ETV Bharat / business

પહેલા ક્વાર્ટરમાં કૃષિ અને પ્રોસેસ ફૂડ એક્સપોર્ટમાં 44 ટકાનો વધારો થયો

author img

By

Published : Aug 21, 2021, 4:11 PM IST

ભારતીય કૃષિ અને પ્રોસેસ ફૂડ એક્સપર્ટે (India's agriculture and processed food export) ચાલુ નાણાકીય વર્ષ (current fiscal)ના પહેલા ક્વાર્ટર માં 44 ટકાથી વધુની વૃદ્ધિ નોંધી છે.

પહેલા ક્વાર્ટરમાં કૃષિ અને પ્રોસેસ ફૂડ એક્સપોર્ટમાં 44 ટકાનો વધારો થયો
પહેલા ક્વાર્ટરમાં કૃષિ અને પ્રોસેસ ફૂડ એક્સપોર્ટમાં 44 ટકાનો વધારો થયો

  • ભારતીય કૃષિ અને પ્રોસેસ ફૂટ એક્સપર્ટે (India's agriculture and processed food export) ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં 44 ટકાની વૃદ્ધિ કરી
  • વિશ્વ વેપાર સંગઠન (world trade organization)ના ટ્રેડ મેપ (trade map)ના મતે, 2019માં કુલ કૃષિ નિકાસ 37 ડોલર બિલિયનની સાથે ભારત વિશ્વમાં 9મા સ્થાન પર છે
  • દેશ ચાલુ નાણાકીય વર્ષમાં દેશના કૃષિ નિકાસમાં કુલ મળીને 15 ટકાની વૃદ્ધિ નોંધાવવા માટે સક્ષમ હશે

નવી દિલ્હીઃ ભારતના કૃષિ અને પ્રોસેસ ફૂડ એક્સપર્ટે (India's agriculture and processed food export) ચાલુ નાણાકીય વર્ષ (current fiscal)ના પહેલા ક્વાર્ટર માં 44 ટકાથી વધુની વૃદ્ધિ નોંધી છે. APEDA બાસ્કેટમાં વસ્તુની નિકાસ (exports of products) ગયા વર્ષે એપ્રિલ-જૂનમાં 3.34 બિલિયન ડોલરથી વધીને ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ક્વાર્ટરમાં 4.82 મિલિયન ડોલર થઈ ગઈ છે.

આ પણ વાંચો- હીરા ઉદ્યોગ ફરી પાટે ચડ્યો, જુલાઈમાં 27 ટકાના વધારા સાથે હીરા ઉદ્યોગની નિકાસ 24,881 કરોડ રૂપિયા થઈ

કૃષિ નિકાસમાં ભારત વિશ્વમાં 9મા સ્થાને

વાણિજ્ય મંત્રાલયે (ministry of commerce) આ અંગે કહ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટર દરમિયાન કૃષિ અને પ્રોસેસ ફૂડ વસ્તુની નિકાસમાં ભારી ઉછાળો, નાણાકીય વર્ષ 2020-21માં નિકાસમાં વૃદ્ધિ વધી હોવાનું કારણ આવ્યું છે. વિશ્વ વેપાર સંગઠન (world trade organization)ના ટ્રેડ મેપ (trade map)ના જણાવ્યાનુસાર, 2019માં કુલ કૃષિ નિકાસ 37 ડોલર બિલિયનની સાથે ભારત વિશ્વમાં 9મા સ્થાન પર છે.આ અંગે અધિકારીઓએ કહ્યું હતું કે, કૃષિ નિકાસ (agri export)માં તેજ ઉછાળો એવા સમયમાં જોવા મળ્યો છે. જ્યારે કોવિડ-19 વૈશ્વિક મહામારીનો પ્રકોપ ચરમસીમાએ હતો. ભારતીય કૃષિ નિકાસના મામલામાં દેશે નાણાકીય વર્ષ 2020-21 (એપ્રિલ-માર્ચ)માં આ સમયગાળાની તુલનામાં ડોલરના મામલામાં 25 ટકા વધુ અને રૂપિયાના મામલામાં 29 ટકાથી વધુની વૃદ્ધિ નોંધી છે. દેશ ચાલુ નાણાકીય વર્ષમાં દેશના કૃષિ નિકાસમાં કુલ મળીને 15 ટકાની વૃદ્ધિ નોંધાવવા માટે સક્ષમ હશે.

