ETV Bharat / bharat

QUAD શું છે? જેની બેઠકમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે અને ચિંતા ચીનની વધશે

પીએમ મોદીએ 24 સપ્ટેમ્બરના અમેરિકાના પ્રવાસ દરમિયાન જ્યારે QUADની બેઠકમાં હાજરી આપી હશે ત્યારે ચીનના હૃદયના ધબકારા પણ વધી ગયા હશે. આખરે શું છે આ QUAD? આ બેઠકમાં કોણ કોણ સામેલ થશે અને આણે ચીનની ચિંતા કેમ વધારી દીધી છે? QUAD વિશે સંપૂર્ણ જાણવા માટે વાંચો ઈટીવી ભારતનું એક્સપ્લેનર.

QUAD શું છે? જેની બેઠકમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે અને ચિંતા ચીનની વધશે
QUAD શું છે? જેની બેઠકમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે અને ચિંતા ચીનની વધશે
author img

By

Published : Sep 24, 2021, 3:35 PM IST

  • PM મોદી ક્વાડ બેઠકમાં લેશે ભાગ
  • US, જાપાન અને ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રપ્રમુખો પણ રહેશે હાજર
  • પહેલીવાર ક્વાડની બેઠકમાં સામસામે હશે ચારેય દેશના રાષ્ટ્રપ્રમુખ

હૈદરાબાદ: પીએમ મોદી 3 દિવસના અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ અનેક બેઠકો અને કાર્યક્રમોમાં સામેલ થશે, પરંતુ સમગ્ર દુનિયાની નજર ક્વાડ દેશો વચ્ચે થનારી બેઠક પર છે. આખરે શું છે આ ક્વાડ? આખી દુનિયાની નજર આના પર કેમ છે? અને શું છે આ ક્વાડનું ચીન કનેક્શન? ક્વાડ વિશે દરેક વાત જાણવા માટે વાંચો ઈટીવી ભારતનું એક્સપ્લેનર.

ક્વાડ શું છે? (QUAD)

ક્વાડ 4 દેશોનો સમૂહ છે, જેમાં ભારતની સાથે અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન છે સામેલ

ક્વાડ ભૂમિતિના ચતુર્ભુજ શબ્દથી લેવામાં આવ્યો છે. 'ક્વાડ્રીલેટરલ સુરક્ષા સંવાદ' (Quadrilateral Security Dialogue) એટલે કે ક્વાડ 4 દેશોનો સમૂહ છે, જેમાં ભારતની સાથે અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન છે. વર્ષ 2004માં આવેલી સુનામી બાદ આ ચારેય દેશો વચ્ચે દરિયાઈ સહયોગ શરૂ થયો હતો. સુનામીથી પ્રભાવિત ભારતે પોતાના અને અન્ય પ્રભાવિત દેશો માટે રાહત અને બચાવના પ્રયત્ન કર્યા હતા, જેમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન પણ સામેલ થયા હતા. વર્ષ 2007માં ક્વાડનો આઇડિયા જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ આપ્યો હતો.

વર્ષ 2007માં ક્વાડનો પાયો નંખાયો અને એ જ વર્ષે ઑગષ્ટમાં ચારેય દેશોના અધિકારીઓની પહેલી અનઔપચારિક બેઠક ફિલીપાઇન્સની રાજધાની મનીલામાં થઈ હતી. આ ચારેય દેશોની નેવીએ સિંગાપુરની સાથે મળીને એ જ વર્ષે બંગાળની ખાડીમાં અભ્યાસ કર્યો, જેના પર ચીને ક્વાડ દેશોને પૂછ્યું હતું કે શું આ બેઇજિંગ વિરોધી ગઠબંધન છે? ચીનના દબાણથી ઑસ્ટ્રેલિયા પહેલા સાથે ના આવ્યું, પરંતુ 2017માં ચારેય દેશો સાથે આવ્યા અને ક્વાડ ફરીથી અસ્તિત્વમાં આવ્યું.

ક્વાડનો ઉદ્દેશ શું છે?

હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના દરિયાઈ રસ્તા પર કોઈ દેશના વિશેષ પ્રભુત્વને ખત્મ કરવાનો ઉદ્દેશ

ક્વાડ એટલે ક્વોડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલૉગ. આનો ઉદ્દેશ હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના દરિયાઈ રસ્તા પર કોઈ દેશના વિશેષ પ્રભુત્વને ખત્મ કરવાનો હતો. ખાસ કરીને ચીનનો, જે પોતાની વિસ્તારવાદી અને કબજાવાળી નીતિને લઇને દુનિયાભરમાં બદનામ છે. હિંદ અને પ્રશાંત મહાસાગરમાં ફ્રી ટ્રેડના ઉદ્દેશ સાથે આવેલા આ 4 દેશ આજે સુરક્ષાથી લઇને આર્થિક અને સ્વાસ્થ્યના મોરચા પર સાથે કામ કરે છે.

પહેલીવાર સામસામે હશે ચારેય દેશના રાષ્ટ્ર પ્રમુખ

પહેલીવાર ચારેય દેશના રાષ્ટ્રપ્રમુખ ક્વાડની બેઠકમાં સામસામે હશે

આ પહેલીવાર છે જ્યારે આ બેઠક ઇન પર્સન થવાની છે, એટલે કે ચારેય દેશના રાષ્ટ્રપ્રમુખ ક્વાડની બેઠકમાં સામસામે હશે અને નક્કી કરવામાં આવેલા એજન્ડાઓ પર વાત કરશે. આ પહેલા કોવિડ-19 મહામારીના કારણે 12 માર્ચના વર્ચુઅલ મીટિંગમાં ચારેય દેશોએ વેક્સિન ઉત્પાદનથી જોડાયેલા સંસાધનોને એકબીજા સાથે વહેંચવા પર સહમતિ આપી હતી. માર્ચમાં થયેલી વર્ચુઅલ બેઠકમાં નક્કી કરવામાં આવેલા એજન્ડાઓ પર 24 સપ્ટેમ્બરની બેઠકમાં ચર્ચા થશે. આ વખતે કોવિડ-19 ઉપરાંત, જળવાયુ પરિવર્તન, નવી ટેકનોલોજી, હિંદ-પ્રશાંત ક્ષેત્રને વેપાર માટે મુક્ત રાખવા જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવા પર ચર્ચા થઈ શકે છે. વૉશિંગ્ટનમાં થઈ રહેલી આ બેઠકની યજમાની પહેલીવાર અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન કરશે. આમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઑસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મૉરિસન અને જાપાની પીએમ યોશિહિદે સુગા પણ સામેલ થશે.

ક્વાડ કેમ ચીનની ચિંતાનું કારણ છે?

ચીનની વિસ્તારવાદી નીતિ અને દાદાગીરીથી અનેક દેશો પરેશાન

ક્વાડને લઇને ચીનનો મત છે કે આ એક એવું ગ્રુપ છે જે ચીનને પડકાર માને છે. ક્વાડ દક્ષિણ એશિયા, આસપાસના દેશો અને ચીનની વચ્ચે સમસ્યા પેદા કરવાનો એક પ્રયત્ન છે જેનો ચીન વિરોધ કરે છે. ઉલ્લેખનીય છે કે ચીનને લાગે છે કે ક્વાડ તેના 4 વિરોધી દેશોનું જૂથ છે જે તેની વધતી શક્તિની વિરુદ્ધ એક મંચ પર આવ્યા છે. ચીન ક્વાડની તુલના નેટો (NATO) સાથે કરે છે અને આને એશિયાઈ નેટો કહે છે. જાણકારો માને છે કે ક્વાડ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન માટે મોટી મુશ્કેલી પેદા કરી શકે છે. આ કારણે ક્વાડની ક્ષમતાને જોતા ચીનની ચિંતા વ્યાજબી છે. ઉલ્લેખનીય છે કે ચીન પોતાનો દબદબો દક્ષિણ ચીન સાગરથી પૂર્વ સાગર સુધી દર્શાવતું રહ્યું છે, જેનાથી દક્ષિણ ચીન સાગરમાં આસિયાન દેશો અને પૂર્વ સાગરમાં જાપાન પ્રભાવિત થાય છે. દરિયામાં ચીનના વિસ્તારની વચ્ચે ભારત, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન દરિયાઈ વિસ્તારમાં એક નિયમ આધારિત વ્યવસ્થા ઇચ્છે છે, જે ચીનની વિસ્તારવાદી નીતિ અને બિનલોકશાહી નીતિના માર્ગમાં અવરોધ બની શકે છે.

