ETV Bharat / business

2022 કરતાં વધુ મુશ્કેલ હશે 2023, વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ ભાગ મંદીમાં: IMFના વડા ક્રિસ્ટાલિના જૉર્જીવા

author img

By

Published : Jan 3, 2023, 1:41 PM IST

IMFના વડા ક્રિસ્ટાલિના જૉર્જીવાએ (IMF chief Kristalina Georgieva) વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે ચેતવણી આપી છે. મોનેટરી ફંડના વડા (Monetary Fund chief Kristalina Georgieva) કહે છે કે, આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ ભાગ મંદીમાં રહેશે.

2022 કરતાં વધુ મુશ્કેલ હશે 2023, વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ ભાગ મંદીમાં: IMFના વડા ક્રિસ્ટાલિના જૉર્જીવા
2022 કરતાં વધુ મુશ્કેલ હશે 2023, વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ ભાગ મંદીમાં: IMFના વડા ક્રિસ્ટાલિના જૉર્જીવા

વોશિંગ્ટન: ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (International Monetary Fund) એ વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ ભાગ મંદીમાં રહેશે અને યુએસ, યુરોપિયન યુનિયન અને ચીનમાં નરમાઈની આશંકા વચ્ચે આ વર્ષ 2022 કરતાં વધુ મુશ્કેલ હશે.

2023 ગયા વર્ષ કરતાં વધુ મુશ્કેલ: મોનેટરી ફંડના વડા ક્રિસ્ટાલિના જૉર્જીવાએ (Monetary Fund chief Kristalina Georgieva) રવિવારે ન્યૂઝ ચેનલ CBAS ન્યૂઝના એક કાર્યક્રમમાં આ વાત કહી. તેમણે આ વાત એવા સમયે કરી છે, જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધના 10 મહિના પછી પણ તેના અંતના કોઈ સંકેત દેખાતા નથી. આ સિવાય ચીનમાં વધતી જતી મોંઘવારી, ઊંચા વ્યાજ દરો અને કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ક્રિસ્ટાલિના જૉર્જીવાએ (IMF chief Georgieva statement in CBAC News) કહ્યું, અમારો અંદાજ છે કે વૈશ્વિક અર્થતંત્રનો એક તૃતીયાંશ ભાગ મંદીમાં હશે. ખરેખર વર્ષ 2023 ગયા વર્ષ કરતાં વધુ મુશ્કેલ હશે. તેનું કારણ અમેરિકા, યુરોપિયન યુનિયન અને ચીનમાં નરમાઈની શક્યતા છે. IMFના વડાએ કહ્યું, જે દેશોમાં મંદી નથી ત્યાં પણ લાખો લોકો માટે મંદી જેવી સ્થિતિ રહેશે.

ચીન માટે એક-બે મહિનાનો સમય મુશ્કેલ રહેશે: ગયા વર્ષે ઓક્ટોબરમાં, મોનેટરી ફંડે 2023 માટે આર્થિક વૃદ્ધિના અનુમાનમાં ઘટાડો કર્યો હતો. વૈશ્વિક સંસ્થાએ કહ્યું, 'વૈશ્વિક વિકાસ દર 2022માં ઘટીને 3.2 ટકા અને 2023માં 2.7 ટકા રહેવાની ધારણા છે, જે 2021માં છ ટકા હતો. વૈશ્વિક નાણાકીય કટોકટી અને કોવિડ-19 રોગચાળાને બાદ કરતાં 2001 પછી વૃદ્ધિનું આ સૌથી નબળું વલણ છે. ક્રિસ્ટાલિના જૉર્જીવાએ કહ્યું, આગામી એક-બે મહિનાનો સમય ચીન માટે મુશ્કેલ રહેશે અને ચીનમાં (IMF chief Kristalina Georgieva statement on china) વૃદ્ધિની પ્રાદેશિક અને વૈશ્વિક વૃદ્ધિ પર નકારાત્મક અસર પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.