આ પણ વાંચો- કચ્છના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલા ડ્રેગન ફ્રૂટની પ્રથમ વાર લંડનમાં નિકાસ

નાણાકીય વર્ષના પહેલા ત્રણ મહિનામાં દેશે અન્ય અનાજની નિકાસમાં 415.5 ટકાનો ભારો ઉછાળો થયો

ત્વરિત અનુમાન અનુસાર, તાજા ફળો અને શાકભાજીની (export of fresh fruits and vegetables) નિકાસમાં 9.1 ટકાની વૃદ્ધિ થઈ છે. જ્યારે પ્રોસેસ ફૂડ વસ્તુઓ (processed food products) જેવા અનાજ અને અન્ય પ્રોસેસ વસ્તુઓની નિકાસમાં આ વર્ષે એપ્રિલ-જૂનમાં લગભગ 70 ટકાનો ઉછાળો નોંધાયો છે. જ્યારે ગયા વર્ષે એપ્રિલ-જૂન દરમિયાન તાજા ફળ અને શાકભાજીઓની નિકાસ 584.5 મિલિયન ડોલર હતી, જે આ વર્ષે એપ્રિલ-જૂનમાં વધીને 637.7 મિલિયન ડોલર થઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રણ મહિનામાં દેશે અન્ય અનાજની નિકાસમાં 415.5 ટકાનો ભારો ઉછાળો નોંધ્યો હતો. જ્યારે માંસ, ડેરી પોલ્ટ્રી ઉત્પાદોની નિકાસમાં 111.5 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. તો અન્ય અનાજની નિકાસ એપ્રિલ-જૂન 2020માં 44.9 મિલિયન ડોલરથી વધીને આ વર્ષે એપ્રિલ-જૂનમાં 231.4 મિલિયન ડોલર થઈ ગઈ છે. તો માંસ, ડેરી અને પોલ્ટ્રી ઉત્પાદનોની નિકાસ ગયા વર્ષે એપ્રિલ-જૂનમાં 483.5 મિલિયન ડોલરથી વધીને આ વર્ષે એપ્રિલ-જૂનમાં 1,022.5 મિલિયન ડોલર થઈ ગઈ છે.

આ પણ વાંચો-

APEDA રજિસ્ટર્ડ ભૌગોલિક સંકેત (registered geographical indications) ટેગવાળા ખાદ્ય અને કૃષિ વસ્તુઓને પ્રોત્સાહન આપી રહ્યું છે

આ ઉપરાંત ચોખાની નિકાસ, જેમાં 25.3 ટકાની સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે, જે ગયા વર્ષે એપ્રિલ-જૂનમાં 1,914.5 મિલિયન ડોલરથી વધીને આ વર્ષે એપ્રિલ-જૂનમાં 2,398.5 મિલિયન ડોલર થઈ ગઈ છે. તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના હેઠળ કૃષિ અને પ્રોસેસ ફૂડ ઉત્પાદન નિકાસ વિકાસ સત્તા (Agriculture and processed food production export Development Authority) ભારતના કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય ઉત્પાદોને વધારવા માટે વિવિધ દેશોમાં વેપારથી વ્યવસાય (business-to-business) પ્રદર્શનીઓનું આયોજન કરી રહ્યું છે.આ ઉપરાંત APEDA રજિસ્ટર્ડ ભૌગોલિક સંકેત (registered geographical indications) ટેગવાળા ખાદ્ય અને કૃષિ વસ્તુઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સાથે જ આભાસી ગ્રાહક-વેપારી બેઠક યોજવામાં આવી રહી છે. APEDAએ ખાદ્ય વસ્તુઓના જીઆઈ ટેગ પ્રમાણપત્ર માટે દેશભરમાં 220 પ્રયોગશાળાઓને માન્યતા આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.