UNમાં QUAD દેશોના રાજદૂતોએ જળવાયુ પરિવર્તન પર ધ્યાન આપવાનો સંકલ્પ કર્યો

author img

By

Published : Sep 18, 2021, 3:18 PM IST

UNમાં QUAD દેશોના રાજદૂતોએ જળવાયુ પરિવર્તન પર ધ્યાન આપવાનો સંકલ્પ કર્યો

ક્વાડ દેશોના (Quad country) રાજદૂતોએ વૈશ્વિક મહામારી, જળવાયુ પરિવર્તનનો સામનો કરવા અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની પ્રતિબદ્ધતાનું નવી રીતે પુનરાવર્તન કરવાના મહત્ત્વને રેખાંકિત કર્યું છે.

  • વોશિંગ્ટન ડીસીમાં 24 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહેલા ક્વાડ દેશના નેતાઓના શિખર સંમેલન પહેલા બેઠક યોજાઈ
  • સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ઉચ્ચસ્તરીય સત્રની શરૂઆતથી કેટલાક દિવસ પહેલા બેઠક યોજાઈ
  • ક્વાડ દેશોના (Quad country) રાજદૂતોએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી

ન્યૂ યોર્કઃ ક્વાડ દેશો - ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના રાજદૂતોએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા આગામી સપ્તાહે ચારે દેશોના નેતાઓના શિખર સંમેલન પહેલા અહીં વૈશ્વિક મહામારી, જળવાયુ પરિવર્તન પર ધ્યાન આપવા તથા નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની પ્રતિબદ્ધતાને નવી રીતે પુનરાવર્તિત કરવાના મહત્ત્વને રેખાંકિત કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી. એસ. તિરુમૂર્તિ, સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડ, સંયુક્ત રાષ્ટ્રમાં જાપાની સ્થાયી પ્રતિનિધિ કિમિહીરો ઈશિકાને તથા સંયુક્ત રાષ્ટ્રમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત મિચ ફિફિલ્ડે ગુરુવારે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન 24 સપ્ટેમ્બરે Quad સમૂહના નેતાઓના પહેલા વ્યક્તિગત શિખર સંમેલનને હોસ્ટ કરશે

બેઠકમાં સહયોગ અને સંયુક્ત હિતોના વિષય પર ચર્ચા થઈ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ઉચ્ચસ્તરીય સત્રની શરૂઆતથી કેટલાક દિવસ પહેલા બેઠક યોજાઈ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશને ટ્વીટ કર્યું હતું. આજે ક્વાડ (ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા)ના સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂતોએ ન્યૂ યોર્કમાં મુલાકાત કરી હતી અને સહયોગ તથા સંયુક્ત હિતોના વિષયો પર ચર્ચા કરી છે. UNGA 76મી શરૂઆતથી પહેલા ક્વાડ દેશોના રાજદૂતોએ વૈશ્વિક મહામારી, જળવાયુ પરિવર્તનનો સામનો કરવા અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની પ્રતિબદ્ધતાને નવી રીતે પુનરાવર્તિત કરવાના મહત્ત્વને રેખાંકિત કરી છે.

આ પણ વાંચો- SPACEX: સામાન્ય નાગરિકોને લઈને અંતરિક્ષ માટે નીકળ્યું 'ઈન્સ્પિરેશન 4'

ત્રણ દેશના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ સંમેલનમાં આપશે હાજરી

રાષ્ટ્રપતિ જો બાઈડને 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં યોજેલા ક્વાડ નેતાઓના શિખર સંમેલન પહેલા આ બેઠક યોજાઈ છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi), રાષ્ટ્રપતિ જો બાઈડન (President Joe Biden), ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન (The Prime Minister of Australia Scott Morrison) અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા (Japanese Prime Minister Yoshihide Suga) ઉપસ્થિત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.