ETV Bharat / business

Stock Market Update : નવા વર્ષમાં સતત બીજા દિવસે શેરબજારમાં વેચવાલી, BSE Sensex 379 પોઇન્ટ તૂટ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 4:59 PM IST

નવા વર્ષની શુરુઆત સાથે ભારતીય શેરબજારનું નબળું વલણ રહ્યું છે. સતત બીજા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું હતું. આજે BSE Sensex અને NSE Nifty સપાટ ખુલ્યા અને દિવસ દરમિયાન લેવાલી અને વેચવાલીના ફટાકા બાદ ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 379 અને 76 પોઈન્ટ તૂટ્યા હતા.

Stock Market Update
Stock Market Update

મુંબઈ : ભારતીય શેરબજારની નવા વર્ષમાં નબળી શરૂઆત આજે પણ યથાવત છે. આજે ભારતીય શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક સપાટ ખુલ્યા બાદ સતત ગગડતા રહ્યા હતા. BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 379 અને 76 પોઇન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી.

BSE Sensex : આજે 4 ઓક્ટોબર બુધવાર રોજ BSE Sensex ગતરોજના 72,272 બંધની સામે 61 પોઇન્ટ વધીને 72,333 ના મથાળે ખુલ્યો હતો. આજના ઓપનીંગને જ ડે હાઈ બનાવી દિવસ દરમિયાન સતત નબળા વલણને કારણે લગભગ 719 પોઈન્ટની ડૂબકી મારી 71,614 મથાળા સુધી ડાઉન ગયો હતો. BSE Sensex સતત વેચવાલીના પગલે નીચે રહ્યો અને ટ્રેડિંગ સેશનના અંતે 379 પોઇન્ટ ઘટીને 71,892 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.53 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 76 પોઈન્ટ (0.35 %) ઘટીને 21,665 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 21,751 ના મથાળે સપાટ ખુલ્યો હતો. આજના ઓપનીંગને જ ડે હાઈ બનાવ્યા બાદ NSE Nifty 21,755 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ ઉપર નીચે થતો રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં સન ફાર્મા (2.85%), બજાજ ફાઇનાન્સ (1.76%), રિલાયન્સ (0.81%), ભારતી એરટેલ (0.78%) અને ટાઇટન કંપનીનો (0.64%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સેન્સેક્સ ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં એમ એન્ડ એમ (-2.78%), અલ્ટ્રાટેક સિમેન્ટ (-2.46%), કોટક મહિન્દ્રા (-2.41%), લાર્સન (-2.36%) અને ICICI બેંક (-1.91%)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1010 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1148 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, ICICI બેંક, SBI અને ટાટા મોટર્સનો સ્ટોક રહ્યા હતા.

  1. SHARE MARKET : શેરબજાર મધ્યમ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 141 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી ફ્લેટલાઈન પર
  2. Share Marker Close: નવા વર્ષના પ્રથમ દિવસે શેર બજાર રહ્યું નરમ, ગ્રીન ઝોનમાં બંધ રહ્યા સેન્સેક્સ, નિફ્ટી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.