ETV Bharat / state

ભાવનગર જિલ્લામાં ગરમી 40 ડીગ્રીને પાર, લૂથી લોકો થયા પરેશાન - ડાયેરીયાના કેસોમાં થયો વધારો - Heat wave in Bhavnagar

author img

By ETV Bharat Gujarati Team

Published : May 18, 2024, 4:12 PM IST

ભાવનગર જિલ્લામાં ગરમીનો પારો 40ને પાર થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સવારમાં 11 વાગ્યે ભારે લૂ લાગવાના કારણે લોકોએ પોતાના કામો સવારમાં અથવા સાંજે પૂર્ણ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ETV BHARATએ લોકોના મત જાણ્યા હતા અને ડિઝાસ્ટર વિભાગે ગરમી વિશે શું કહ્યું જાણો...Heat wave in Bhavnagar

ભાવનગરમાં ગરમીથી લોકો પરેેશાન
ભાવનગરમાં ગરમીથી લોકો પરેેશાન (etv bharat gujarat)

ભાવનગર જિલ્લામાં ગરમી 40ને પાર થતા લૂથી લોકો થયા પરેશાન (etv bharat gujarat)

ભાવનગર: છેલ્લા 4 દિવસમાં તાપમાનનો પારો ઉંચાઈએ ગયો છે જો કે, વાતાવરણમાં બદલાવ આવ્યો હોય અને વાદળછાયુ હોવાને પગલે લોકો છેલ્લા ચાર-પાંચ દિવસથી એક દિવસ રાહત અને એક દિવસ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ ગરમીને લઈને લોકો શું કહે છે ? અને જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં ડાયેરિયાના કેટલા કેસો નોંધાયા છે?. ચાલો વિગતથી જાણીએ...

ગરમીનો પારો 40ને પાર થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો
ગરમીનો પારો 40ને પાર થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો (etv bharat gujarat)

ગરમીથી લોકો થયા ત્રાહિમામ: ભાવનગર શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વધેલી ગરમીને પગલે લોકોને ઘરની બહાર વિચારીને નીકળવું પડી રહ્યું છે. ગરમીનો પ્રકોપ એટલી હદે વધી ગયો છે કે, લોકો ત્રસ્ત છે. ભાવનગરના એક નાગરિક ભરતભાઈએ જણાવ્યું હતું કે, ગરમીનો પારો સતત 3 દિવસથી વધ્યો છે. એકંદરે બપોરના 12:30 વાગ્યે તડકો લાગતો હોય છે પણ તેની જગ્યાએ સવારમાં 9:30 થતા ગરમીનો પારો 40થી ઉપર જતો રહે છે.

ગરમીનો પારો 40ને પાર થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો
ગરમીનો પારો 40ને પાર થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો (etv bharat gujarat)

લોકો ઘરની બહાર નથી નીકળતા: તેમણે જણાવ્યું હતું કે, ભાવનગરમાં અત્યારે આકરી ગરમી પડી રહી છે. લોકો પોતાના ઘરની બહાર નથી નીકળતા. આખો દિવસ લોકો પોતાના કામ ધંધા છોડીને ઘરમાં રહે છે. આજે તમે જુઓ તો 41 ડિગ્રી આજુબાજુ તાપમાન છે. અત્યારે બહાર નીકળવું હોય તો ગોગલ્સ, રૂમાલ બાંધવો પડે સાથે પાણીનું બોટલ રાખવી પડે છે અને એટલો બધો ગરમીનો પ્રકોપ છે,જાણે કે, મગજમાં તમને એવું લાગી જાય કે, માઈન્ડવેવ જેવું લાગે છે. લોકોને એટલું જ કહેવું છે કે, બને ત્યાં સુધી બપોરના સમયમાં શાંતિથી ઘરમાં રહો અને તડકામાં બહાર નીકળવાનું બંધ કરો.

ગરમીનો પારો સતત 3 દિવસથી વધ્યો
ગરમીનો પારો સતત 3 દિવસથી વધ્યો (etv bharat gujarat)

ડિઝાસ્ટર વિભાગે કહ્યું 4 દિવસ પારો વધશે: ભાવનગરમાં છેલા 4 દિવસમાં ગરમીના પારા પર નજર કરીએ તો ડિઝાસ્ટર વિભાગના મામલતદાર એસ એન વાળાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં 17 તારીખના રોજ 39.7 ડીગ્રી, 16 તારીખના રોજ 41.1 ડીગ્રી અને 15 તારીખના રોજ 40.6 ડીગ્રી એટલે એવરેજ 40 આસપાસ ડિગ્રીનું તાપમાન રહે છે. સખત ગરમીના કારણે લોકોએ બપોરના સમયમાં 1 થી 4 સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. વધારે પાણી પીવું જોઈએ, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. વૃદ્ધ અને બાળકોએ બિનજરૂરી બહાર ના નીકળવું જોઈએ. લોકોએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે તેના કારણે ડાયેરીયા જેવા રોગો થવાની સંભાવના રહેશે નહીં.

ડાયેરીયાના કેસોમાં વધારો નોંધાયો: ભાવનગર શહેરમાં છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો ઊંચકાયો છે. જો કે, ગરમીની શરૂઆત ઘણા દિવસોથી થઈ ચૂકી હતી, ત્યારે મહાનગરપાલિકાના અર્બન વિભાગના અધિકારી વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસમાં 1059 જેવા કેસ ડાયેરીયાના નોંધાયા છે, જ્યારે ભાવનગરની સર ટી હોસ્પિટલના RMO આદેસરા સાહેબે જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસમાં 17 જેટલા કેસો ડાયેરીયાના નોંધાયા છે. આમ જોઈએ તો એટલા વધારે કેસો સામે આવ્યા નથી. પરંતુ આકરી ગરમીના પગલે હવે લોકોએ સાવચેત જરૂર રહેવું પડશે.

  1. ભાઈ માનેલા યુવકે જ 4 વર્ષીય બાળકી સાથે બળાત્કાર કર્યો, સુરત કોર્ટે આજીવન કેદની સજા ફટકારી - Surat Crime
  2. મદરેસામાં બાળકો અન્ય વિષયો ભણે છે કે નહીં તેની તપાસ, સુરતના 50 મદરેસામાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ - Investigation in madrasas
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.