ETV Bharat / business

Jet Airways: જેટ એરવેઝ ફરી ટેકઓફ કરવા તૈયાર, બે ડિરેક્ટર અને CFO નિયુક્ત

author img

By

Published : Jul 21, 2023, 11:41 AM IST

ગુરૂવારે એર સર્વિસ આપતી કંપની જેટ એરવેઝને ઉડાન માટેની પ્રાથમિક મંજૂરી પ્રાપ્ત થઈ હતી. લીગલ પ્રોસિજર પૂરી કર્યા બાદ હવે કંપની ફરી એક વખત પોતાની યોજના પ્રમાણે સક્રિય થવાના મૂડમાં છે. નક્કી કરેલા કાયદા અને નિયમનું પાલન કરવાની સહમતી સાથે કંપની હવે ટૂંક સમયમાં પોતાના ઓપરેશન શરૂ કરે એવી પૂરી શક્યતા છે.

Jet Airways : જેટ એરવેઝ ફરી ઉડવા તૈયાર
Jet Airways : જેટ એરવેઝ ફરી ઉડવા તૈયાર

નવી દિલ્હી : ગુરુવારે બંધ પડેલી કંપની જેટ એરવેઝે બે ફૂલટાઈમ ડાયરેક્ટર અને CFO ની નિયુક્તિ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે એવિએશન સેક્ટરમાં ફરી સ્પર્ધા વધે એવી સંભાવના છે. સુંદરમ રમેશને ફૂલટાઈમ ડાયરેક્ટર અને CFO તરીકે ગૌતમ આચાર્યને ફૂલટાઈમ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે રાજેશ પ્રસાદને નોન-એક્સીક્યુટીવ ડાયરેક્ટરનુ પદ આપવામાં આવ્યું છે.

નિરીક્ષણ એજન્સીની મંજુરી : ગુરૂવારે એરલાઈન્સ સર્વિસનું નિરીક્ષણ કરતી એજન્સીએ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને મંજૂરી માટે સહમતી દર્શાવી દીધી છે. ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે, કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાના હેતુથી અને કંપનીના રજિસ્ટ્રાર સાથે ફાઇલિંગ ચલાવવા અને કરવાનો આશય છે. ઉપરાંત રિઝોલ્યુશન પ્લાનના અમલીકરણમાં મદદ કરવા માટે આ પદ પર અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

કોણ છે નવનિયુક્ત અધિકારી : સુંદરમ રમેશ પાસે ફાઇનાન્સ, એકાઉન્ટિંગ અને ટેક્સેશનમાં 40 વર્ષથી વધુનો અનુભવ છે. રાજેશ પ્રસાદ લગભગ 40 વર્ષનો વૈવિધ્યસભર અનુભવ ધરાવે છે. તેઓ જુલાઈ 2018માં જેટ એરવેઝમાં ચીફ સ્ટ્રેટેજી ઓફિસર તરીકે જોડાયા હતા. જ્યારે ગૌતમ આચાર્ય એવિએશન પ્રોફેશનલ છે. તેઓ 20 વર્ષથી વધુના અનુભવ સાથે કોમર્શિયલ એવિએશનમાં નિપુર્ણતા ધરાવે છે.

જેટ એરવેઝનું કરિયર : આ વર્ષે એપ્રિલમાં જેટ એરવેઝના સીઈઓ-નિયુક્ત સંજીવ કપૂરે રાજીનામું આપ્યું અને ઘણા વરિષ્ઠ અધિકારીઓએ કંપની છોડી દીધી. 25 વર્ષથી વધુ સમય સુધી ઉડાન ભર્યા પછી એક સમયની પ્રખ્યાત જેટ એરવેઝે નાણાકીય કટોકટીને કારણે એપ્રિલ 2019 માં ઠપ્પ થઈ ગઈ હતી. ત્યારબાદ આ કંપની નાદારી નોંધાવતા રીઝોલ્યુશન પ્રક્રિયામાં ગઈ હતી. જ્યાં જાલાન કાલરોક કન્સોર્ટિયમ (JKC) વિજેતા બિડર તરીકે ઉભરી આવ્યું હતું.

સ્પર્ધા વધશે : કન્સોર્ટિયમના રિઝોલ્યુશન પ્લાનને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા જૂન 2021 માં મંજૂરી આપવામાં આવી હતી. જોકે, માલિકી હક ટ્રાન્સફર પ્રક્રિયા લાંબા સમયથી અવરોધોનો સામનો કરી રહી છે. BSE પર એરલાઇનના શેર 4.19 ટકા ઘટીને રૂ. 37.02 પર બંધ થયો હતો. જોકે, ફરી એકવખત જેટ એરવેઝ ઉડાન ભરતા એવિએશન સેક્ટરમાં સ્પર્ધાનો માહોલ જોવા મળી શકે છે. સૌથી વધારે અસર એની ટિકિટના દરને લઈને પણ થઈ શકે છે. એકથી વધારે એર સર્વિસ કંપનીઓ આકાશી મેદાને ઊતરતા આવનારા સમયમાં ઓછી ટિકિટમાં ફરવાનું મધ્યવર્ગનું સપનું સાકાર થઈ શકે છે.

  1. Project Cheetah: સુપ્રીમ કોર્ટે કહ્યું, પ્રોજેક્ટ ચિતાનું ચિત્ર સારૂ નથી, આઠ ચિતાના મોત પર ચિંતા
  2. Karnataka Accident Video: બાઈક સ્લીપ થતાં ડિવાઈડર અને પછી વીજ પોલ સાથે અથડાઈ, ઘટના CCTVમાં કેદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.