ETV Bharat / business

Share Market India: શેરબજારનું ઓપનિંગ અને ક્લોઝિંગ રહ્યું નબળું, સેન્સેક્સ 57,000ની નીચે

author img

By

Published : Apr 27, 2022, 3:46 PM IST

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 537.22 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 162.40 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: શેરબજારનું ઓપનિંગ અને ક્લોઝિંગ રહ્યું નબળું, સેન્સેક્સ 57,000ની નીચે
Share Market India: શેરબજારનું ઓપનિંગ અને ક્લોઝિંગ રહ્યું નબળું, સેન્સેક્સ 57,000ની નીચે

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 537.22 પોઈન્ટ (0.94 ટકા) તૂટીને 56,819.39ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 162.40 પોઈન્ટ (0.94 ટકા)ના ઘટાડા સાથે 17,038.40ના સ્તર પર બંધ થયો છે. બીજી તરફ મોંઘવારી, ગ્રોથ ફેક્ટરની ચિંતાથી બજારમાં ઘટાડો (Share Market India) જોવા મળ્યો છે. તો સેન્સેક્સ, નિફ્ટી લગભગ 1 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. BSEના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. તો કન્ઝ્યૂમર ડ્યૂરેબલ, બેન્કિંગ, IT શેર્સમાં દબાણ રહ્યું હતું.

શેરબજારની આજની સ્થિતિ
શેરબજારની આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - હીરો મોટોકોર્પ (Hero Motocorp) 3.97 ટકા, તાતા સ્ટિલ (Tata Steel) 1.25 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 0.56, એચસીએલ ટેક (HCL Tech) 0.45 ટકા, બજાજ ઓટો (Bajaj Auto).

આ પણ વાંચોઃ Gold and silver prices In Gujarat : ગુજરાતમાં આજના સોના-ચાંદીના ભાવ પર એક નજર...

સૌથી વધુ ગગડેલા શેર્સ - બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -7.27 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -3.94 ટકા, તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) -2.85 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -2.44 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -2.28 ટકા.

આ પણ વાંચોઃ Vegetables Pulses Prices: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, શાકભાજી-કઠોળના ભાવ આસમાને પહોંચ્યા

LIC IPO અંગેની માહિતી: જો તમે પણ LICના IPOમાં રોકાણ કરવા માગો છો તો તમારા કામની વાત જાણી લો. LICનો IPO 4 મેએ ખૂલશે અને 9 મેએ બંધ થશે. જ્યારે કંપનીનો એન્કર બુક 2 મેએ ખૂલશે. તો LICના શેર્સની ઈશ્યુ પ્રાઈઝ 902-949 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપની પોતાના ઈશ્યુ પર પોલિસીહોલ્ડર્સને ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. એટલે પોલિસીહોલ્ડર્સને કંપનીના ઈશ્યુ 60 રૂપિયા સસ્તા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.