ક્વાડને લઇને ચીનની ચિંતા

ક્વાડ દરિયાના પાણી પરના ફીણ જેવું છે જે પવનથી ઉડી જશે: ચીન

2007માં ક્વાડનો પાયો તો નાંખી દેવામાં આવ્યો, પરંતુ શરૂઆતના સમયમાં ઑસ્ટ્રેલિયાએ આનાથી અંતર બનાવી દીધું. અનેક જાણકારો માને છે કે એ સમયે ઑસ્ટ્રેલિયાએ ચીનના દબાવમાં આવું કર્યું હતું. કેટલાક સમય પહેલા જ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ચીને બાંગ્લાદેશને અમેરિકાના નેતૃત્વવાળા ક્વાડમાં સામેલ થવાની વિરુદ્ધ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, બેઇજિંગ વિરોધી ક્લબમાં બાંગ્લાદેશની ભાગેદારીથી તેણે નુકસાન ઉઠાવવું પડી શકે છે. ચીને બાંગ્લાદેશ સાથેના સંબંધોના નુકસાનની વાત કહી હતી, જ્યારે જવાબમાં બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે, અમે એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય છીએ અને અમે પોતાની વિદેશ નીતિ ખુદ નક્કી કરીએ છીએ. ચીનના એક મંત્રીએ ગત વર્ષે કહ્યું હતું કે, ક્વાડ દરિયાના પાણી પરના ફીણ જેવું છે જે પવનથી ઉડી જશે.

શું ખરેખર ચીન પર ગાળિયો કસવા માટે બન્યું છે ક્વાડ?

ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયાથી લઈને આખી દુનિયાના ઘણા દેશોમાં ચીની પ્રોડક્ટ્સના મોટા બજારો

ચીનની આ નિવેદનબાજી તેની નીતિઓ અને નિયતનું એક ઉદાહરણ છે. દરિયાઈ મુદ્દાઓથી લઇને સૈન્ય અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ક્વાડ દેશ એકબીજા સાથે ખભાથી ખભો મિલાવીને ઉભા છે, પરંતુ માનવામાં આવે છે કે દક્ષિણ ચીન સાગર અને હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવ પર ગાળિયો કસવો આ દેશોની એક મોટી પ્રાથમિકતા છે. ચીનનું વલણ આનું મુખ્ય કારણ છે. ભારત હોય કે અમેરિકા કે પછી જાપાન અને ઑસ્ટ્રેલિયા આ ચારેય દેશ ચીનની વિસ્તારવાદી નીતિ અને દાદાગીરીનો શિકાર થતા રહે છે.

ભારતથી લઇને જાપાન સુધી ચીનની વિસ્તારવાદી નીતિનો શિકાર રહ્યા છે. ભારતમાં 1962ના યુદ્ધ બાદ ડોકલામથી લઇને ગલવાન સુધી અનેક મોરચા પર ચીનની ખરાબ નિયતના કારણે બંને દેશોના સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ થઈ ચૂકી છે. બીજી તરફ ઑસ્ટ્રેલિયા પણ પોતાના અધિકાર ક્ષેત્રની જમીનથી લઈને વિશ્વવિદ્યાલયો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ચીનના વધતા રસ અને પ્રભાવથી પરેશાન છે. તો અમેરિકા એશિયા ખંડમાં ચીન પર લગામ લગાવવા ઇચ્છે છે. દુનિયામાં ચીનનો વધતો દબદબો અમેરિકા માટે સૌથી મોટો પડકાર છે અને આ તમામ દેશોની વચ્ચે કોમન મુદ્દો છે દક્ષિણ ચીન સાગર જ્યાં ચીન પોતાની દાદાગીરીથી કદ વધારી રહ્યું છે.

