ETV Bharat / business

Petrol Diesel Price : મહાનગરના પેટ્રોલ-ડીઝલની ફરી ઉતાર ચડાવ

author img

By

Published : Jul 21, 2023, 12:20 PM IST

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. અઠવાડીયાની શરુઆતથી જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ફેરફાર નોંધાયો હતો. ત્યારે અમદાવાદ અને વડોદરામાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવમાં નજીવો ઘટાડો અને સુરતમાં વધારે થયો છે. જ્યારે રાજકોટ અને ગાંધીનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી હતી. ત્યારે કયા શહેરમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે, આવો જાણીએ...

Petrol Diesel Price
Petrol Diesel Price

ગાંધીનગર : ગુજરાતભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. ક્રુડ માર્કેટમાં છેલ્લા અઠવાડિયામાં તેજી જોવા મળી હતી. ત્યારે રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શું છે, આવો જાણીએ.

ગાંધીનગરના ભાવ : તારીખ 21 જુલાઈ શુક્રવારના રોજ ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.63 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.38 રુપીયા પ્રતિ લિટર છે. આમ આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઈ જ વધારો-ઘટાડો થયો નથી.

અમદાવાદના ભાવ : તારીખ તારીખ 21 જુલાઈ શુક્રવારના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 96.42 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.17 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં અનુક્રમે 0.09 અને 0.08 પૈસાનો ઘટાડો થયો છે.

સુરતના ભાવ : તારીખ તારીખ 21 જુલાઈ શુક્રવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.32 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.08 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.07 પૈસાનો વધારો થયો છે.

રાજકોટના ભાવ : તારીખ તારીખ 21 જુલાઈ શુક્રવારના રોજ રાજકોટમાં પેટ્રોલની કિંમત 96.19 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.95 રુપીયા પ્રતિ લિટર છે. આમ આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઈ જ વધારો-ઘટાડો થયો નથી.

વડોદરાના ભાવ : તારીખ તારીખ 21 જુલાઈ શુક્રવારના રોજ વડોદરામાં પેટ્રોલની કિંમત 96.04 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.78 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.12 પૈસાનો ઘટાડો થયો છે.

મહાનગરના પેટ્રોલ-ડીઝલની ફરી ઉતાર ચડાવ
મહાનગરના પેટ્રોલ-ડીઝલની ફરી ઉતાર ચડાવ

અસર : ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે. જીવન જરુરિયાતની ચીજ-વસ્તુઓની કિંમતોમાં વધઘટ થતી રહે છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર છે. આથી આવનાર દિવસોમાં ભાવ વધારો થાય તેવી શક્યતા છે. પેટ્રોલ-ડીઝલની કિંમત પર ચોમાસાની કોઈ અસર વર્તાય છે કે કેમ તે જોવું રહ્યું. દેશભરમાં દૈનિક ધોરણે સવારે 6 થી 7 કલાકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

  1. Stock Market Bullish : શેરબજારમાં તેજી, સેન્સેક્સ 302 પોઈન્ટ વધુ ઉછળી નવી હાઈ પર
  2. Jet Airways: જેટ એરવેઝ ફરી ટેકઓફ કરવા તૈયાર, બે ડિરેક્ટર અને CFO નિયુક્ત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.