ETV Bharat / bharat

Yogi Kejriwal Twitter War : તોડી નાંખી માનમરતબાની ભાષા, બંને વચ્ચે તૂતૂમૈંમૈંનું શબ્દયુદ્ધ

author img

By

Published : Feb 8, 2022, 3:06 PM IST

યુપી વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યાં નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ તેજ બની ગયું છે. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને દિલ્હીના મુખ્યપ્રધાન- આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વચ્ચે ટ્વિટર યુદ્ધ (Yogi Kejriwal Twitter War ) છેડાયું છે.

Yogi Kejriwal Twitter War : તોડી નાંખી માનમરતબાની ભાષા, બંને વચ્ચે તૂતૂમૈંમૈંનું શબ્દયુદ્ધ
Yogi Kejriwal Twitter War : તોડી નાંખી માનમરતબાની ભાષા, બંને વચ્ચે તૂતૂમૈંમૈંનું શબ્દયુદ્ધ

લખનઉઃ યુપી વિધાનસભાની ચૂંટણીમાં (UP Assembly Election 2022) પોતાને અન્ય કરતા શ્રેષ્ઠ સાબિત કરવાની ઓનલાઈન લડાઈ રોમાંચક બની ગઈ છે. રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને દિલ્હીના મુખ્યપ્રધાન અને રાજ્યમાં રાજકીય જમીન શોધી રહેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ વચ્ચે ટ્વિટર યુદ્ધ (UP 2022 Election Campaign highlights ) ચાલી રહ્યું છે. પહેલા સીએમ યોગી આદિત્યનાથે એક પછી એક ટ્વિટ કરીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા, પછી કેજરીવાલે પણ પોતાની આગવી શૈલીમાં (Yogi Kejriwal Twitter War ) જવાબ આપ્યો.

સીએમ યોગીએ કેજરીવાલને કહ્યાં જૂઠાં

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે કેજરીવાલ જૂઠું બોલવામાં માહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે આખો દેશ કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો હતો ત્યારે કેજરીવાલે પરપ્રાંતીય મજૂરોને દિલ્હીમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો હતો. આ પછી કેજરીવાલે પણ નિશાન સાધતા યોગી સરકારની કામગીરી પર સવાલ (Yogi Kejriwal Twitter War ) ઉઠાવ્યાં હતાં.

ટ્વિટર પર છેડાયેલું શબ્દયુદ્ધ
ટ્વિટર પર છેડાયેલું શબ્દયુદ્ધ

પોતાના બીજા ટ્વીટમાં (Yogi Kejriwal Twitter War ) મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લખ્યું- 'સાંભળો કેજરીવાલ, જ્યારે સમગ્ર માનવતા કોરોનાના દર્દને કારણે આક્રંદ કરી રહી હતી, તે સમયે તમે યુપીના કામદારોને દિલ્હી છોડવા માટે મજબૂર કર્યા હતાં. તમારી સરકારે મધ્યરાત્રિએ યુપી બોર્ડર પર નાના બાળકો અને મહિલાઓને પણ નિ:સહાય છોડી દેવા જેવું અલોકતાંત્રિક અને અમાનવીય કૃત્ય કર્યું. આપનેે દેશદ્રોહી કહું કે...'

આ પણ વાંચોઃ Owaisi Car Firing: ગૃહપ્રધાને સંસદમાં કહ્યું- કાર્યક્રમ પહેલાથી નક્કી નહોતો, ઝેડ કેટેગરીની સુરક્ષા સ્વીકારો

કેજરીવાલ અને સંજયે આપ્યો જવાબ

આ પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મુખ્યપ્રધાન ટ્વિટ કર્યું- 'સાંભળો, યોગી, તમે તો રહેવા જ દો, જે રીતે યુપીના લોકોના મૃતદેહો નદીમાં વહી રહ્યા હતાં અને તમે કરોડો રૂપિયા ખર્ચીને ટાઇમ્સ મેગેઝિનમાં તમારી જૂઠી વાહવાહી માટે જાહેરાતો કરી રહ્યાં હતાં. તમારા જેવો નિર્દય અને ક્રૂર શાસક મેં ક્યારેય જોયો નથી. તો AAPના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય સંજયસિંહે યોગી આદિત્યનાથની ભાષા પર સવાલ ઉઠાવ્યાં છે. સંજયસિંહે ટ્વીટ કર્યું- 'સાંભળો આદિત્યનાથ, શું તમને નથી લાગતું કે તમારી ભાષા મુખ્યપ્રધાનને બદલે સડકછાપ નેતાની છે?'

ટ્વિટર પર છેડાયેલું શબ્દયુદ્ધ
ટ્વિટર પર છેડાયેલું શબ્દયુદ્ધ

આ પણ વાંચોઃ Assembly Election 2022 : ગૃહ પ્રધાન અમિત શાહે ચૂંટણીને લઈને ઘોષણા પત્ર કર્યો જાહેર

ઓનલાઈન જંગમાં કોંગ્રેસની એન્ટ્રી

કેજરીવાલ અને યોગી આદિત્યનાથની આ ઓનલાઈન લડાઈમાં છત્તીસગઢ કોંગ્રેસ મુખ્યપ્રધાન પણ કૂદી પડી છે. છત્તીસગઢ કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું- 'સાંભળો યોગી-કેજરીવાલ, તમે બંને આ નૂરા કુસ્તી કરીને દેશને મૂર્ખ ન બનાવો. સત્ય એ છે કે જનતાને બંનેની પરવા નથી. નાગપુરના બંને લોકો પાસે 'Arvind Now' અને 'Yogi Now' છો. તમને જણાવી દઈએ કે (UP 2022 Election Campaign highlights) આ પહેલાં અરવિંદ કેજરીવાલે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પલટવાર કર્યો હતો. તેમણે પીએમના તે નિવેદનને જૂઠું ગણાવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે દિલ્હી સરકારે કોરોના મહામારી દરમિયાન લોકોને દિલ્હી છોડવા માટે કહ્યું હતું.

ટ્વિટર પર છેડાયેલું શબ્દયુદ્ધ
ટ્વિટર પર છેડાયેલું શબ્દયુદ્ધ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.