ETV Bharat / business

સપ્તાહના ચોથા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 150 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Aug 12, 2021, 10:14 AM IST

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેર બજાર (Indian Stock Market)ની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે સેન્સેક્સ (Sensex) 150.42 પોઈન્ટ (0.28 ટકા)ના વધારા સાથે 54,676.35ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 42.50 પોઈન્ટ (0.26 ટકા) વધીને 16,324.75ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સપ્તાહના ચોથા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 150 પોઈન્ટ ઉછળ્યો
સપ્તાહના ચોથા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 150 પોઈન્ટ ઉછળ્યો

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મળ્યા સારા સંકેત
  • સપ્તાહના ચોથા દિવસે આજે શેર બજારની (Stock Market) મજબૂત શરૂઆત
  • સેન્સેક્સમાં (Sensex) 150.42 તો નિફ્ટીમાં (Nifty) 42.50 પોઈન્ટનો ઉછાળો થયો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેર બજાર (Indian Stock Market)ની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 150.42 પોઈન્ટ (0.28 ટકા)ના વધારા સાથે 54,676.35ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 42.50 પોઈન્ટ (0.26 ટકા) વધીને 16,324.75ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- પહેલા ક્વાર્ટરમાં ઝોમેટોની ખોટ વધીને 356 કરોડ રૂપિયા પર પહોંચી

આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે શેર બજાર (Share Market)ની મજબૂત શરૂઆત થતા રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે. આ સાથે જ આજે અનેક શેર્સ ચર્ચામાં રહેશે. ત્યારે આજે દિવસભર ફોનિક્સ મિલ્સ (Phoenix Mills), બાટા (Bata), રેમન્ડ (Raymond), વેસ્ટલાઈફ (Westlife), બર્ગર કિંગ (Burger King), જીએસએફસી (GSFC), આંધ્ર સુગર (Andhra Sugar), જેબીએમ ઓટો (JBM Auto), આઈટીસી (ITC), ઈન્ડોકો રેમેડીઝ (Indoco Remedies), લ્યુમેક્સ ઓટોટેક (Lumax Autotech) હિન્દુસ્તાન ફૂડ્સ (Hindustan Foods), પીએનસી ઈન્ફ્રાટેક (PNC Infratech) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- હવે ઘરે ડીઝલ મંગાવો, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને એપ દ્વારા શરૂ કરી સેવા

ડાઉ જોન્સ (Dow Jones) અને S&P 500 ઈન્ડેક્સ નવા રેકોર્ડ પર જોવા મળ્યા

વૈશ્વિક બજારની વાત કરીએ તો, અમેરિકામાં ડાઉ જોન્સ (Dow Jones) અને એસ એન્ડ પી 500 (S&P 500) ઈન્ડેક્સ નવા રેકોર્ડ પર જોવા મળ્યા છે. ત્યારે આજે એશિયાઈ બજારમાં પણ મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 29 પોઈન્ટ પર વેપાર કરી રહ્યો છે. તો નિક્કેઈ 0.20 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સ (Straits Times) 0.44 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યું છે. તો તાઈવાનનું બજાર 0.39 ટકાના સામાન્ય ઘટાડા સાથે 17,159.20ના સ્તર પર વેપાર કરી રહી છે. આ સાથે જ હેંગસેંગ 0.11 ટકાના ઘટાડા સાથે 26,629.66ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.10 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.08 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.