ETV Bharat / business

Stock Market India માર્કેટ માટે આજનો દિવસ રહ્યો 'મંગળ'

author img

By

Published : Jan 3, 2023, 4:06 PM IST

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. તેના કારણે રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી. જોકે, ઘટાડા સાથે શરૂ થયેલા માર્કેટમાં દિવસભર ઉથલપાથલ જોવા મળી હતી ને છેવટે બજારમાં તેજી આવી હતી. આજે સેન્સેક્સ (Bombay Stock Exchange News) અને નિફ્ટી (National Stock Exchange News) બંનેમાં ઉછાળો જોવા મળ્યો છે.

Stock Market India માર્કેટ માટે આજનો દિવસ રહ્યો 'મંગળ'
Stock Market India માર્કેટ માટે આજનો દિવસ રહ્યો 'મંગળ'

અમદાવાદ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 126.41 પોઈન્ટ (0.21 ટકા)ના વધારા સાથે 61,294.20ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 35.10 પોઈન્ટ (0.19 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 18,232.55ના સ્તર પર બંધ થયો છે.

માર્કેટની આજની સ્થિતિ
માર્કેટની આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ એચડીએફસી લાઈફ (HDFC Life) 4.44 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 2.35 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 2.24 ટકા, ટાઈટન કંપની (Titan Company) 1.92 ટકા, ટીસીએસ (TCS) 1.59 ટકા.

આ પણ વાંચો 2022 કરતાં વધુ મુશ્કેલ હશે 2023, વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ ભાગ મંદીમાં: IMFના વડા ક્રિસ્ટાલિના જૉર્જીવા

સૌથી વધુ ગગડેલા શેર્સ હિન્દલ્કો (Hindalco) -1.49 ટકા, બ્રિટેનિયા (Britannia) -1.22 ટકા, એમ એન્ડ એમ (M&M) - 1.08 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -0.77 ટકા, રિલાયન્સ (Reliance) -0.67 ટકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.