ETV Bharat / bharat

SC disagree on Abortion: 26 અઠવાડિયાના ગર્ભના એબોર્શન માટે સુપ્રીમ કોર્ટે પરવાનગી ન આપી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 5:58 PM IST

સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ બી. વી. નાગરત્નાની સંયુક્ત બેન્ચે 26 અઠવાડિયાના ગર્ભના એબોર્શનની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજી પરણિતા દ્વારા કરવામાં આવી હતી. આ બેન્ચે આગામી સુનાવણી સીજેઆઈ ચંદ્રચુડવાળી અધ્યક્ષતાની બેન્ચમાં મોકલી આપી છે.

26 અઠવાડિયાના ગર્ભના એબોર્શન માટે સુપ્રીમ કોર્ટે પરવાનગી ન આપી
26 અઠવાડિયાના ગર્ભના એબોર્શન માટે સુપ્રીમ કોર્ટે પરવાનગી ન આપી

નવી દિલ્હીઃ બુધવારે સુપ્રીમ કોર્ટની બે મહિલા ન્યાયાધીશોની સંયુક્ત બેન્ચે 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત કરવાની માંગણીની અરજીને મંજૂરી આપી નહતી. એપેક્ષ કોર્ટમાં આ અરજીકર્તાને ગર્ભપાતની મંજૂરી અપાઈ હતી.

માનપૂર્વક ગર્ભપાતને મંજૂરી ન આપીઃ ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ બી. વી. નાગરત્નાની સંયુકત બેન્ચે જણાવ્યું કે આ ગર્ભપાતને મંજૂરી મળી શકે નહીં. આ કેસની આગામી સુનાવણી સીજેઆઈ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચમાં થશે. ન્યાયાધીશ નાગરત્નાએ જણાવ્યું કે હું માનપૂર્વક આ ગર્ભપાતને નકારુ છું. અરજીકર્તા પરણિતા હતાશાથી પીડાઈ રહી છે. તેણી ત્રીજા બાળકના ઉછેર માટે આર્થિક, માનસિક અને સામાજિક રીતે સક્ષમ નથી.

મહિલાને બે બાળકો છેઃ એપેક્ષ કોર્ટે મેડિકલ રિપોર્ટ તપાસીને 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી હતી. બે બાળકોની માતાએ આ ગર્ભપાતની મંજૂરી માંગતી અરજી કરી હતી. એપેક્ષ કોર્ટે નોંધ્યું હતું કે આ મહિલા જે અગાઉથી જ બે બાળકોની માતા છે તેણી ડીપ્રેશનથી પીડાય છે. તેમજ તે આ ત્રીજા બાળકના ઉછેર માટે સક્ષમ નથી. એપેક્ષ કોર્ટે કેન્દ્ર સરકારની અરજી પર પણ સુનાવણી કરી હતી.

એડિશનલ સોલિસિટર જનરલની દલીલઃ કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને બેન્ચે પુછ્યુ હતું કે શા માટે ડૉક્ટરે બે દિવસમાં મેડિકલ રિપોર્ટ ઈલાબોરેટ અન કેન્ડિક કર્યો? શા માટે ડૉક્ટર અગાઉના રિપોર્ટમાં અસ્પષ્ટતા દાખવી હતી? બેન્ચે અગાઉનો રિપોર્ટ અને ત્યારબાદ દિલ્હી સ્થિત AIIMSના ડૉક્ટરોએ આપેલા રિપોર્ટને ધ્યાને લીધા હતા. અસ્પષ્ટ રિપોર્ટ બાદ એપેક્ષ કોર્ટે નોંધ્યું કે મહિલાને ખરેખર તકલીફ છે પરંતુ રિપોર્ટ અનુસાર ગર્ભમાંથી બાળકના જન્મની પૂરેપૂરી શક્યતાઓ છે. જે ગર્ભમાંથી બાળક જન્મી શકે તેમ હોય તો પછી કઈ કોર્ટ તેના હૃદયના ધબકારા બંધ કરવાની પરવાનગી આપશે? અમને આશ્ચર્ય છે કે કઈ કોર્ટ આવો નિર્ણય આપી શકે ?

સીજેઆઈની અધ્યક્ષતામાં સુનાવણીઃ મંગળવારે સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેન્ચમાં ચાલેલ સુનાવણીમાં ન્યાયાધીશ નાગરત્નાએ ભારતીય સંઘ આવી અરજી કરશે તો ભવિષ્યમાં સામાન્ય લોકો પણ આ પ્રકારની અરજી કરશે. તેમણે ઉમેર્યુ કે સુપ્રીમ કોર્ટની દરેક બેન્ચ એ સુપ્રીમ કોર્ટ છે. અમે અલગ અલગ બેન્ચમાં બેસતી એક કોર્ટ છીએ. હું ભારતીય સંઘની આવી મંજૂરી માંગતી અરજીનો સ્વીકાર કરીશ નહીં.

ફોર્મલ અરજીનો આદેશઃ નવી દિલ્હી સ્થિત AIIMSના ડૉકટરોને સુપ્રીમ કોર્ટે 26 અઠવાડિયાનો ગર્ભ ધરાવતી મહિલાનું મેડિકલ ચેકઅપ કરવા કહ્યું અને રિપોર્ટ આપવા જણાવ્યું હતું. ભાટીએ એપેક્ષ કોર્ટને વિનંતી કરી હતી કે ન્યાયાધીશ કોહલીની અધ્યક્ષતાવાળી બેન્ચનો ઓર્ડર ધ્યાનમાં લે. મેડિકલ બોર્ડના ગર્ભમાંથી બાળક જન્મ લઈ શકે છે તે રિપોર્ટને ધ્યાને લેવા જણાવ્યું હતું. સીજેઆઈ ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે ભાટીને આ ઓર્ડરને રિકોલ કરવા માટે ફોર્મલ અરજી કરવા કહ્યું હતું.

  1. Supreme Court on Electoral Bond Scheme: ચૂંટણી બોન્ડ મામલે આગામી સુનાવણી 31મી ઓક્ટોબરે યોજાશેઃ સુપ્રીમ કોર્ટ
  2. Supreme Court Asks Report: દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણને કાબુમાં લેવા શું પગલા લેવાયા તેનો રિપોર્ટ રજૂ કરોઃ સુપ્રીમ કોર્ટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.