ETV Bharat / state

કચ્છના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલા ડ્રેગન ફ્રૂટની પ્રથમ વાર લંડનમાં નિકાસ

author img

By

Published : Aug 9, 2021, 2:24 PM IST

કચ્છના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલા ડ્રેગન ફ્રૂટની પ્રથમ વાર લંડનમાં નિકાસ
કચ્છના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલા ડ્રેગન ફ્રૂટની પ્રથમ વાર લંડનમાં નિકાસ

કચ્છ જેવા સૂકા પ્રદેશમાં કચ્છના ખેડૂતોએ અનેક જાતના ફળોનું ઉત્પાદન કરી બતાવ્યું છે. કચ્છના ખેડૂતોએ શિતપ્રદેશમાં ઉત્પાદન થતી સ્ટ્રોબેરી, શિમલા મિર્ચ, ડ્રેગન ફ્રૂટનું સફળ ઉત્પાદન કરી બતાવ્યું છે. પરંતુ ક્યાંકને ક્યાંક કચ્છના ખેડૂતોને ચિંતા હતી કે, લોકડાઉનની અસર તેમના પાકના ભાવ પર થશે. પરંતુ હાલ ખેડૂતોની આ ચિંતા દૂર થઈ છે.

  • કચ્છના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલા અને ખનીજ તત્વોથી ભરપૂર ડ્રેગન ફ્રૂટની વિદેશમાં નિકાસ
  • નિકાસના કારણે ખેડૂતોની આવક બમણી નહીં પરંતુ ખેડૂતોની આવક ચાર ગણી થઈ જશે: ખેડૂત
  • વિદેશમાં ભારતના ડ્રેગન ફ્રૂટની માગ ખૂબ વધારે

કચ્છ: જેવા સૂકા પ્રદેશમાં કચ્છના ખેડૂતોએ અનેક જાતના ફળોનું ઉત્પાદન કરી બતાવ્યું છે. કચ્છના ખેડૂતોએ શિતપ્રદેશમાં ઉત્પાદન થતી સ્ટ્રોબેરી, શિમલા મિર્ચ, ડ્રેગન ફ્રૂટનું સફળ ઉત્પાદન કરી બતાવ્યું છે. પરંતુ ક્યાંકને ક્યાંક કચ્છના ખેડૂતોને ચિંતા હતી કે, લોકડાઉનની અસર તેમના પાકના ભાવ પર થશે. પરંતુ હાલ ખેડૂતોની આ ચિંતા દૂર થઈ છે. કારણ કે, હાલ કચ્છના ખેડૂતો દ્વારા કચ્છમાં ઉત્પાદિત થયેલા ડ્રેગન ફ્રૂટ કે જેને કમલમ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની વિદેશમાં નિકાસ કરવામાં આવી છે.

કચ્છના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલા ડ્રેગન ફ્રૂટની પ્રથમ વાર લંડનમાં નિકાસ
કચ્છના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલા ડ્રેગન ફ્રૂટની પ્રથમ વાર લંડનમાં નિકાસ

ડ્રેગન ફ્રૂટની નિકાસને મોટું પ્રોત્સાહન

કચ્છના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલા અને ખનીજ તત્વોથી ભરપૂર વિદેશી એવા ડ્રેગન ફ્રૂટની નિકાસને મોટું પ્રોત્સાહન મળ્યું છે. આ ફ્રૂટની નિકાસ પહેલીવાર બ્રિટનના લંડન અને બહેરિનમાં કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છના ડ્રેગન ફ્રૂટનું પાક દુબઈ, મલેશિયા, પેરિસ, બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. કચ્છમાં વર્ષ 2012થી ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ડ્રેગન ફ્રૂટના વાવેતરમાં ઓછા પાણીની જરૂર હોય છે તથા તે વિવિધ પ્રકારની જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી થઈ શકે છે.

કચ્છના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલા ડ્રેગન ફ્રૂટની પ્રથમ વાર લંડનમાં નિકાસ
કચ્છના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલા ડ્રેગન ફ્રૂટની પ્રથમ વાર લંડનમાં નિકાસ

આ પણ વાંચો: ડ્રેગન ફ્રૂટની ખેતી માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને સહાય આપવાનો પ્રારંભ

ગ્રાહકો મોટેભાગે લાલ અને સફેદ ફ્લેશ વધારે પસંદ કરે છે

ડ્રેગન ફ્રૂટની મુખ્ય ત્રણ જાત જેમાં ગુલાબી કવચ સાથે સફેદ ફ્લેશ હોય છે. ગુલાબી કવચ સાથે લાલ ફ્લેશ અને પીળા કવચ સાથે સફેદ ફ્લેશ. ગ્રાહકો મોટે ભાગે લાલ અને સફેદ ફ્લેશ વધારે પસંદ કરે છે. અત્યારે ડ્રેગન ફ્રૂટનું વાવેતર ભારતમાં મુખ્યત્વે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, આંધ્રપ્રદેશમાં થાય છે.

