ETV Bharat / bharat

Jammu-Kashmirના કટારામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરને નવરાત્રિની પૂર્વ સંધ્યાએ રંગબેરંગી લાઈટથી શણગારાયું

author img

By

Published : Oct 7, 2021, 1:03 PM IST

જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) કટારામાં આવેલા માતા વૈષ્ણોદેવીના મંદિરે (Vaishnodevi Temple) દૂરદૂરથી લોકો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે અમાસની રાત્રે અને નવરાત્રિની પૂર્વ સંધ્યાએ આ મંદિરમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. માતા વૈષ્ણોદેવીનું મંદિર રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું હતું.

Jammu-Kashmirના કટારામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરને નવરાત્રિની પૂર્વ સંધ્યાએ રંગબેરંગી લાઈટથી શણગારાયું
Jammu-Kashmirના કટારામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરને નવરાત્રિની પૂર્વ સંધ્યાએ રંગબેરંગી લાઈટથી શણગારાયું

  • જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) કટારામાં આવેલા વૈષ્ણોદેવી માતાના મંદિરને (Vaishnodevi Temple) કરાયો શણગાર
  • નવરાત્રિની પૂર્વ સંધ્યાએ મંદિરને રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવ્યું
  • માતા વૈષ્ણોદેવીનું મંદિર (Vaishnodevi Temple) રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું

ન્યૂઝ ડેસ્કઃ આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. તેવામાં દેશભરના મંદિરોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે. દેશભરના તમામ શક્તિપીઠોમાં આજથી 9 દિવસ સુધી દરરોજ ભક્તોની અવરજવર રહેશે. જોકે, કોરોનાના કારણે મંદિરોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો- કર્ણાટકમાં વિશ્વ પ્રસિદ્ધ 9 દિવસીય મૈસુર દશેરા મહોત્સવનો આજથી પ્રારંભ

મંદિરમાં નવરાત્રિની પૂર્વ સંધ્યાએ જોવા મળ્યો અદભૂત નજારો

જમ્મુ-કાશ્મીરના કટરામાં આવેલા માતા વૈષ્ણોદેવી મંદિરમાં (Vaishnodevi Temple) પણ અમાસની સાંજે એટલે કે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભવ્ય નજારો જોવા મળ્યો હતો. માતા વૈષ્ણો દેવી મંદિર રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું હતું.

આ પણ વાંચો- નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એવા હિમાલયની દીકરી શૈલપુત્રીના મહિમાં વિશે જાણો

મંદિરના સાઈન બોર્ડે સોશિયલ મીડિયા પર મંદિરનો ફોટો કર્યો શેર

જોકે, અમાસના આગામી દિવસે પ્રતિપદાથી જ શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. શારદીય નવરાત્રિની દુર્ગા પૂજામાં મહાલયાનું વિશેષ સ્થાન હોય છે. મહાલયાના દિવસે જ દુર્ગા પૂજાની શરૂઆત થાય છે. તેવામાં નવરાત્રિની પૂર્વ સંધ્યાએ જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી માતાના મંદિરના શ્રી સાઈન બોર્ડ તરફથી સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર ફોટો શેર કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે, માતા વૈષ્ણોદેવીનું મંદિર રંગબેરંગી લાઈટથી સજાવેલું છે અને આજુબાજુ રોશનીનો શણગાર છે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.