ક્વાડ બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

દુનિયા હાલમાં કોવિડ સંક્રમણના તબક્કામાં છે. વિશ્વના ઘણા દેશોમાં રસીની અછત પણ છે. આવી સ્થિતિમાં આ બેઠકમાં હિંદ અને પ્રશાંત ક્ષેત્રના દેશોને વેક્સિન સપ્લાય પર ચર્ચા થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે અમેરિકા અને જાપાન રસી માટે ભંડોળ પૂરું પાડી શકે છે, જ્યારે રસી ભારતમાં તૈયાર કરી શકાય છે, જ્યારે હિંદ અને પ્રશાંત ક્ષેત્રના દેશોને રસી સપ્લાય કરવાની જવાબદારી ઑસ્ટ્રેલિયાને આપવામાં આવી શકાય છે. નિષ્ણાતો માને છે કે આના દ્વારા પણ ચીન સામે દેશોને એકઠા કરી શકાય છે.

વિશ્વમાં સેમિકન્ડક્ટર ચિપ્સની અછત

કોરોના સંક્રમણના સમયગાળામાં વિશ્વ સેમિકન્ડક્ટર ચિપ્સની અછત સાથે સંઘર્ષ કરી રહ્યું છે. વૈશ્વિક ચિપની અછત કારથી લઈને ફોન, લેપટોપ અને અન્ય ઘરેલુ ઉપકરણો પર અસર થાય છે. ચિપ્સના અભાવે ઘણી કંપનીઓને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીન સેમિકન્ડક્ટર ચિપ્સનું સૌથી મોટું ઉત્પાદક છે, જે તે આગામી વર્ષોમાં વધુ વધારવા માંગે છે. કોરોના સંક્રમણના કારણે સમગ્ર વિશ્વમાં ચીપની અછત છે. ક્વાડ મીટિંગમાં ચીપની અછત, તેની સપ્લાય ચેઇન સ્થાપિત કરવા અને આ ક્ષેત્રમાં ચીનનું વર્ચસ્વ ઘટાડવાની ચર્ચા થવાની શક્યતા છે.

જળવાયુ પરિવર્તન અને હિંદ-પ્રશાંત ક્ષેત્રને મુક્ત રાખવા પર થઈ શકે છે ચર્ચા

જળવાયુ પરિવર્તન એ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. આ 4 દેશો આ મુદ્દે પરસ્પર સહકાર અને આગળની રણનીતિ પર પણ ચર્ચા કરી શકે છે. બેઠકમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રને મુક્ત રાખવા, એટલે કે ચીનને સીધો સંદેશ આપવાની વાત પણ થઈ શકે છે. કારણ કે QUADનો પાયો જ આ જળ માર્ગને કોઈ ખાસ દેશથી મુક્ત કરવા માટે નંખાયો હતો.

ચીનનું વધતું વર્ચસ્વ

ચીન એક ઉત્પાદક દેશ છે. તેની અર્થવ્યવસ્થા વસ્તુઓના જલદીથી જલદી અને વધારે ઉત્પાદન સાથે સંકળાયેલી છે. તે આ ઉત્પાદનો વિશ્વના દેશોમાં સસ્તા ભાવે નિકાસ કરે છે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયાથી લઈને આખી દુનિયાના ઘણા દેશોમાં ચીની પ્રોડક્ટ્સના મોટા બજારો છે અને તેના કારણે દુનિયામાં ચીનનું વર્ચસ્વ વધ્યું છે. ક્વાડ મીટિંગમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ શકે છે.

પરસ્પર સહયોગ પર વાત બની શકે છે

આ ઉપરાંત આ 4 દેશોની વચ્ચે નવી ટેકનોલોજીના આદાન-પ્રદાન, સાઇબર સ્પેસથી લઇને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એક-બીજાથી જોડાયેલા મુદ્દાઓ પર પરસ્પર સહયોગ પર વાત બની શકે છે.

આ પણ વાંચો: PM Modi ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે, ફ્લાઈટમાં સમયનો ઉપયોગ કરીને ફાઈલો વાંચતા જોવા મળ્યા PM Modi

આ પણ વાંચો: UNમાં QUAD દેશોના રાજદૂતોએ જળવાયુ પરિવર્તન પર ધ્યાન આપવાનો સંકલ્પ કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.