કચ્છના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલા ડ્રેગન ફ્રૂટની પ્રથમ વાર લંડનમાં નિકાસ

કમલમ અનેક રીતે ફાયદાકારક

ડ્રેગન ફ્રૂટની વૈજ્ઞાનિક નામ હાયલોસેરયસ અનડેટસ છે, જેની ખેતી મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, અમેરિકા અને વિયેતનામ જેવા દેશોમાં થાય છે તથા આ દેશો ભારત દેશના ડ્રેગન ફ્રૂટના ઉત્પાદનમાં હરીફ પણ છે. ડ્રેગન ફ્રૂટમાં રેષા, વિવિધ વિટામિન, ખનીજ તત્વો અને એન્ટી ઓક્સિડન્ટસ્ હોય છે. આ ઓક્સિડન્ટસ્ તણાવને કારણે નુકસાન થતા કોષને સુધારવામાં અને દહન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે તથા પાચન વ્યવસ્થા પણ સુધરે છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં 'કમલમ્' ને નહિવત પ્રતિસાદ, માત્ર 8 ખેડૂતોએ કરી અરજી

2020માં નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કમલમનો ઉલ્લેખ કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઇ, 2020માં ઓલ ઇન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં ગુજરાતના રણપ્રદેશ કચ્છમાં ડ્રેગન ફંટની ખેતી વિશે ઉલ્લેખ કર્યો હતો. ડ્રેગન ફ્રૂટની પાંદડીઓ અને ડાળીઓ કમળ જેવી હોવાથી એને કમલમ પણ કહેવામાં આવે છે. ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ મળેએ માટે યુરોપના અન્ય દેશોમાં પણ ભારતના ડ્રેગન ફ્રૂટનો નિકાસ કરવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.

નિકાસ કરવા માટે એર કાર્ગોનું ભાડું ખૂબ ખર્ચાળ

કોરોના કાળમાં એર કાર્ગોનો ભાડું પણ વધી ગયું છે. પહેલે પ્રતિ કિલો 50થી70 રૂપિયા ભાડું લાગતું હતું જે વધીને હાલમાં 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે. આ ઉપરાંત દુબઈ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં બહુ સરળતાથી અને સસ્તા ભાવે ડ્રેગન ફ્રૂટનું નિકાસ થઈ શકે છે. કચ્છથી દિલ્હી ડ્રેગન ફ્રૂટ મોકલવાનો જેટલો ખર્ચ થાય છે એટલા જ ખર્ચમાં ડ્રેગન ફ્રૂટનો નિકાસ દુબઈ થઈ શકે છે.

જો દરિયાઈ માર્ગે મોકલવામાં આવે તો નિકાસ સસ્તી પડે

કચ્છના ખેડૂતોને હવાઈ માર્ગ દ્વારા આ ડ્રેગન ફ્રૂટની નિકાસ કરવી પડતી હોય છે. જે ખૂબ ખર્ચાળ હોય છે. જોના કમલમ દરિયાઈ માર્ગે મોકલવામાં આવે તો તે ખૂબ સસ્તું પડે છે પરંતુ દરિયાઈ માર્ગે મોકલવા માટે એટલો જથ્થો નથી હોતો કે, તેઓ દરિયાઈ માર્ગે નિકાસ કરી શકે. કમલમ હાલમાં અમદાવાદ અને મુંબઈથી એર કાર્ગો દ્વારા નિકાસ કરવામાં આવે છે. ફળોના સૌથી મોટા નિકાસકારોમાંનું એક વિયેતનામ ખૂબ સસ્તા દરે વેચી શકે છે કારણ કે, તેઓ દરિયાઈ માર્ગોથી નિકાસ કરે છે.

ખેડૂતોની આવક બમણી નહીં પરંતુ ખેડૂતોની આવક ચાર ગણી થઈ જશે

ખેડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતીથી આર્થિક રીતે ખૂબ લાભ થયું છે. ઉપરાંત ડ્રેગન ફ્રૂટની ખેતીથી તેમનો વિકાસ પણ થયો છે અને જેમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે પરંતુ જેવી રીતે ખેડૂતોની પેદાશો દેશની બહાર મોટા પ્રમાણમાં નિકાસ થઈ રહી છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે, બમણી નહીં પરંતુ ખેડૂતોની આવક ચાર ગણી થઈ જશે તેવું ડ્રેગન ફ્રૂટની ખેતી કરતાં હરેશ ઠકકરે જણાવ્યું હતું.

ભારતના ડ્રેગન ફ્રૂટની માગ ખૂબ વધારે

કચ્છમાં 60 એકરમાં કમલમની ખેતી કરતાં હરેશ ઠકકરે 3,400 કિલો ઉત્પાદનની નિકાસ કરી છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે, હાલ વિદેશમાં વસતા લોકોમાં પણ ભારતમાં ઉત્પાદિત થતાં ડ્રેગન ફ્રૂટની માગ વધારે છે કારણ કે, વિદેશમાં ઉત્પાદન થતાં ડ્રેગન ફ્રૂટમાં જેટલા પોષક તત્વો અને સુગરનું પ્રમાણ હોય છે એના કરતાં ભારતના ડ્રેગન ફ્રૂટમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે. આ કોરોના કાળમાં પણ ભારતના ડ્રેગન ફ્રૂટની માગ ખૂબ થઈ રહી છે અને લોકો ઊંચી કિંમત પણ ચૂકવવા તૈયાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.