ETV Bharat / bharat

Year Ender 2023: ભારતીય ક્રિકેટ પ્રેમીઓ વર્ષ 2023ને ક્યારેય ભૂલી નહીં શકે !!!

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 23, 2023, 9:38 PM IST

વર્ષ 2023ને ક્રિકેટ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વિસ્તરણ, સંશોધન, ભાગીદારી અને યુવા પરિવર્તન માટે હંમેશા યાદ રાખવામાં આવશે. નિસંદેહ ભારત માટે ક્રિકેટ ક્ષેત્રે આ વર્ષનો અંત ખૂબ જ દુઃખી રહ્યો. પાંચ ભાગોમાં રજૂ થનાર સ્ટોરીના આ પહેલા ભાગમાં મિનાક્ષી રાવ આ વર્ષે જેન્ટલમેન ગેમનું વિશ્લેષણ કરશે. Year Ender 2023 India suffered yearend heartbreak

ભારતીય ક્રિકેટ પ્રેમીઓ વર્ષ 2023ને ક્યારેય ભૂલી નહીં શકે !!!
ભારતીય ક્રિકેટ પ્રેમીઓ વર્ષ 2023ને ક્યારેય ભૂલી નહીં શકે !!!

હૈદરાબાદઃ મને ખબર છે કે ભારતના ક્રિકેટ પ્રેમીઓને હૃદય ભંગ થવા સિવાય કંઈ જ યાદ નથી. રોહિત શર્મા અને તેમના યોદ્ધાઓની ટીમે 2023ના વર્લ્ડ કપની શરુઆતની દસે દસ મેચ જીતાડી હોવા છતા ફાયનલ હારીને ક્રિકેટ પ્રેમીઓને પીડા જ આપી છે.

આ પીડા એટલી વિશાળ હતી કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફાયનલ મેચ હાર્યા બાદ ટી 20 સીરીઝની પ્રેસ કોન્ફરન્સમાં માત્ર 2 જ પત્રકાર આવ્યા હતા.

મને ખબર છે કે આપણામાંથી કેટલાક સૂર્યકુમાર યાદવને તેમની ટી 20ની કુશળાતાને વનડેમાં ન લગાડી શકવા માટે માફ કરી શકે છે જ્યારે 14 ઓવરમાં રનની સૌથી વધુ આવશ્યકતા હતી ત્યારે તે મામૂલી સ્કોર પર આઉટ થઈ ગયા. 240 રનનો સ્કોર કોહલી અને શર્મા માટે પણ પ્રશ્નાર્થજનક કહી શકાય.

મને ખબર છે પણ શું તમે જાણો છો કે આ વર્ષે વર્લ્ડ કપના આયોજન પહેલા ભારતીય ક્રિકેટ કોઈ ખેલાડી ન પહોંચી શક્યો હોય ત્યાં પહોંચી ગયું છે? 2023ની સૌથી મોટી સિદ્ધિ સફેદ બોલને બાઉન્ડ્રીની બહાર અજ્ઞાત પ્રદેશોમાં લઈ ગઈ છે.

કલ્પના કરો કે ઈટાલી અને જર્મની જેવા કટ્ટર ફૂટબોલ દેશ, ચીન અને અમેરિકા જેવા ઓલ્મપિકના માંધાતાઓ અને કેનાડાની સાથે ક્રિકેટના ટેસ્ટ ડ્રાઈવ માટે તૈયાર છે. કલ્પના કરો કે ટી 20ના વર્લ્ડ કપની સહ યજમાની એક એવી ભૂમિ કરી રહી હોય કે જે બિલકુલ બિન ક્રિકેટીય હોય. જે ફલ્શિંગ મીડોઝ જેવા ટેનિસ સ્થળો અને એટલાંટામાં ઓલ્મપિયન ઈતિહાસ સાથે સ્પોર્ટસ મેપ પર ચમકે છે.

કલ્પના કરો કે નામ્બિયા જેવો દેશ સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સાથે 2027નો 50 ઓવર્સનો વર્લ્ડ કપની સહ યજમાની કરવા તૈયારી કરી રહ્યો છે.

આ વર્ષે મોટેરામાં ટીમ ઈન્ડિયા ભલે નિષ્ફળ રહી પરંતુ આઉટરીચમાં બહુ મોટો વિસ્ફોટ થયો. હવે તો રોહિત શર્મા જેવા હંમેશ માટે ઉદાસ બનેલા કેપ્ટેને પણ પ્રશંસકોને આગળ વધવાની ઈંસ્ટા પર અપીલ કરી હતી. તેમણે ક્રિકેટમાં પોતાનું મૌન અને આત્મ નિર્વાસન પૂરુ કર્યુ. વર્લ્ડ કપ સિવાય જોવામાં આવે તો વર્ષ 2023 ક્રિકેટ માટે વિજય અને પરિવર્તનનું વર્ષ રહ્યું. ખાસ કરીને ભારત માટે આવું કહી શકાય.

આપણે સૌથી પહેલા આઈસીસી જે ક્ષેત્રોમાં ક્રિકેટ માટે મહેનત કરે છે તેના વિશે વાત કરીએ.

સ્પષ્ટ છે કે આ વિષયમાં ચીન સૌથી કપરુ રહ્યું છે, કારણ કે તેમાં ક્રિકેટ રમતી જોવાવાળા મર્યાદિત લોકો છે. બીજું ક્રિકેટ પાશ્ચાત્ય દેશોની રમત વધુ ગણાય છે. ત્રીજુ અમલદારશાહી હંમેશા પોતાની આવનારી સરકારો સામે સ્પષ્ટપણે જીતે છે.

