ETV Bharat / business

ભારતીય શેરબજારમાં ફરી રોનક, BSE Sensex 435 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 5:12 PM IST

Updated : Dec 21, 2023, 6:56 PM IST

આજે 21 ડિસેમ્બર ગુરુવારના રોજ કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE Sensex 435 પોઈન્ટના વધારા સાથે 70,941 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty 0.62 ટકાના વધારા સાથે 21,280 પર બંધ થયો હતો. જુઓ સંપૂર્ણ વિગત Indian stock market closing bell update

ભારતીય શેરબજારમાં ફરી રોનક
ભારતીય શેરબજારમાં ફરી રોનક

મુંબઈ : આજે 21 ડિસેમ્બર ગુરુવારના રોજ કારોબારી સપ્તાહના ચોથા દિવસે ગુરુવારના રોજ શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE Sensex 435 પોઈન્ટના વધારા સાથે 70,941 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty 0.62 ટકાના વધારા સાથે 21,280 પર બંધ થયો હતો. ગુરુવારના રોજ ઈક્વિટી માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, પરંતુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ફાઈનાન્સિયલ, મેટલ અને પાવર શેરોમાં ખરીદી વચ્ચે સારા ફાયદા સાથે બંધ થયા હતા.

આ સ્ટોકમાં તેજી : પાવરગ્રીડ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોટક બેંક, ટાટા સ્ટીલ, એસબીઆઈ, ટાઇટન, એનટીપીસી, ઇન્ડસઇન્ડ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એરટેલ, ટાટા મોટર્સ અને વિપ્રો સેન્સેક્સમાં સૌથી વધુ 0.6 ટકાથી 2.3 ટકા વધ્યા છે.

Nifty બજાર : વ્યાપક બજારોમાં BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોએ અનુક્રમે 1.6 ટકા અને 1.69 ટકાના ઉછાળા સાથે ફ્રન્ટલાઈન ઈન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો હતો. સેક્ટરમાં નિફ્ટી મીડિયામાં 2.6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે નિફ્ટી મેટલ અને નિફ્ટી પીએસયુ બેન્કની આગેવાની હેઠળ તમામ સૂચકાંકો ઊંચા સ્તરે બંધ થયા હતા.

"ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડો થવાનો આશાવાદ ઘટવાના પગલે એશિયન બજારો પાછળ બુધવારે ભારતીય સૂચકાંકો ઘટ્યા હતાં. રોકાણકારોએ વર્ષાંત અગાઉ તેમની પોઝીશનમાં ઘટાડો કર્યો હતો. MSCI ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્ડેક્સે સતત નવ સત્રો દરમિયાન સુધારો દર્શાવ્યાં પછી બીજા દિવસે ઘટાડો નોઁધાવ્યો હતો. પ્રાફિટ બુકિંગ તબક્કા દરમિયાન ઇન્ડેક્સ તેનું મનોવૈજ્ઞાનિક 21,000 સપોર્ટ લેવલની ફરી દર્શાવે તેવી અપેક્ષા છે. જે સપ્તાહ દરમિયાન નિફ્ટી50ને સપોર્ટ પૂરો પાડી શકે છે. લોંગ્સને ફરીથી ગોઠવવા માટે નજીકના ગાળાના બુલિશ રિવર્સલ પેટર્નની ઘટનાની રાહ જોવી આદર્શ છે." -આસિફ હિરાણી, ડિરેક્ટર, ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ

બજાર ગ્રીન ઝોનમાં બંધ : 21 ડિસેમ્બર ગુરુવારના રોજ કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE Sensex 500થી વધુ પોઈન્ટના ભારે ઘટાડા સાથે 70,106 પર ખુલ્યો હતો. તે જ સમયે NSE Nifty 0.62 ટકાના ઘટાડા સાથે 21,021 પર ખુલ્યો હતો. ગુરુવારે સવારે સેન્સેક્સના 30 માંથી 24 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. એક્સિસ બેન્ક, સન ફાર્મા અને જેએસડબલ્યુ સ્ટીલમાં ભારે નુકસાન સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો.

  1. ભારતીય શેરબજારનો ઐતિહાસિક દિવસ, BSE Sensex 1384 પોઈન્ટનો હનુમાન કૂદકો મારી 68 હજારને પાર
  2. શેરબજારમાં મોટો કડાકો ! સેન્સેક્સમાં 930 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટીમાં 1 ટકાથી વધુનો ઘટાડો
Last Updated : Dec 21, 2023, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.