ETV Bharat / city

"કોરોના કી યે ક્યા મજાલ, કી જો મેરે હૌસલો કો તોડ દે...", 99 વર્ષીય મહિલાએ આપી કોરોનાને મ્હાત

author img

By

Published : May 4, 2021, 11:20 AM IST

દેશમાં એક તરફ કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે મૃત્યુના આંકડા પણ વધી રહ્યા છે. જો કે આ તમામ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે, જેમાં કોરોના વોર્ડમાં સારવાર મેળવી રહેલા 99 વર્ષીય સામુબેનને એક દિવસ પોતાના પરિવાર સાથે વાત કરવાની પ્રબળ ઇચ્છા જાગી. 99 વર્ષની ઉંમરમાં પહેલી વખત તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે. પરિવારથી પ્રથમ વખત વિખૂટા પડેલા સામુબેન ઉદાસ મુખે ખાટલા પર બેસીને કંઇક વિચારી રહ્યા છે. બસ આ ઘરે જવાની મક્કમતાએ 4 જ દિવસમાં કોરોનાને મ્હાત આપી દીધી હતી.

પડોશીધર્મનું "મૌલિક" ઉદાહરણ
પડોશીધર્મનું "મૌલિક" ઉદાહરણ

  • "કોરોના કી યે ક્યા મજાલ, કી જો મેરે હૌસલો કો તોડ દે..."
  • 99 નોટ આઉટ-જીંદગી ઇન- કોરોના આઉટ
  • "ફક્ત 4 દિવસમાં જ" 99 વર્ષીય સામુબેન ચૌહાણે કોરોનાને હરાવ્યો
  • કોરોના વોર્ડમાં સામુબેનનો શ્રવણ બન્યો મૌલિક
  • પડોશીધર્મનું "મૌલિક" ઉદાહરણ

અમદાવાદ: કોરોના વોર્ડમાં સારવાર મેળવી રહેલા 99 વર્ષીય સામુબેનને એક દિવસ પોતાના પરિવાર સાથે વાત કરવાની પ્રબળ ઇચ્છા જાગી. 99 વર્ષની ઉંમરમાં પહેલી વખત તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે. પરિવારથી પ્રથમ વખત વિખૂટા પડેલા સામુબેન ઉદાસ મુખે ખાટલા પર બેસીને કંઇક વિચારી રહ્યા છે. લગભગ પોતાના પરિવારને મળવાની તેમને નિહાળવાની ઝંખના સેવી રહ્યા છે પરંતુ તે કંઇ રીતે પૂરી થશે ?? એવામાં તેમની લગોલગ અન્ય ખાટલા પર કોરોનાની સારવાર મેળવી રહેલા 30 વર્ષીય નવયુવાન મૌલિક એકલા અતૂટા બેસેલા બાને નિહાળે છે. તેમની સમીપે જંઇ તેમની તકલીફ જાણવાની કોશિષ કરે છે. ત્યારે ખબર પડે છે કે તેઓ મુંઝાઇ રહ્યા છે. પરિવારને યાદ કરી રહ્યાં છે. તેમના પરિવારને નિહાળવાની પ્રબળ ઇચ્છા સેવી રહ્યા છે પરંતુ તેનો માર્ગ જડી રહ્યો નથી. કેમ કે સામુબેનને તો મોબાઇલ ચલાવતા પણ નથી આવડતો અને વોર્ડમાં કોઇને કહેતા પણ અચકાય છે....!

"કોરોના કી યે ક્યા મજાલ, કી જો મેરે હૌસલો કો તોડ દે..

આવી પરિસ્થિતિમાં પડોશીધર્મ શું હોય તેનું "મૌલિક"ઉદાહરણ

તેણે સામુબા જ્યાર સુધી વોર્ડમાં દાખલ રહ્યાં તે દિન સુધી શ્રવણ બનીને બા ની મદદ કરી છે. સામુબાને જ્યારે જ્યારે પોતાના પરિવારજનો સાથે વાત કરવાની, વીડિયો કોલ કરીને તેમને નિહાળવાની ઇચ્છા થતી મૌલિક ફોનથી સંપર્ક કરાવતો હતો. બા ને જ્યારે પણ એકલાપણું અનુભવાતુ તે બા થી વાતચીત કરીને દૂર કરતો. આ કિસ્સાની શરૂઆત ત્યારે થઇ જ્યારે 99 વર્ષીય સામુબેન ચૌહાણ કોરોનાગ્રસ્ત થયા. તેમનું ઓક્સિજનનું લેવલ પણ ઘટવા લાગ્યું. ત્યારે તેમના પૌત્ર વિશાલભાઇ તેમને આકસ્મિક સંજોગોમાં મિત્રની ગાડી લઇ ખાનગી વાહનમાં બેસાડીને અમદાવાદ સિવિલની કોરોના ડેઝીગ્નેટેડે 1,200 બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા.

