ETV Bharat / sports

Tokyo Olympics માટે Maana Patel ભારતની ક્વોલિફાઈ થનારી પહેલી સ્વીમર બની

author img

By

Published : Jul 2, 2021, 2:08 PM IST

Tokyo Olympics માટે Maana Patel ભારતની ક્વોલિફાઈ થનારી પહેલી સ્વીમર બની
Tokyo Olympics માટે Maana Patel ભારતની ક્વોલિફાઈ થનારી પહેલી સ્વીમર બની

માના પટેલ ત્રીજી ભારતીય તરણવીર છે જે ટોક્યો 2020માં (Tokyo Olympics) ભાગ લેશે.આ અગાઉ શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશ ઓલિમ્પિક માટે એકવારનું ઓટોમેટિક ક્વોલિફિકેશન મેળવી ચૂક્યાં છે.

  • માના પટેલ (Maana Patel) આગામી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ
  • યુનિવર્સિલી ક્વોટા દ્વારા ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા તરણવીર બની
  • સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયું નામ

નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ શુક્રવારે પુષ્ટિ કરી હતી કે માના પટેલ (Maana Patel) આગામી ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) યુનિવર્સિલી ક્વોટા દ્વારા ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા તરણવીર બની છે. માના ત્રીજી ભારતીય તરણવીર છે જે ટોક્યો 2020માં ભાગ લેશે. માનાની (Maana Patel) પહેલાં શ્રીહરિ નટરાજ અને સાજન પ્રકાશ ઓલિમ્પિક માટે ઓટોમેટિક ક્વોલિફિકેશન મેળવી ચૂક્યાં છે

SAIએ ટ્વિટ કર્યું કે "બેકસ્ટ્રોક તરવૈયા માના પટેલને (Maana Patel)ઘણાં અભિનંદન. જે પહેલી મહિલા અને ત્રીજી ભારતીય તરણવીર બની છે જેણે #TokyoOlympics માટે ક્વોલિફાય કર્યું છે. તે યુનિવર્સિલી ક્વોટા દ્વારા ક્વોલિફાય થાય છે. #Cheer4India,"

ગયા અઠવાડિયે સાજન પ્રકાશ આગામી ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય કરનારો પહેલો ભારતીય તરણવીર બન્યો હતો. તેણે સેટ કોલી ટ્રોફીમાં પુરુષોની 200 મીટર બટરફ્લાયમાં 1:56:38 સમય લીધો હતો. લાયકાત માટે કટ-ઓફ 1:56:48 હતી. બુધવારે શ્રીહરિ નટરાજ રોમમાં સેટેકટોલી સ્વિમ મીટમાં ટાઇમ ટ્રાયલમાં m 53.77 સેકન્ડના પ્રયાસ બાદ શોપીસ ઇવેન્ટ માટે ક્વોલિફાય કરનારો બીજો ભારતીય તરણવીર બન્યો. 100 મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટ માટે ઓલિમ્પિક લાયકાતનો સમય (A time) 53.85 સેકન્ડ પર સેટ થયો હતો.

આ પણ વાંચોઃ જાપાનઃ પેરાલિમ્પિક્સમાં કવૉલીફાઈ થનાર ભાવિના પટેલ, સોનલ પટેલ અને કોચ લાલન દોશી સાથે ETV Bharatનો Exclusive interview

જૂન મહિનામાં સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI) એ ટોક્યો 2020 ઓલિમ્પિક રમતો (Tokyo Olympics) માટે યુનિવર્સિલના સ્થાનો માટેના તેમના નામાંકન તરીકે માના પટેલની (Maana Patel) ઘોષણા કરી હતી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) દ્વારા 20 જૂને FINAને નામાંકન માટે જણાવવામાં આવ્યું હતું.

ઓલિમ્પિક્સ ગેમ્સ ટોક્યો 2020માં (Tokyo Olympics) સ્વિમિંગ ઇવેન્ટ્સમાં ભાગ લેવાનું ક્વોલિફિકેશન એફઆઇએનએ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. એફઆઇએનએ લાયકાત માટે બે તક આપે છે. જેમ કે ઓલિમ્પિક લાયકાતનો સમય (A time) અને ઓલિમ્પિક પસંદગી સમય (B time).

કોઈપણ લાયકાત અવધિની અંતર્ગત FINA-માન્યતા પ્રાપ્ત સ્પર્ધામાં A time પ્રાપ્ત કરનાર કોઈપણ તરવૈયાને તે ઇવેન્ટ માટે ઓટોમેટિકલી બર્થ મળે છે.જેને B time મળ્યો છે તે તરવૈયાને FINAમાં બાકી રહેલા ક્વોટામાંથી પસંદ થવાની તક કે પછી A quotaના તમામ તરવૈયાના સમાવેશ પછી યુનિવર્સલ પ્લેસ પર નિર્ભર છે.

જો દેશના કોઈ તરવૈયાએ તેના દેશમાં સ્થાન બનાવ્યું હોય તો એફઆઇએનએ ક્વોલિફિકેશન પાથ "Universality Place" ની જોગવાઈ પૂરી પાડે છે.

આ પણ વાંચોઃ ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિઆનની ETV ભારત સાથે ખાસ વાતચીત...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.