ETV Bharat / business

Stock Market India: આજે ફરી એક વાર શેર બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 60,000ની નજીક પહોંચ્યો

author img

By

Published : Feb 2, 2022, 10:05 AM IST

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 497.16 પોઈન્ટ (0.84 ટકા)ના વધારા સાથે 59,359.73ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 119.85 પોઈન્ટ (0.68 ટકા)ના વધારા સાથે 17,696.70ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: આજે ફરી એક વાર શેર બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 60,000ની નજીક પહોંચ્યો
Stock Market India: આજે ફરી એક વાર શેર બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 60,000ની નજીક પહોંચ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. તેના કારણે આજે (બુધવારે) સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 497.16 પોઈન્ટ (0.84 ટકા)ના વધારા સાથે 59,359.73ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 119.85 પોઈન્ટ (0.68 ટકા)ના વધારા સાથે 17,696.70ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Union Budget 2022 : બજેટને શેરબજારનો આવકાર, ટેક્સ સ્લેબમાં ફેરફાર નહી થતાં નિરાશા

વૈશ્વિક બજાર પર નજર

આજે અમેરિકી બજારમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી છે. જ્યારે એશિયન બજારમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 125 પોઈન્ટની ઉપર વેપાર કરી રહ્યો છે. તો ડાઉ 3.59 ટકા અને એસ એન્ડ પી 4.92 ટકા ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 1.55 ટકાના વધારા સાથે 27,497.60ની આસપાસ જોવા મળી રહ્યો છે. સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.06 ટકાનો સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે જકાર્તા કોમ્પોઝિટ (Jakarta Composite)માં 0.97 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Union Budget 2022 :બજેટમાં સહકારી સંસ્થાને ટેક્સ અને સરચાર્જમાં આપવામાં આવી રાહત

આજે ચર્ચામાં રહેનારા શેર

આજે દિવસભર એચડીએફસી (HDFC), અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy), ડાબર ઈન્ડિયા (Dabur India), આરતી સર્ફેક્ટન્ટ્સ (Aarti Surfactants), અદાણી ટોટલ ગેસ (Adani Total Gas), બજાજ કન્ઝ્યૂમર કેર (Bajaj Consumer Care), બાલાજી એમિન્સ (Balaji Amines), ઈન્ડિયન ઓવર્સીસ બેન્ક (Indian Overseas Bank) જેવી કંપનીના શેર ચર્ચામાં રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.