PM Modi ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે, ફ્લાઈટમાં સમયનો ઉપયોગ કરીને ફાઈલો વાંચતા જોવા મળ્યા PM Modi

author img

By

Published : Sep 23, 2021, 10:22 AM IST

PM Modi ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે, ફ્લાઈટમાં સમયનો ઉપયોગ કરીને ફાઈલો વાંચતા જોવા મળ્યા PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે. ત્યારે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ વિમાનની સીટ પર બેસીને પોતાના સમયનો ઉપયોગ ફાઈલ જોવામાં કરી રહ્યા છે. આ સાથે જ વડાપ્રધાને ટ્વિટના કેપ્શનમાં લખ્યું હતું કે, લાંબી ફ્લાઈટમાં કાગળ અને ફાઈલને જોવાની તક મળી જાય છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાષ્ટ્રપતિ જો બાઈડન (President Joe Biden) અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Vice President Kamala Harris)ની સાથે બેઠક સહિત અનેક મોટા નેતાઓ સાથે વાતચીત કરશે

ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે. તે દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ જો બાઈડન (President Joe Biden) અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Vice President Kamala Harris)ની સાથે બેઠક સહિત અનેક મોટા નેતાઓ સાથે વાતચીત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ક્વાડ નેતાઓના એક શિખર સંમેલનમાં પણ ભાગ લેશે અને 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરશે. વડાપ્રધાન બુધવારે અમેરિકા જવા રવાના થયા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) હાલમાં જ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ વિમાનની સીટ પર બેસીને પોતાના સમયનો ઉપયોગ ફાઈલ જોવામાં કરી રહ્યા છે. આ સાથે જ વડાપ્રધાને ટ્વિટના કેપ્શનમાં લખ્યું હતું કે, લાંબી ફ્લાઈટમાં કાગળ અને ફાઈલને જોવાની તક મળી જાય છે.

વડાપ્રધાને લોકોનું અભિવાદન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ વિમાન વોશિંગ્ટન ડીસીના જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પર સામાન્ય વરસાદની વચ્ચે ઉતર્યું છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ વિમાનથી છત્રી લઈને બહાર નીકળ્યા હતા અને તેમણે લોકોનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાનની સાથે વિશેષ વિમાનમાં NSA અજિત ડોભાલ, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે. અમેરિકામાં ભારતના રાજદૂત તરણજિત સિંહ સંધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગેવાન કર્યું હતું. આ સાથે જ રક્ષા અધિકારી બ્રિગેડિયર અનુપ સિંઘલ, એર કમોડોર અંજન ભદ્ર, નૌસેના કોમોડોર નિર્ભયા બાપના અને અમેરિકી સબ મેનેજમેન્ટ અને સંશાધન પ્રધાન ટી. એચ. બ્રાયન મેક્કોને સ્વાગત કર્યું હતું.

કોરોનાના ડરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોની વચ્ચે જઈને અભિવાદન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિમાનથી ઉતર્યા પછી સ્વાગત કરવા માટે રાહ જોઈ રહેલા લોકોને મળ્યા હતા. કોરોના સંક્રમણના ડરની વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોની વચ્ચે જઈને તેમનું અભિવાદન કરી તેમની સાથે હાથ મિલાવ્યો હતો. સાથે જ વડાપ્રધાને આ ફોટો ટ્વિટ કરી કહ્યું હતું કે, વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાયે ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે હું તેમનો આભારી છું. પ્રવાસી ભારતીય અમારી તાકાત છે.

  • Grateful to the Indian community in Washington DC for the warm welcome. Our diaspora is our strength. It is commendable how the Indian diaspora has distinguished itself across the world. pic.twitter.com/6cw2UR2uLH

    — Narendra Modi (@narendramodi) September 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી UNGAના 76મા સત્રને સંબોધિત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12.30 વાગ્યે (IST) અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસને મળવા માટે આઈઝનહાવર એક્ઝિક્યુટિવ ઓફિસ માટે રવાના થશે. વડાપ્રધાન અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસથી મુલકાત દરમિયાન બંને દેશ વચ્ચે વિવિધ મુદ્દાઓ, વિશેષ રીતે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગની સંભાવના તપાસશે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી UNGAના 76મા સત્રને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (ગુરુવારે) પાંચ મોટી કંપની ક્વાલટમ, એડોબ, ફર્સ્ટ સોલર, જનરલ એટોમિક્સ અને બ્લેકસ્ટોનના CEO સાથે મુલાકાત કરશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે વિલાર્ડ હોટેલમાં ઓસ્ટ્રેલિયાઈ વડાપ્રધાન સ્ટોક મોરિસન સાથે મુલાકાત કરશે.

આ પણ વાંચોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા : એરપોર્ટ પર લોકોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું

આ પણ વાંચોઃ UN: G20 બેઠકમાં વિદેશ પ્રધાને આપ્યું નિવેદન, કહ્યું- આતંકવાદ માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ન થવો જોઈએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.