ETV Bharat / bharat

Uttar Pradesh Crime : શાળાએ મુકવા આવતા રીક્ષાચાલકે ધોરણ 8 ની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 10:01 PM IST

ઉત્તરપ્રદેશના લખનઉમાં એક સગીર બાળકીને શાળાએ મુકવા જતા રીક્ષાચાલકે બળાત્કાર કર્યો છે. આ ઘટના અંગે વિદ્યાર્થીનીએ તેના પરિવારને જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

Uttar Pradesh Crime
Uttar Pradesh Crime

ઉત્તર પ્રદેશ : લખનઉમાં એક સગીર સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે. સગીર વિદ્યાર્થીનીએ તેને શાળાએ મુકવા આવતા રીક્ષાચાલક વિરુદ્ધ આ ગંભીર આરોપ લગાવ્યો છે. ધોરણ 8 માં ભણતી વિદ્યાર્થીનીએ રીક્ષાચાલક પર આરોપ લગાવ્યો હતો કે, ડ્રાઈવરે વિદ્યાર્થિનીને નશીલો પદાર્થ પીવડાવી બેભાન કરી દીધી હતી. ત્યારબાદ તેને નિર્જન જગ્યાએ લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેને ધમકી પણ આપી જેના કારણે તે ગુમસુમ રહેવા લાગી હતી.

નરાધમે વિશ્વાસ તોડ્યો : માતાએ શંકાના આધારે પુત્રીને ઘણી વાર પૂછ્યું ત્યારે તેણે ડ્રાઈવરની કરતૂત વિશે જણાવ્યું. આ અંગે પીડિતાના પરિવારજનોએ પીજીઆઈ કોતવાલીમાં ગેરવર્તન અને પોક્સો એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક એપાર્ટમેન્ટમાં રહેતી કિશોરી ખાનગી શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે. તેના પિતા બહાર કામ કરે છે. ત્રણ મહિના પહેલા માતાએ તેને શાળાએ લઈ જવાની જવાબદારી પીજીઆઈ વિસ્તારમાં રહેતા એક ઓટો ડ્રાઈવરને સોંપી હતી.

આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થિનીનું મેડિકલ ચેકઅપ કરાવાની સાથે ટૂંક સમયમાં તેનું નિવેદન પણ નોંધવામાં આવશે. -- ઇન્સ્પેક્ટર બ્રિજેશચંદ્ર તિવારી

આરોપી ઝડપાયો : પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિતાનો આરોપ છે કે 30 સપ્ટેમ્બરે સ્કૂલથી પરત ફરતી વખતે ઓટો ડ્રાઈવરે તેના સાથે છેડછાડ કરી હતી, પરંતુ તે કંઈ સમજી શકી નહોતી. એટલા માટે મેં કોઈની સાથે ચર્ચા કરી નથી. બે-ત્રણ દિવસ પછી શાળાએથી પરત ફરતી વખતે આરોપીએ કિશોરીને નશીલો પદાર્થ ભેળવેલું ઠંડુ પીણું પીવડાવ્યું હતું. ત્યારબાદ આરોપી પીડિતાને ચિરૈયાબાગ પાસે એક નિર્જન જગ્યાએ લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. જ્યારે સગીરા સામાન્ય થઈ ત્યારે આરોપીએ આ અંગે કોઈને ન કહેવાની ધમકી આપી હતી.

  1. Supreme Court refuses to grant Divorce: લગ્ન એક પવિત્ર બંધન છે તેમ જણાવી સુપ્રીમ કોર્ટે 80 વર્ષીય દંપતિને છુટાછેડા ન આપ્યા
  2. SC disagree on Abortion: 26 અઠવાડિયાના ગર્ભના એબોર્શન માટે સુપ્રીમ કોર્ટે પરવાનગી ન આપી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.