ETV Bharat / bharat

Zydus Cadilaની કોરોનાની વેક્સિનને આ સપ્તાહે મળી શકે છે મંજૂરી

author img

By

Published : Aug 9, 2021, 1:39 PM IST

ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (Drugs Controller General of India-DCGI) ઝાયડસ કેડિવાની કોરોનાની વેક્સિનને આ સપ્તાહે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી શકે છે. કંપનીએ ગયા મહિને ઝાયકોવ-ડી (ZyCov-D) વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે DCGI પાસે મંજૂરી માગી હતી.

Zydus Cadilaની કોરોનાની વેક્સિનને આ સપ્તાહે મળી શકે છે મંજૂરી
Zydus Cadilaની કોરોનાની વેક્સિનને આ સપ્તાહે મળી શકે છે મંજૂરી

  • કોરોના મહામારી વચ્ચે દેશમાં વધુ એક કોરોનાની વેક્સિન આવી શકે છે
  • ઝાયડસ કેડિલા (Zydus Cadila)ની કોરોનાની રસીને આ સપ્તાહે ઈમરજની ઉપયોગ માટે મળી શકે છે મંજૂરી
  • કંપનીએ ગયા મહિને ઝાયકોવ-ડી (ZyCov-D) વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે DCGI પાસે મંજૂરી માગી હતી

નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે દેશમાં વધુ એક કોરોનાની વેક્સિન આવી શકે છે. કારણ કે, ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (Drugs Controller General of India-DCGI) સ્વદેશી ફાર્મા કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila)ની કોરોનાની રસીને આ સપ્તાહે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી શકે છે. સૂત્રો તરફથી આ અંગે માહિતી મળી હતી.

આ પણ વાંંચો- COVID VACCINE: કોવિશિલ્ડ-કોવેક્સિનના મિક્સ-એન્ડ-મેચ અંગે ICMR નો મોટો દાવો, જાણો વિગતવાર

ઝાયડસ કેડિલાએ કોરોનાની પહેલી DNA વેક્સિન બનાવી છે

અમદાવાદમાં આવેલી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ કોરોનાની પહેલી DNA વેક્સિન બનાવી છે, જેનું નામ ઝાયકોવ-ડી (ZyCov-D) રાખવામાં આવ્યું છે. કંપનીએ જુલાઈ મહિનાની શરૂઆતમાં પોતાની કોરોનાની રસી (Corona Vaccine) ઝાયકોવ-ડી (ZyCov-D)ના ઈમરજન્સી (Emergency) ઉપયોગ માટે ભારતના ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (Drugs Controller General of India-DCGI)ને આવેદન કર્યું હતું.

આ પણ વાંંચો- ભારતમાં જોનસન એન્ડ જોનસનની કોરોના રસીને મંજૂરી, આરોગ્ય પ્રધાને આપી માહિતી

કંપનીએ ભારતમાં 50થી વધુ કેન્દ્ર પર ક્લિનિકલ પરીક્ષણ કર્યું

કંપનીનું કહેવું હતું કે, તેમને ભારતમાં અત્યાર સુધી 50થી વધુ કેન્દ્રોમાં કોરોનાની વેક્સિન (Corona Vaccine) માટે ક્લિનિકલ પરીક્ષણ (Clinical trial) કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.