ETV Bharat / bharat

ભારતમાં જોનસન એન્ડ જોનસનની કોરોના રસીને મંજૂરી, આરોગ્ય પ્રધાને આપી માહિતી

author img

By

Published : Aug 7, 2021, 3:01 PM IST

જોનસન એન્ડ જોનસન કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જોનસન એન્ડ જોનસન પ્રાઇવેટ લિમિટેડ ( Johnson & Johnson Pvt Ltd )એ 5 ઓગસ્ટના ​​રોજ ભારત સરકાર પાસે તેની સિંગલ ડોઝ કોરોના રસી( Corona Vaccine)ની EUA માટે અરજી કરી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ (Union Health Minister Mansukh Mandvia ) આ રસીની મંજૂરી અંગે માહિતી આપી.

જોનસન એન્ડ જોનસનની કોરોના રસીને મંજૂરી
જોનસન એન્ડ જોનસનની કોરોના રસીને મંજૂરી

  • ભારતમાં વધું એક કોરોના વેક્સિનને મળી મંજૂરી
  • કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આપી માહિતી
  • આ રસીનો માત્ર એક જ ડોઝ કરશે અસર

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા (Union Health Minister Mansukh Mandvia )એ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે જોનસન એન્ડ જોનસન( Johnson & Johnson Pvt Ltd ) ની સિંગલ ડોઝ રસી ( Corona Vaccine ) ને મંજૂરી આપવામાં આવી છે.

સિંગલ ડોઝ કોરોના રસીનો ઈમરજન્સી ઉપયોગ

વૈશ્વિક આરોગ્ય સેવા પ્રમુખ જોનસન એન્ડ જોનસનએ શુક્રવારે કહ્યું હતું કે, તેણે ભારતમાં તેની સિંગલ ડોઝ કોરોના રસીને ઈમરજન્સી ઉપયોગ માટે પરવાનગી (EUA) માટે અરજી કરી છે. કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જોનસન એન્ડ જોનસન પ્રાઇવેટ લિમિટેડએ 5 ઓગસ્ટના ​​રોજ ભારત સરકાર પાસે તેની સિંગલ ડોઝ કોરોના રસીની EUA માટે અરજી કરી હતી.

વૈશ્વિક સપ્લાય ચેઇન નેટવર્ક

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "બાયોલોજિકલ ઇ અમારા વૈશ્વિક સપ્લાય ચેઇન નેટવર્કનો મહત્વનો ભાગ હશે, જે અમારી જોનસન એન્ડ જોનસન કોરોના રસીના પુરવઠામાં મદદ કરશે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.