ETV Bharat / bharat

USમાં 15મી ઓગસ્ટની થશે ધામધૂમથી ઉજવણી, ત્રિરંગાના રંગમાં રંગાશે વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર

author img

By

Published : Aug 13, 2021, 3:18 PM IST

USમાં 15મી ઓગસ્ટની થશે ધામધૂમથી ઉજવણી, ત્રિરંગાના રંગમાં રંગાશે વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર
USમાં 15મી ઓગસ્ટની થશે ધામધૂમથી ઉજવણી, ત્રિરંગાના રંગમાં રંગાશે વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર

આ રવિવારે ભારતની સ્વતંત્રતાનો દિવસ (Independence Day) 15મી ઓગસ્ટ છે. ત્યારે સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટની તૈયારી ચાલી રહી છે. તો હવે અમેરિકામાં પણ ભારતના સ્વતંત્ર દિવસ (Independence Day)ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, જેમાં અમેરિકામાં રહેતા લોકો પણ ઉપસ્થિત રહેશે. અમેરિકાની સૌથી પ્રખ્યાત જગ્યાઓમાંથી એક 'વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર' (One World Trade Center) પર પણ ત્રિરંગાની છબી બતાવવામાં આવશે. આ ઉપરાંત ટાઈમ્સ સ્ક્વેર (Times Square ) પણ ત્રિરંગો ફરકાવવામાં આવશે.

  • અમેરિકામાં ભારતના સ્વતંત્ર દિવસ (Independence Day) 15મી ઓગસ્ટની કરાશે ઉજવણી
  • વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર (One World Trade Center)ને ત્રિરંગાના (Flag) રંગમાં રંગવામાં આવશે
  • ટાઈમ્સ સ્ક્વેર (Times Square ) પણ ભારતનો ત્રિરંગો (Indian Flag) ફરકાવવામાં આવશે

ન્યૂ યોર્કઃ આ રવિવારે 15મી ઓગસ્ટ ભારતનો સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં તૈયારી ચાલી રહી છે. તો બીજી તરફ વિદેશમાં રહેતા ભારતીયો પણ સ્વતંત્રતા દિવસને લઈને ઉત્સુક છે. તો અમેરિકામાં પણ હવે ભારતના સ્વતંત્ર દિવસ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવશે. અમેરિકામાં 9-11ના હુમલાવાળી જગ્યા બનાવવામાં આવેલી સૌથી ઉંચી ઈમારત 'વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર' અને ન્યૂ યોર્કની 2 અન્ય મશહુર ઈમારતો 15મી ઓગસ્ટે ભારતના 75મા સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગાના રંગમાં જગમગશે.

આ પણ વાંચો- 15મી ઓગસ્ટએ ગુજરાતના 10 હજારથી વધુ ગામોમાં ABVP કરશે ધ્વજવંદન

વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના પ્રાંગણને ત્રણ રંગમાં રંગવામાં આવશે

સાઉથ એશિયન એન્ગેજમેન્ટ ફાઉન્ડેશને (South Asian Engagement Foundation) કહ્યું હતું કે, વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના 408 ફૂટ ઉંચા અને 758 ટન વજનની શિખરને અને તેના પ્રાંગણને 15 ઓગસ્ટના દિવસે કેસરિયા, સફેદ અને લીલા રંગમાં જગમગાવવા માટે ડર્સ્ટ ઓર્ગેનાઈઝેશનની સાથે કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો- રાજયકક્ષાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે, જુઓ.. ક્યા જિલ્લામાં ક્યા પ્રધાનો રહેશે હાજર

આ પહેલ વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશના ઉત્સવમાં ઉજવાય છે

સંગઠને વધુમાં કહ્યું હતું કે, આ પહેલ વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશના ઉત્સવ ઉજવવા માટે છે. ઉત્સવ દરમિયાન મેનહેટ્ટનમાં ડર્સ્ટ સંગઠનના વન બ્રાયન્ટ પાર્ક અને વન ફાઈવ વન પ્રતિષ્ઠાન પણ ત્રિરંગાના રંગમાં જગમગશે. 15 ઓગસ્ટે સૂરજ ડૂબવાની સાથે જ રંગબેરંગી રોશની શરૂ કરી દેવામાં આવશે. આ મોડી રાત્રે 2 વાગ્યા સુધી ચાલતી રહેશે. આ ઉપરાંત ત્રિરંગાના ત્રણ રંગ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના પ્રાંગણમાં પણ નજર આવશે.

એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને દર વર્ષે ત્રણ રંગોથી રોશન કરાય છે

પરંપરાગત રીતે ન્યૂ યોર્કમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (Empire State Building)ને દર વર્ષે ભારતના સ્વતંત્ર દિવસ પર ત્રણ રંગોથી રોશન કરવામાં આવે છે. ડર્સ્ટ ઓર્ગેનાઈઝેશનના માર્ક ડોમિનોએ એક વક્તવ્યમાં કહ્યું હતું કે, ભારતના 75મા સ્વતંત્ર દિવસના પ્રસંગે સમારોહ માટે SEFની સાથે ભાગીદારી કરીને કંપનીને ગર્વ થાય છે. SEFના ટ્રસ્ટી રાહુલ વાલિયાએ આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો અને કહ્યું હતું કે, આ અમેરિકા અને ભારત વચ્ચે પ્રેમની અભિવ્યક્તિ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.