ETV Bharat / business

Stock Market India: 2 દિવસના ઉછાળા બાદ આજે સ્ટોક માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 283 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Jan 19, 2022, 10:07 AM IST

2 દિવસ ઉછાળા સાથે શરૂ થયેલું સ્ટોક સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) નબળાઈ સાથે શરૂ થયું છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 283.96 પોઈન્ટ (0.34 ટકા)ના ઘટાડા સાથે 60,550.76ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 53.05 પોઈન્ટ (0.29 ટકા)ના ઘટાડા સાથે 18,075ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: 2 દિવસના ઉછાળા બાદ આજે સ્ટોક માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 283 પોઈન્ટ તૂટ્યો
Stock Market India: 2 દિવસના ઉછાળા બાદ આજે સ્ટોક માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 283 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે 2 દિવસ ઉછાળા સાથે શરૂ થયેલું સ્ટોક સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) નબળાઈ સાથે શરૂ થયું છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 283.96 પોઈન્ટ (0.34 ટકા)ના ઘટાડા સાથે 60,550.76ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 53.05 પોઈન્ટ (0.29 ટકા)ના ઘટાડા સાથે 18,075ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Union Budget Tax on Crypto: ક્રિપ્ટો બિઝનેસ પર ટેક્સ, તેને વિશેષ હેઠળ લાવવાનું વિચારી શકાય છે

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે એશિયન સ્ટોક માર્કેટમાં (Asian stock market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 29 પોઈન્ટ ઉછળ્યો છે. તો નિક્કેઈ લગભગ 1.81 ટકાના ઘટાડા સાથે 27,744.84ની આસપાસ વેપાર કરી રહ્યું છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.02 ટકાનો સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.43 ટકાના ઘટાડા સાથે 18,299.29ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.37 ટકાના વધારા સાથે 23,201.30ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.52 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.01 ટકાના સામાન્ય વધારા સાથે 3,570.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Oil India Limited: ઓઈલ ઈન્ડિયા US શેલ ઓઈલ ઉધોગમાંથી નીકળી બહાર

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે

આજે દિવસભર રિલાયન્સ (Reliance), ટેલિકોમ સેક્ટર (Telecom Sector), વેદાન્તા (Vedanta), શાલિમાર પેઈન્ટ્સ (Shalimar Paints), રાઈટ્સ (Rites), ટીસીએસ (TCS), રેયમન્ડ (Raymond) જેવા સ્ટોક્સ ચર્ચામાં રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.