આ પણ વાંચો: 105 વર્ષીય દેવંતી દેવી અને કોરોના સામેની લડાઇ, મહામારી સામે જીતની ગાથા

'ન ભૂતો ન ભવિષ્યતિ' કહી શકાય તેવો ઇતિહાસ

સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડેટ 1,200 બેડ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ઓક્સિજન લેવલ 90 પહોંચી ગયુ હતું. જેથી ટ્રાયેજ વિસ્તારમાં પ્રોગ્રેસિવ સારવાર આપીને તેમને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. વોર્ડમાં દાખલ થયા ત્યારે તબીબોની સતત દેખરેખ અને પ્રોગ્રેસિવ સારવારના કારણે સામુબેનના મજબૂત મનોબળે કોરોના નામના રાક્ષસને પણ હંફાવી દીધો. ફક્ત ચાર દિવસના ટૂંકા ગાળામાં 'ન ભૂતો ન ભવિષ્યતિ' કહી શકાય તેવો ઇતિહાસ અમદાવાદ સિવિલમાં સર્જાયો.

ફક્ત 4 દિવસમાં કોરોનાને આપી મ્હાત- જોમ, જુસ્સો, અને મક્કમતા ખૂબ જ જરૂરી

99 વર્ષની જૈફ વયે યુવાનોને હંફાવે એવા જોમ ,જુસ્સો અને જિંદગી જીવવાની જીજીવિષાના કારણે ફક્ત 4 દિવસમાં જ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા. દરિદ્રનારાયણની સેવા કરતી સિવિલ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા બાદ સામુબેને તબીબો, નર્સિંગ, પેરામેડિકલ અને સફાઇ કર્મીઓ સહિત નાના-મોટા તમામનો શ્રેષ્ઠ સાર સંભાળ રાખવા બદલ સહ્યપૂર્વક આભાર માન્યો છે. લાગણીસભર સ્વરે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા રાખવામાં આવેલી દેખરેખ , નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સારસંભાળ, હોસ્પિટલ તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી ભોજનથી લઇ અન્ય વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: વડોદરામાં માતા વિનાના જોડિયા બાળકોએ કોરોનાને આપી મ્હાત

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટએ શું જણાવ્યું ?

ETV Bharatના સંવાદદાતા સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.જે.વી. મોદીએ જણાવ્યું કે, અમારી કોરોના ડેઝીગ્નેટેડ 1,200 બેડ હોસ્પિટલમાં જૈફ વયના દર્દીઓ માટે અલાયદો જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત છે. જેમા વયસ્ક દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને કેટલીક ખાસ પ્રકારની સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોરોનાને લઈ તમામ દર્દીઓ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહી છે. મોટી ઉંમરના લોકો પર ડોક્ટર સહિત સિનિયર ટીમો સતત નજર રાખતી હોય છે. 99 વર્ષીય મહિલા શરૂઆત જે પરિસ્થિતિ ખાનગી વાહનમાં લઈને આવ્યા ત્યારે ઓક્સિજનની જરૂર ખુબજ રહેતી હતી. જેને ધ્યાને પણ લેવામાં આવતો હતો તો બીજી તરફ તેમની રોગપ્રતિકારક શક્તિ અને તેમની નીડર મક્કમતા ખૂબ જ રહેલી હતી. જે કારણોસર તેમને કોરોના મ્હાત આપી છે.

સામાન્ય નાગરિકોને ક્યાં પ્રકારનો મેસેજ આપવા માંગી રહ્યા છો..?

સામાન્ય લોકોને માત્ર એક જ વાત જણાવી છે કે, કોરોના થાય એટલે પેનિક ન થવું જોઈએ. સામાન્ય લક્ષણો લાગતા હોય તો ઘરે હોમ આઇસોલેટ થઇ જવું જોઈએ. બીજી તરફ કોરોના સામે લડવું હશે તો નીડરતા મક્કમતા ખૂબ જ જરૂરી છે. કારણ કે થોડો પણ ગભરાટ શરીરમાં આવશે તેની સીધી અસર તમારા હ્ર્દય પર પડી શકે છે. જેથી ગભરાવું સહેજ પણ ન જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.