ETV Bharat / business

આજે સતત 18મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો ક્યાં શું ભાવ છે?

author img

By

Published : Aug 4, 2021, 10:48 AM IST

આજે સતત 18મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો ક્યાં શું ભાવ છે?
આજે સતત 18મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો ક્યાં શું ભાવ છે?

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-diesel prices) આસમાને પહોંચ્યા છે, જેના કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે સૌથી સારી વાત એ છે કે, આજે સતત 18મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો નથી થયો. દેશભરમાં મધ્ય જુલાઈથી જોવા મળતી સ્થિરતા પહેલા 4 મે અને 17 જુલાઈ વચ્ચે દરેક બીજા કે ત્રીજા દિવસ પછી પેટ્રોલ 11 રૂપિયા પ્રતિ લિટરથી વધુ મોંઘું થઈ ગયું છે. 18 દિવસ પહેલા 17 જુલાઈએ પેટ્રોલ 30 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું.

  • દેશમાં આજે સતત 18મા દિવસે પેટ્રોલ-ડીઝલની (Petrol-diesel prices) કિંમતમાં વધારો નથી થયો
  • 4 મે અને 17 જુલાઈ વચ્ચે દરેક બીજા કે ત્રીજા દિવસે પેટ્રોલ 11 રૂપિયા પ્રતિ લિટરથી વધુ મોંઘું થયું છે
  • 18 દિવસ પહેલા 17 જુલાઈએ પેટ્રોલ 30 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું

ન્યૂઝ ડેસ્કઃ દેશભરમાં અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 100ને પાર પહોંચી છે. ત્યારે રાહતના સમાચાર એ છે કે, આજે (4 ઓગસ્ટે) સતત 18મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol-diesel prices) કોઈ વધારો નથી થયો. 18 દિવસ પહેલા 17 જુલાઈએ પેટ્રોલ 30 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું. મધ્ય જુલાઈથી જોવા મળતી સ્થિરતા પહેલા 4 મે અને 17 જુલાઈની વચ્ચે દરેક બીજા કે ત્રીજા દિવસે પેટ્રોલ વધારા સાથે 11 રૂપિયા પ્રતિ લિટરથી પણ વધુ મોંઘું થયું છે. જ્યારે ડીઝલ પણ 10 રૂપિયા પ્રતિ લિટરથી વધુ મોંઘું થયું છે. તો રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત લગભગ 102 રૂપિયા પાસે છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 107ને પાર પહોંચ્યું છે. દેશના કેટલાક જિલ્લામાં પેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લિટર પહોંચી છે.

આ પણ વાંચો- Share Market: શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 357 પોઈન્ટનો ઉછાળો

વૈશ્વિક વાયદા બજાર (Global futures market)માં બ્રેન્ટ ક્રુડનો ભાવ 0.80 ટકા વધ્યો

કાચા તેલ પર નજર કરીએ તો બ્રેન્ટ ક્રુડ (Brent Crude)ની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લે કારોબારી સત્રમાં વૈશ્વિક વાયદા બજાર (Global futures market)માં બ્રેન્ટ ક્રુડ (Brent Crude)નો ભાવ 0.80 ટકા વધીને 73,47 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો- LPG Gas Cylinder Price: 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરના ભાવમાં કરાયો વધારો

જોઈએ કઈ જગ્યાએ પેટ્રોલ-ડીઝલનો શું ભાવ છે?

રાજ્યપેટ્રોલ (રૂ.) (પ્રતિ લિટર)ડીઝલ (રૂ.) (પ્રતિ લિટર)
દિલ્હી 101.8489.87
મુંબઈ107.8397.45
કોલકાતા102.0893.02
ચેન્નઈ102.4994.39
બેંગલુરૂ105.2595.26
ભોપાલ110.2098.67
લખનઉ98.9290.26
પટના104.2595.57
ચંદીગઢ97.9389.50
અમદાવાદ98.6596.81

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.