ETV Bharat / business

Stock Market India: 7 દિવસ પછી આજે સ્ટોક માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો, નિફ્ટી 203 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Jan 28, 2022, 9:54 AM IST

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય સ્ટોક માર્કેટમાં (Stock Market India) તેજી પાછી આવી છે. આજે સવારે 9.33 વાગ્યે સેન્સેક્સ (Sensex) 643.34 પોઈન્ટ (1.12 ટકા)ના ઉછાળા સાથે 57,920.28ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 203.90 પોઈન્ટ (1.19 ટકા)ના વધારા સાથે 17,314.05ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: 7 દિવસ પછી આજે સ્ટોક માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો, નિફ્ટી 203 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India: 7 દિવસ પછી આજે સ્ટોક માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો, નિફ્ટી 203 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેમ છતાં સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય સ્ટોક માર્કેટમાં (Stock Market India) તેજી પાછી આવી છે. આજે સવારે 9.33 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 643.34 પોઈન્ટ (1.12 ટકા)ના ઉછાળા સાથે 57,920.28ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 203.90 પોઈન્ટ (1.19 ટકા)ના વધારા સાથે 17,314.05ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Air India Handed Over To TATA: ટાટા ગ્રુપને સોંપવામાં આવી એર ઈન્ડિયા, 69 વર્ષ બાદ થઈ ઘર વાપસી

વૈશ્વિક બજારની સ્થિતિ

ફેબ્રુઆરી સિરીઝના પહેલા દિવસે વૈશ્વિક સંકેત (World Stock Market) મિશ્ર મળી રહ્યા છે. ત્યારે એશિયન માર્કેટની પોઝિટિવ શરૂઆત થઈ છે, પરંતુ એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) ક્વાર્ટર ટકાની નીચે છે. એપલ (Apple)ના આશાથી વધારે સારા પરિણામોથી ડાઉ ફ્યૂચર્સમાં 160 પોઈન્ટની મજબૂતી આવી છે. જોકે, ટેસ્લા (Tesla)ના નબળા ગાઈડન્સથી ગઈકાલે અમેરિકી બજાર ઉંચાઈથી ગગડીને બંધ થયો હતો. આજે નેસડેક 189.34 પોઈન્ટ (1.40 ટકા)ના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 533.50 પોઈન્ટ (2.04 ટકા)ના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 7.99 પોઈન્ટ (0.25 ટકા)નો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 11.50 અને કોસ્પી 46.43 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- Union Digital Budget 2022: કેન્દ્ર સરકાર સતત બીજા વર્ષે રજૂ કરશે ડિજિટલ બજેટ, શું હશે વિશેષતા?

આ સ્ટોક્સમાં રોકાણ કરશો તો થશે ફાયદો

એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (LIC Housing Finance), સેન્ટ્રમ કેપિટલ (Centrum Capital), આરબીએલ બેન્ક (RBL Bank), ફિનો પેમેન્ટ્સ બેન્ક (Fino Payments Bank), રૂટ મોબાઈલ (Route Mobile), કોફોર્જ (Coforge), ઈન્ડસ ટાવર્સ (Indus Towers), ભારતી એરટેલ (Bharti Airtel), ઈન્ટલેક્ટ ડિઝાઈન એરેના (Intellect Design Arena), નિપ્પોન લાઈફ એએમસી (Nippon Life AMC), બિરલા સોફ્ટ (Birla Soft), પીએનબી (PNB) જેવા સ્ટોક્સમાં રોકાણ કરશો તો ફાયદો (Stocks in News) થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.