ETV Bharat / bharat

UP Assembly Election 2022: ભાગમભાગના ડરને દૂર કરવાના પ્રયાસો, ભાજપનું ટિકિટની વહેંચણી માટે સોશિયલ એન્જિનિયરિંગ

author img

By

Published : Jan 15, 2022, 11:00 AM IST

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) પહેલા ટિકિટની વહેંચણીને લઈને પક્ષો વચ્ચે ભારે હોબાળો ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને એસપી-આરએલડીએ ઘણી બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપની પ્રથમ યાદી સંભવતઃ આજે શનિવારે જાહેર (BJP's first list will be announced today) કરવામાં આવશે.

UP Assembly Election 2022: ભાજપમાં ભાગમનો ડર દૂર કરવાના પ્રયાસો, ટિકિટની વહેંચણી માટે સોશિયલ એન્જિનિયરિંગ
UP Assembly Election 2022: ભાજપમાં ભાગમનો ડર દૂર કરવાના પ્રયાસો, ટિકિટની વહેંચણી માટે સોશિયલ એન્જિનિયરિંગ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદી શનિવારે જાહેર (BJP's first list will be announced today) કરવામાં આવશે. આ લિસ્ટમાં પાર્ટીએ સોશિયલ એન્જિનિયરિંગનું (Social engineering for ticket distribution) સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.

બળવાખોર નેતાઓની સંખ્યા વધુ ન વધે

પાર્ટી એ બાબત પર પણ પગલાં લઈ રહી છે કે યાદી આવ્યા બાદ બળવાખોર નેતાઓની સંખ્યા વધુ ન વધે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની (Central Election Committee) અનેક રાઉન્ડની બેઠકો બાદ પણ ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી.

ભાજપમાં ટોચના નેતાઓમાં મંથન ચાલુ

એક પછી એક અનેક ધારાસભ્યોના રાજીનામા વચ્ચે અંદરખાને મળેલા સંકેતો મુજબ ટીકીટની વહેંચણીને લઈને ભાજપમાં ટોચના નેતાઓમાં મંથન ચાલી રહ્યું છે.

પાર્ટીની યાદી જાહેર થાય તેની રાહ

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની (Central Election Committee) પ્રથમ બેઠકમાં પ્રથમ બે તબક્કાની ચૂંટણીની બેઠકો પર ચર્ચા કરવામાં આવી છે. પાર્ટીની યાદી જાહેર થાય તેની રાહ જોવાઈ રહી છે. એવું માનવામાં આવે છે કે, પાર્ટીએ સોશિયલ એન્જિનિયરિંગ (Social engineering for ticket distribution) પર સંપૂર્ણ ધ્યાન રાખીને જાતિના સમીકરણને ઠીક કરવાનો પ્રયાસ કર્યો છે.

પ્રથમ યાદીમાં ધારાસભ્યોની ટીકીટ કાપવામાં આવી

પ્રથમ યાદીમાં ધારાસભ્યોની ટીકીટ કાપવામાં આવી (In first list ticket of MLAs was cut) રહી છે, જેમના માટે લોકોમાં નારાજગી છે. આવા લોકોની ટિકિટ પણ કાપવામાં આવી છે, જેમની સામે સ્થાનિક સ્તરે કરાયેલા સર્વેમાં રિપોર્ટ સારો આવ્યો નથી. વાસ્તવમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો અને મંત્રીઓએ પાર્ટી છોડી દીધી હોવાના કારણે હવે પાર્ટી પગલાં લઈ રહી છે.

ભાજપમાંથી લગભગ 14 નેતાઓએ રાજીનામું આપ્યા

ભારતીય જનતા પાર્ટીમાંથી લગભગ 14 નેતાઓએ રાજીનામું આપી દીધું છે અને તેમાં ત્રણ કેબિનેટ પ્રધાનઓનો પણ સમાવેશ થાય છે અને મોટાભાગના નેતાઓ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેના કારણે પાર્ટીની છબીને પણ નુકસાન પહોંચ્યું છે. આ જ કારણ છે કે પ્રથમ યાદીમાં જ્ઞાતિ સમીકરણનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે, જો લિસ્ટ આવ્યા બાદ જો કોઈ નેતા બળવો કરે તો તેના પર આ સમીકરણ ટાંકી શકાય.

ભાજપ પ્રથમ યાદીમાં 150 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે

પાર્ટી પહેલી યાદીમાં 172 લોકોની યાદી લાવવા જઈ રહી હતી, પરંતુ હવે અંદરથી મળેલી માહિતી અનુસાર સમાચાર એવા પણ આવી રહ્યા છે કે, કેટલીક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત હવે અટકાવવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, ભાજપ પ્રથમ યાદીમાં લગભગ 150 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યાથી ચૂંટણી લડશે

પ્રથમ યાદીમાં 22 OBC ઉમેદવારો, 8 SC ઉમેદવારો, 21 ફોરવર્ડ ક્લાસ, 11 જાટ સમુદાય, 5 ગુર્જર, 7 બ્રાહ્મણ અને 9 રાજપૂત ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યાથી, કેશવ મૌર્ય કૌશામ્બીની સિરાથુ સીટથી અને દિનેશ શર્મા લખનૌથી ચૂંટણી લડશે તે લગભગ નક્કી છે.

22 OBC ઉમેદવારોને પ્રથમ યાદીમાં સ્થાન આપ્યું

ભારતીય જનતા પાર્ટીએ OBC નેતાઓના વારંવારના રાજીનામામાં સમાધાન કરવાના હેતુથી 22 OBC ઉમેદવારોને પ્રથમ યાદીમાં સ્થાન આપ્યું છે. આ સાથે જ આ સમુદાયને પ્રભાવિત કરવા માટે સામાજિક સંપર્ક અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. તે જ સમયે જે કેટલાક નામો સામે આવી રહ્યા છે તેમાં મથુરાના શ્રીકાંત શર્મા, નોઈડાના પંકજ સિંહ, ગાઝિયાબાદના અતુલ ગર્ગ, મોદીનગરના ડૉ. મંજુ, મુરાદનગરથી અજીત પાલ ત્યાગી, લોનીના નંદકિશોર ગુર્જરનો સમાવેશ થાય છે.

ભાજપે ધારાસભ્ય કમલ સિંહ મલિકની ટિકિટ કાપીને હરેન્દ્ર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા

ગઢમુક્તેશ્વરથી ભાજપે ધારાસભ્ય કમલ સિંહ મલિકની ટિકિટ કાપીને હરેન્દ્ર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. આગરાની ખૈરાગઢ વિધાનસભાથી બીજેપી ધારાસભ્ય મહેશ ગોયલની ટિકિટ કાપ્યા બાદ પાર્ટીએ ભગવાન સિંહ કુશવાહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણની પત્ની કે જેઓ નૌગાવા સદાતના ધારાસભ્ય છે તેમને પણ આ વખતે ટિકિટ આપવામાં આવી નથી.

આ પણ વાંચો:UP Assembly election 2022 : અયોધ્યાથી ચૂંટણી લડશે યુપીના CM યોગી આદિત્યનાથ

UP Assembly Election 2022 : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 125 ઉમેદવારોની યાદી જાહેર, મહિલાઓને 50 ટકા ભાગીદારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.