આવી કપરી પરિસ્થિતિ હોવા છતાં પણ ચીની ક્રિકેટ એસોસિયેશન 2004થી અસ્તિત્વમાં છે, શું તમે તે જાણો છો ? ચીનની 21 યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ક્રિકેટને અધિકૃત રમત તરીકે સામેલ કરવામાં આવી છે. ચીની મહિલા ક્રિકેટ ટીમ પુરુષ મહિલા ટીમ કરતા ક્યાંય આગળ છે. ચીની મહિલા ક્રિકેટ ટીમ 26મા ક્રમે આવે છે જ્યારે પુરુષ ક્રિકેટ ટીમ 90માંથી 86મા ક્રમે આવે છે.

તેમ છતાં જો ચીન પોતાના નાણાંકીય અને ખેલાડીઓને લઈને આગળ વધે તો આઈસીસીની યોજનાઓની અંતિમ સીમા બની શકે છે. ચીન એક એવું નિષ્ક્રિય દિગ્ગજ છે જેને સક્રીય કરવા માટે સતત પ્રેરિત કરવામાં આવી રહ્યું છે. જો કે ચીન ફુટબોલ રમતની વાસ્તવિક વૈશ્વિક પહોંચમાં મહાશક્તિ છે. આઈસીસીના આ દિશામાં પ્રયત્નો ધીમા છે પરંતુ સ્થિર નથી.

જો કે આ મેઘધનુષ સમાન વાર્તા અમેરિકાથી અલગ છે જેમાં આ દેશ કિક સ્ટાર્ટરના રુપમાં ઉભરીને સામે આવ્યો છે, કારણ કે આગામી ટી 20 વર્લ્ડ કપની તે સહ યજમાની કરવા જઈ રહ્યો છે. અમેરિકામાં આ રમત ન્યૂયોર્ક, ડલાસ અને ફલોરિડામાં રમાશે જ્યાં પ્રવાસી ભારતીયોનો એક મોટો હિસ્સો રહે છે. 2022માં વૈશ્વિક ક્રિકેટ બજાર 298.91 મિલિયન ડોલરનું રહ્યું. જેની દર વર્ષે 3.62 ટકાના વૃદ્ધિ દરથી વધવાની આશા છે. આ બજાર 2028માં 369.9 મિલિયન ડોલર સુધી પહોંચી જશે. વર્ષ 2027માં અમેરિકામાં ક્રિકેટ દર્શકોની સંખ્યા 50 મિલિયન સુધી થવાનું અનુમાન છે. અમેરિકા પ્રોફેશનલ ક્રિકેટ લીગના મંડાણ કરી ચૂક્યુ છે. જુલાઈ 2023માં મેજર લીગ ક્રિકેટ યોજીને અમેરિકાએ પોતાની ઉદ્દઘાટક ટૂર્નામેન્ટ રમી. જે અમેરિકામાં પ્રોફેશનલ ટી 20 ક્રિકેટની સ્થાપના માટેનો મહત્વપૂર્ણ પ્રયત્ન છે.

સુનીલ નરેન, એરોન ફિંચ, ફાફ ડુ પ્લેસિસ અને કિરોન પોલાર્ડ જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડી વાળી 6 શહેર આધારિત ટીમોએ મીડિયા અને ઈન્વેસ્ટર્સનું ધ્યાન ખેંચ્યું હતું. શરુઆતમાં જ અમેરિકાને દર્શકો અને પ્રશંસકોની સંખ્યા આશાસ્પદ મળી જેનાથી રમતનું સંભવિત બજાર સારુ રહેશે તેવા સંકેત મળે છે.

મેજર લીગ ક્રિકેટમાં અનેક કોર્પોરેટ્સ 120 મિલિયન ડોલરથી વધુનું રોકાણ કરી ચૂક્યા છે. કોલકતા નાઈટ રાઈડર્સ લોસ એન્જેલિસમાં એક ટીમનું નિયંત્રણ લેવાની યોજના બનાવી રહ્યું છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટેક્સાસ સુપર કિંગ્સને તૈયાર કરી રહ્યું છે. અમેરિકા નવી પેઢીના ખેલાડીઓ ક્રિકેટમાં નિપૂણ બને તે માટે વિશિષ્ટ સ્ટેડિયમ અને ટ્રેનિંગ સેન્ટર્સ ઝડપથી શરુ કરી રહી છે. ક્રિકેટ આ વર્ષે પોતાના યોગ્ય માર્ગ પર છે.

કેનેડા પણ યુવા ક્રિકેટરોને ઓળખ અપાવવા મથી રહ્યું છે. કેનેડામાં આઈસ હોકી બહુ પ્રચલિત છે. તેમ છતાં કેનેડા ક્રિકેટ ખેલાડીઓ માટે વિશેષ પ્રાવધાનો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. કેનેડાએ 2011માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની આંશિક હાજરી નોંધાવી હતી.

  1. Year-ender 2023 : ODI વર્લ્ડ કપ, ભારતીય ક્રિકેટ ટીમની રોમાંચક વિજયયાત્રાનો દુઃખદ અંત
  2. YEAR ENDER 2023: એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ છવાઈ ગયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.