ETV Bharat / business

સપ્તાહના ત્રીજા દિવસે ઉછાળા સાથે બંધ થયું Share Market, નિફ્ટી 18,000ને પાર

author img

By

Published : Oct 13, 2021, 6:21 PM IST

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Indian Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 452.74 પોઈન્ટ (0.75 ટકા)ના ઉછાળા સાથે 60,737.05ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 169.80 (0.94 ટકા)ના ઉછાળા સાથે 18,161.75ના સ્તર પર બંધ થયો છે.

સપ્તાહના ત્રીજા દિવસે ઉછાળા સાથે બંધ થયું Share Market, નિફ્ટી 18,000ને પાર
સપ્તાહના ત્રીજા દિવસે ઉછાળા સાથે બંધ થયું Share Market, નિફ્ટી 18,000ને પાર

  • સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 452.74 તો નિફ્ટી (Nifty) 169.80 પોઈન્ટ ઉછળીને બંધ થયો
  • ઘણા દિવસ પછી આજે નિફ્ટી (Nifty) 18,000ને પાર થઈને બંધ થયો

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Indian Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 452.74 પોઈન્ટ (0.75 ટકા)ના ઉછાળા સાથે 60,737.05ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 169.80 (0.94 ટકા)ના ઉછાળા સાથે 18,161.75ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- Mahindra XUV 700 SUV ની ધમાકેદાર એન્ટ્રી

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની વાત કરીએ તો, ટાટા મોટર્સ (Tata Motors) 21.11 ટકા, એમ એન્ડ એમ (M&M) 5.18 ટકા, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Construction Prod) 4.36 ટકા, આઈટીસી (ITC) 3.98 ટકા, પાવરગ્રીડ કોર્પ (Power Grid Corp) 3.47 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની વાત કરીએ તો, મારુતિ સુઝુકી (Maruti Suzuki) -2.58 ટકા, ઓએનજીસી (ONGC) -2.17 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) -1.76 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) -1.55 ટકા, એચયુએલ (HUL) -1.06 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- New Scrap Policy: 15 વર્ષ જૂના વાહનની રજિસ્ટ્રેશન ફીમાં વધારો, ચૂકવવા પડશે 5000 રુપિયા

ભારત સરકાર ક્રિપ્ટો કરન્સી (Crypto currency)ની દેખરેખ માટે બિલ લાવવાની તૈયારીમાં

ભારત સરકાર ક્રિપ્ટો કરન્સી (Crypto currency)ની દેખરેખ માટે બિલ લાવવાની તૈયારીમાં છે, પરંતુ ફરીથી દેશમાં બિટકોઈન (Bitcoin) સહિત અન્ય ક્રિપ્ટોકર્ન્સીને લઈને લોકોનો ક્રેઝ યથાવત્ છે. તો બ્રોકર ડિસ્કવરી અને કંપેરિઝન પ્લેટફોર્મ બ્રોકરચૂઝર અનુસાર, ક્રિપ્ટો માલિકોની સંખ્યાના મામલામાં ભારત ઉચ્ચ સ્થાન પર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કાયદાકીય અસ્પષ્ટતા છતા વિશ્વમાં ક્રિપ્ટો માલિકોની સંખ્યા સૌથી વધુ 10.07 કરોડ ભારતમાં છે. આ રિપોર્ટ અનુસાર, ભારતીય લોકોમાં ક્રિપ્ટોના સંબંધમાં જાગૃતિ અંગે કરવામાં આવેલા અભ્યાસમાં વિશ્વના 50 દેશોને સામેલ કરવામાં આવ્યા હતા. ક્રિપ્ટો અવેરનેસ સ્કોરમાં ભારતે 10માંથી 4.39 પોઈન્ટ મેળવ્યા હતા. ભારતે આ મામલામાં ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેનેડા, ફ્રાન્સ, જર્મની અને જાપાન જેવા દેશને પાછળ પાડી દીધી હતા.

સેન્સેક્સઃ +452.74

ખૂલ્યોઃ 60,619.91

બંધઃ 60,737.05

હાઈઃ 60,836.63

લોઃ 60,452.29

NSE નિફ્ટીઃ + 169.80

ખૂલ્યોઃ 18,097.85

બંધઃ 18,161.75

હાઈઃ 18,197.80

લોઃ 18,050.75

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.