિદ્ધિ ને લઈ કોલેજ અને પરિવારજનો માં આનંદ અને ખુશીનો માહોલ છે.

Body:પંજાબ ના જલનધર ખાતે તારીખ 6 થી 8.11.2019 સુધી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વુમેન્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ નું  આયોજન કરવામાં આવ્યું છે.જે હાલ ત્યાં ચાલી રહી છે.છેલ્લા યરણ દિવસ માટે ચાલી રહેલી આ ઇવેન્ટ માં ઓલ ઇન્ડિયા ની કુલ 87 જેટલી યુનિવર્સીટીએ ભાગ લીધો છે.જે પૈકી પંજાબ ખાતે ચાલી રહેલી આ ઇવેન્ટ  માં સુરતની સી.બી.પટેલ કોમ્પ્યુટર કોલેજ અને જે.એન.એમ.પટેલ સાયન્સ કોલેજ ની વિધાર્થીની કુમારી કલ્યાણી સક્સેનાએ ટીમમાં ભાગ લઈ  બે  ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે.તારીખ છઠ્ઠી ના રોજ  પંજાબ ખાતે  યોજાયેલ 400 મીટર  ઈંડિવિઝયલ મિડલ કલ્યાણી સક્સેનાએ 5 મિનિટ અને 25.40 સેકન્ડ માં પુરી કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.જ્યારે 100 મીટર બેસ સ્ટોક 1 મિનિટ અને 20.04 સેકન્ડ માં પાર કરી  બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.તેવી જ રીતે ગત રોજ એટલે કે સાતમી નવેમ્બરના રોજ પંજાબ ખાતે યોજાયેલ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં 200 મીટર બેસ સ્ટોક 2 મિનિટ અને 48.23 સેકન્ડ માં પુરી કરી વધુ એક ગોલ્ડ મેળવ્યો હતો.જ્યારે  200 મીટર ઈંડિવિઝલ મિડલ 2 મિનિટ અને 35.53 સેકન્ડ માં પાર કરી વધુ એક બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો છે.કલ્યાણી સક્સેના ની આ સિદ્ધિથી કોલેજ અને પરિવારજનો પણ ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યા છે.





Conclusion:કલ્યાણી સક્સેનાએ ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી વુમેન્સ સ્વિમિંગ ચેમ્પિયન શિપમાં અન્ય યુનિવર્સીટી ની વિધાર્થીનીઓને પણ પાછળ પાડી બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી  ગુજરાત અને સુરત નું નામ ઉજ્જવળ કરી બતાવ્યું છે..વિધાર્થીની ના આ ઝળહળતી સિદ્ધિ ને લઈ પરિવાર અને કોલેજ પ્રસાશન માં પણ ખુશીનો માહોલ છે.આ ઇવેન્ટ માં ઓલ ઇન્ડિયાથી 87 જેટલી યુનિવર્સીટીઓએ ભાગ લીધો છે.જે પૈકી સુરત ની એક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો સમાવેશ થાય છે..

બાઈટ :કલ્યાણી સક્સેના( ગોલ્ડ મેડાલિસ્ટ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.