ETV Bharat / business

Share Market : સેન્સેક્સમાં 450 આંકના ઘટાડો, સૌથી વધુ અદાણી એન્ટપ્રાઇઝીસને ફટકો

author img

By

Published : Feb 22, 2023, 12:25 PM IST

સેન્સેક્સમાં 450 આંકના ઘટાડો, સૌથી વધુ અદાણી એન્ટપ્રાઇઝીસના શેર તૂટ્યા
સેન્સેક્સમાં 450 આંકના ઘટાડો, સૌથી વધુ અદાણી એન્ટપ્રાઇઝીસના શેર તૂટ્યા

આજે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં લગભગ 450 આંકનો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી પણ લગભગ 140 અંક નીચે છે. જે 17700ની નજીક કારોબાર કરી રહ્યો છે. સૌથી વધુ અદાણી એન્ટપ્રાઇઝીસના શેર તૂટ્યા હતા.

અમદાવાદ: આજે શેરબજારમાં કડાકા સાથે બજાર ખુલ્યું હતું. સેન્સેક્સમાં લગભગ 450 આંકનો ઘટીને 60,200 નજીક ટેન્ડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 140 આંકની નીચે લગભગ 17700ની નજીક કારોબાર કરી રહ્યો છે.

અદાણી એન્ટપ્રાઇઝીસના શેર તૂટ્યા: આજે શેરબજારની શરૂઆતમાં જ સૌથી વધુ અદાણી એન્ટપ્રાઇઝીસના શેર તૂટ્યા હતા. અદાણી એન્ટપ્રાઇઝીસના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈનો 30 શેરવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 329.12 પોઈન્ટ ઘટીને 60,343.60 પર બંધ થયો હતો. બુધવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો પ્રતિ ડૉલર 82.79 પર સ્થિર ખુલ્યો હતો.

સેન્સેક્સમાં 450 આંકનો ઘટાડો: યુએસ સેન્ટ્રલ બેંકની મીટિંગની વિગતો જાહેર થાય તે પહેલા નબળા વૈશ્વિક વલણ વચ્ચે બુધવારે સ્થાનિક શેરબજારો શરૂઆતના વેપારમાં ઘટાડા સાથે ખુલ્યા હતા. બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 329.12 420 પોઈન્ટ ઘટીને 60,343.60 પોઈન્ટ પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 140 પોઈન્ટના ઘટાડા સાથે 17,729.40 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પણ વાંચો: Reliance Jio recahrge plan: રિલાયન્સ જિયોનો 240 રૂપિયાનો આકર્ષક પ્લાન, 12 મહિના સુધી સિમ રહેશે એક્ટિવ

મારુતિ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર નફામાં: સેન્સેક્સ કંપનીઓમાં ઇન્ડસઇન્ડ બેન્ક, વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવરગ્રીડ, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક્નોલોજીસ, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, એનટીપીસી અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. તે જ સમયે, મારુતિ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર નફામાં હતા. અન્ય એશિયન બજારો પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

આ પણ વાંચો: EPFO on Higher Pension : જો તમારે વધુ પેન્શન જોઈએ છે, તો તૈયાર થઈ જાઓ, સરકારે શરૂ કરી છે પ્રક્રિયા

રૂપિયો ચાર પૈસા ઘટીને 82.83 પ્રતિ ડોલર: સ્થાનિક શેરબજારોમાં નબળા વલણ વચ્ચે બુધવારે શરૂઆતના વેપારમાં રૂપિયો ચાર પૈસા ઘટીને 82.83 પ્રતિ ડોલર થયો હતો. ફોરેક્સ ડીલરોએ જણાવ્યું હતું કે વિદેશી ભંડોળનો પ્રવાહ અને અન્ય કરન્સી સામે ડોલરમાં નબળાઈએ રૂપિયાની ખોટ મર્યાદિત કરી છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો પ્રતિ ડોલર 82.79 પર સ્થિર ખુલ્યો હતો. બાદમાં તે ઘટીને 82.83 પ્રતિ ડોલર થઈ ગયો. અગાઉના બંધ સ્તરની સરખામણીમાં આ 4 પૈસાનો ઘટાડો છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં મંગળવારે રૂપિયો પ્રતિ ડૉલર 82.79 ના સ્તર પર બંધ થયો હતો. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ કરન્સીની બાસ્કેટ સામે ડૉલરની સ્થિતિને માપે છે, તે 0.09 ટકા ઘટીને 104.01 થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.