ETV Bharat / business

Worrying News for Middle Class People: હીરો મોટોકોર્પ, ફોક્સવેગન જાન્યુઆરીથી વાહનોના ભાવ વધારશે

author img

By

Published : Dec 24, 2021, 3:37 PM IST

Worrying News for Middle Class People: હીરો મોટોકોર્પ, ફોક્સવેગન જાન્યુઆરીથી વાહનોના ભાવ વધારશે
Worrying News for Middle Class People: હીરો મોટોકોર્પ, ફોક્સવેગન જાન્યુઆરીથી વાહનોના ભાવ વધારશે

દેશના મધ્યમ વર્ગના લોકો પર ફરી એક વાર બોજ (Worrying News for Middle Class People) આવશે. કારણ કે, દેશની સૌથી મોટી દ્વિચક્રી વાહન નિર્માતા કંપની હીરો મોટોકોર્પે ગુરુવારે (Hero MotoCorp, Volkswagen to raise vehicle prices from January) જણાવ્યું હતું કે, 4 જાન્યુઆરી 2022થી તે પોતાના તમામ મોડલની કિંમતોમાં 2,000 રૂપિયાનો વધારો કરશે.

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી દ્વિચક્રી વાહન નિર્માતા કંપની હીરો મોટોકોર્પે (Hero MotoCorp, Volkswagen to raise vehicle prices from January) ગુરુવારે કહ્યું હતું કે, તેઓ 4 જાન્યુઆરી 2022થી પોતાના તમામ મોડલની કિંમતોમાં 2,000 રૂપિયા સુધીનો વધારો કરશે. કંપનીએ કહ્યું હતું કે, તે ખર્ચમાં વધારાની અસરને ઘટાડવા આ પગલું ઉઠાવી રહી છે.

આ પણ વાંચો- Advice for Market Investment: વ્યક્તિગત રોકાણ વ્યૂહરચના નક્કી કરવાના મંત્ર જાણો

4 જાન્યુઆરીથી ભાવવધારો થશે લાગુ

હીરો મોટોકોર્પે એક નિવેદનમાં કહ્યું હતું કે, કંપની 4 જાન્યુઆરી, 2022થી પોતાની બાઈક અને સ્કૂટર્સની એક્સ-શૉરૂમની કિંમતોમાં (Increase in the ex-showroom price of vehicles) વધારો કરશે.

કારના મોડલ અને વેરિયન્ટના આધારે 2થી 5 ટકાનો થશે વધારો

દ્વિચક્રી વાહન નિર્માતા કંપનીએ કહ્યું હતું કે, કિંમતમાં 2,000 રૂપિયા સુધીનો વધારો થશે અને વાસ્તવિક વધારો મોડલ અને બજાર પર નિર્ભર રહેશે. તેવી જ રીતે ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઈન્ડિયાએ જાહેરાત કરી (Hero MotoCorp, Volkswagen to raise vehicle prices from January) હતી કે, તે કાચા માલ અને સંચાલન ખર્ચમાં વધારો થવાના કારણે 1 જાન્યુઆરી, 2022થી પોલો, વેન્ટો અને તાઈગનની કિંમતોમાં વધારો કરશે. કારના મોડલ અને વેરિઅન્ટના આધારે કિંમતમાં 2-5 ટકાનો વધારો થશે.

આ પણ વાંચો- Year Ender 2021: કયા IPOએ વર્ષ 2021માં રોકાણકારોને માલામાલ કર્યા, જુઓ

કાચા માલના ભાવમાં વધારો થતા વાહનો થશે મોંઘા

છેલ્લા એક વર્ષમાં સ્ટિલ, એલ્યૂમિનિયમ, તાંબુ અને કિંમતી ધાતુઓ જેવા કાચા માલના ભાવમાં (Increase in the cost of raw materials for vehicles) સતત વધારો થયો છે. આના કારણે ઓટોમોટિવ ઉત્પાદકોને મોડલની કિંમતો વધારવાની ફરજ પડી છે. મારુતિ સુઝૂકી ઈન્ડિયા, ટાટા મોટર્સ, ટોયોટા કિર્લોસ્કર મોટર, હોન્ડા કાર્સ અને સ્કોડા જેવી અનેક કાર નિર્માતાઓએ આવતા મહિનાથી વાહનોના ભાવમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.