ETV Bharat / business

Stock Market India: ફરી એક વાર ઘટાડા સાથે શરૂ થયું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 981 અને નિફ્ટી 279 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Jan 27, 2022, 10:11 AM IST

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) પણ નબળાઈ સાથે શરૂ થયું છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 981.97 પોઈન્ટ (1.70 ટકા)ના ઘટાડા સાથે 56,876.18ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 279.50 પોઈન્ટ (1.62 ટકા) તૂટીને 16,998.45ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: ફરી એક વાર ઘટાડા સાથે શરૂ થયું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 981 અને નિફ્ટી 279 પોઈન્ટ તૂટ્યો
Stock Market India: ફરી એક વાર ઘટાડા સાથે શરૂ થયું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 981 અને નિફ્ટી 279 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે આજે (ગુરુવારે) સપ્તાહના ચોથા દિવસે ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) પણ નબળાઈ સાથે શરૂ થયું છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 981.97 પોઈન્ટ (1.70 ટકા)ના ઘટાડા સાથે 56,876.18ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 279.50 પોઈન્ટ (1.62 ટકા) તૂટીને 16,998.45ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Union Budget 2022: કોરોના પહેલા અને કોરોના પછી, શું ખરેખર આરોગ્ય બજેટમાં તફાવત છે?

આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries), વિપ્રો (Wipro), પીએનસી ઈન્ફ્રાટેક (PNC Infratech), જેબી કેમ (JB Chem), ઓઈલ એક્સપ્લોરેશન કંપનીઓ (Oil Exploration Companies), ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ (Indiabulls Real Estate), રેયમન્ડ (Raymond), સિપ્લા (Cipla) જેવા સ્ટોક્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચોઃ Pre Budget 2022: આવનારા બજેટમાં સોના-ચાંદીના વેપારીઓએ સરકાર સમક્ષ આયાત ડ્યુટીમાં રાહત આપવામાં આવે તેવી માગ કરી

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે એશિયન સ્ટોક માર્કેટ (Asian Stock Market) ઘટાડા સાથે વેપાર કરી રહ્યું છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 351 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 2.55 ટકાના ઘટાડા સાથે 26,321.33ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.55 ટકાના ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત હેંગસેંગ 2.33 ટકાના ઘટાડા સાથે 23.724.28ના સ્તર પર જોવા મળી રહ્યું છે. સાથે જ કોસ્પીમાં 2.65 ટકાની નબળાઈ સાથે વેપાર થઈ રહ્યો છે. તો આ તરફ શાંઘાઈ કોમ્પોઝિટ 1.24 ટકાના ઘટાડા સાથે 3,412.95ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે ડાઉ ફ્યૂચર્સપણ સવા નવ પોઈન્ટની નીચે આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.