ETV Bharat / city

15મી ઓગસ્ટએ ગુજરાતના 10 હજારથી વધુ ગામોમાં ABVP કરશે ધ્વજવંદન

author img

By

Published : Aug 9, 2021, 1:10 PM IST

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આઝાદીનાં 75 વર્ષને લઈને સ્વરાજ 75 (svraj 75) અભિયાન હાથ ધરવામાં આવનાર છે. આ અભિયાનને લઇને ગુજરાતના 10 હજાર કરતાં વધુ ગામોમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે. જેને લઇને ABVP દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અંદાજીત 20 હજાર જેટલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જોડાશે.

ABVP
ABVP

  • 15મી ઓગસ્ટએ 10 હજારથી વધુ ગામોમાં ABVP કરશે ધ્વજવંદન
  • સ્વરાજ 75 અભિયાન થકી આ ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાશે
  • અલગ-અલગ 100 જેટલા વિસ્તારોમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ

રાજકોટ: આગામી પંદરમી ઓગસ્ટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાતના સાત હજારથી વધુ ગામોમાં ધ્વજ વંદન કરવામાં આવશે. સ્વરાજ 75 (svraj 75) અભિયાન થકી આ ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેનો મુખ્ય હેતુ રાજ્યના તમામ નાના ગામોમાં રાષ્ટ્રભક્તિ સાથે ઉમંગ અને ઉત્સાહના વાતાવરણ સર્જાય તે માટેનો છે. આ સાથે જ ભારતની સ્વતંત્રતા માટે જે લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. તેમને પણ યાદ કરવામાં આવશે. રાજકોટમાં પણ અલગ-અલગ 100 જેટલા વિસ્તારોમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવશે.

સ્વરાજ 75 અભિયાન હેઠળ યોજવામાં આવશે કાર્યક્રમ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આઝાદીનાં 75 વર્ષને લઈને સ્વરાજ 75 અભિયાન હાથ ધરવામાં આવનાર છે. આ અભિયાનને લઇને ગુજરાતના 10 હજાર કરતાં વધુ ગામોમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે. જેને લઇને ABVP દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અંદાજીત 20 હજાર જેટલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જોડાશે. તેમજ ગુજરાતના છેવાડાના ગામો સુધી ધ્વજ વંદન કરવામાં આવશે.

વિસ્તારમાં જેને શ્રેષ્ઠ વ્યક્તિના હસ્તે ધ્વજવંદન

રાજકોટમાં પણ 100 જેટલા અલગ-અલગ વિસ્તારમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવશે. મુખ્યત્વે જે વિસ્તારમાં કોઈ દિવસ ધ્વજ વંદન કરવામાં આવ્યું નથી તેવા વિસ્તારોને પ્રથમ પસંદગી કરવામાં આવશે. તેમજ આ જ વિસ્તારમાં જેને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હશે અથવા કોરોના દરમિયાન શ્રેષ્ઠ કાર્ય કર્યું હશે તેવા, તેમજ સામાજિક કામગીરી કરતા હોય તેવા લોકોના હસ્તે આ ધ્વજ વંદન યોજવામાં આવશે, એટલે કે અલગ-અલગ વિસ્તારના શ્રેષ્ઠ વ્યક્તિઓ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લા કક્ષાનો ગણતંત્ર દિવસ ઉજવાયો

ધ્વજવંદન નથી થયું તે વિસ્તારની પ્રથમ પસંદગી

આઝાદીના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાતના 10 હજાર કરતાં વધુ ગામોમાં ધ્વજવંદન કરવામાં આવશે. આ એવા વિસ્તાર હશે કે જ્યાં કોઈ દિવસ ધ્વજવંદન કરવામાં આવતું ન હોય તે વિસ્તારમાં જઇને ABVP ના કાર્યકર્તાઓ દ્વારા લોકોમાં રાષ્ટ્ર પ્રેમ જાગે અને સ્વાતંત્ર પર્વની ઉત્સવની જેમ ઉજવણી થાય તે માટે આ વિસ્તારમાં ધ્વજ વંદનો કરવામાં આવશે અને લોકોને પણ રાષ્ટ્રભક્તિ અંગે વધુમાં વધુ જાગૃત કરવામાં આવશે.

આ પણ વાંચો: 15 ઓગસ્ટના દિવસે ABVP દ્વારા 10 હજાર ગામોમાં ફરકાવવામાં આવશે ધ્વજ

40,000થી વધુ કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ લેશે ભાગ

આ અંગે ABVPના ગુજરાત પ્રદેશ મીડિયા સંયોજક સમર્થ ભટ્ટે ઇટીવીને જણાવ્યું હતું કે અમે આઝાદીની 75માં વર્ષની એક અનોખી ઉજવણીના ભાગરૂપે રાજ્યના 10 હજાર જેટલા ગામોમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવાના છીએ. જ્યારે આ કાર્યમાં ABVPના 20 હજારથી વધુ કાર્યકર્તાઓ અને વિવિધ કોલેજના 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ આમ અંદાજીત 40 હજાર જેટલા લોકો જોડવાના છે. ત્યારબાદ અમે 75માં આઝાદી વર્ષ થકી વિવિધ કાર્યક્રમો દેશભક્તિના આખા વર્ષ દરમિયાન અમે યોજવાના છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.