ETV Bharat / business

સપ્તાહના પ્રથમ દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 391 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Aug 23, 2021, 9:54 AM IST

સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 391.95 પોઈન્ટ (0.71 ટકા)ના વધારા સાથે 55,721.27ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 112.40 પોઈન્ટ (0.68 ટકા)ની મજબૂતી સાથે 16,562.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

  • સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 391.95 તો નિફ્ટી 112.40 પોઈન્ટ ઉછળ્યો
  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી સપ્તાહના પ્રથમ દિવસે જ સારા સંકેત મળી રહ્યા છે

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 391.95 પોઈન્ટ (0.71 ટકા)ના વધારા સાથે 55,721.27ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 112.40 પોઈન્ટ (0.68 ટકા)ની મજબૂતી સાથે 16,562.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- મુથૂટ્ટુ મિનીનો એનસીડી પબ્લિક ઇશ્યૂ ખુલ્લો, વાર્ષિક વળતર 10.41 ટકા

આ સ્ટોક્સમાં રોકાણ કરશો તો મળશે જોરદાર નફો

એસઆરએફ (SRF), કાર્ટટ્રેડ ડેક (Cartrade Tech), શિલ્પા મેદી (Shilpa Medi), આવાસ ફાઈનાન્સિયર્સ (Avas Financiers), અરવિંદ ફેશન્સ (Arvind Fashions), કેડિલા હેલ્થ (Cadila Health), એડ શોપ ઈ-રિટેલ (ADD Shop E-Retail), સૈલ (Sail), જેએસપીએલ (JSPL), જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel), કાર્દા કન્સ્ટ્ર્ક્શન (Karda Constructions), એસ્ટ્રાઝેનેકા ફાર્મા (Astrazeneca Pharma), ભેલ (BHEL) જેવા સ્ટોક્સમાં રોકાણ કરનારા રોકાણકારોને જોરદાર નફો થશે.

આ પણ વાંચો- પહેલા ક્વાર્ટરમાં કૃષિ અને પ્રોસેસ ફૂડ એક્સપોર્ટમાં 44 ટકાનો વધારો થયો

પહેલા દિવસે વૈશ્વિક બજાર (Global Market)માં સારા સંકેત

વૈશ્વિક બજાર (Global Market)ની વાત કરીએ તો, એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 173 પોઈન્ટની ઉપર વેપાર કરી રહ્યો છે. તો નિક્કેઈ 1.73 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યું છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સ (Straits Times) 0.18 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યું છે. તો તાઈવાનનું બજાર 2.23 ટકાના વધારા સાથે 16,705.63ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 2.25 ટકાના વધારા સાથે 25,409.92ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સાથે જ કોસ્પીમાં 1.36 ટકા તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 1.24 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.