ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં કહ્યું, "ભારત 100 ટકા કોરોના રસીકરણના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે"

author img

By

Published : Feb 8, 2022, 9:40 AM IST

Updated : Feb 8, 2022, 1:06 PM IST

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચાર દિવસ સુધી ચાલેલી ચર્ચા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi responded to debate in Rajya Sabha) રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે. આપણે બધા રાજકીય ક્ષેત્રના લોકોએ પોતાનું અને દેશનું ધ્યાન એ તરફ રાખવું જોઈએ કે આવનારા 25 વર્ષમાં દેશ ક્યાં પહોંચવો જોઈએ. દેશને આગળ લઈ જવા માટે સામૂહિક ભાગીદારીનું આહ્વાન કર્યું હતું.
PM મોદીએ રાજ્યસભામાં કહ્યું, ભારત 100% કોરોના રસીકરણના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે
PM મોદીએ રાજ્યસભામાં કહ્યું, ભારત 100% કોરોના રસીકરણના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi responded to debate in Rajya Sabha) જણાવ્યું હતુ કે, કોરોના એ વૈશ્વિક મહામારી છે. છેલ્લા 100 વર્ષમાં સમગ્ર વિશ્વ અને માનવતાએ આવી મહામારીનો સામનો કર્યો નથી. કોરોના સંક્રમણની ભયાનકતા એ હતી કે માતા એક રૂમમાં બીમાર પડી છે, પરંતુ પુત્ર લાચાર છે, માતાની મદદ કરવામાં અસમર્થ છે. દેશે કોરોના સાથે જે પ્રકારની લડાઈ લડી છે, તેનો શ્રેય આખા દેશને જાય છે. વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, શ્રેય લેવાની દોડમાં દેશના હિતનું ધ્યાન રાખવામાં આવ્યું નથી.

PM મોદીએ આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો

અગાઉ રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પર ચાર દિવસ સુધી લોકસભામાં ચર્ચા થઈ હતી. સંસદમાં બજેટ સત્રના છઠ્ઠા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં મોટો બદલાવ આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું, લોકસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, ગૃહ જેવા પવિત્ર સ્થળનો ઉપયોગ દેશને બદલે પાર્ટી માટે કરવામાં આવ્યો.

કોવિડ રસીને પાર્ટીના રાજકારણમાં પણ લાવ્યો

સોમવારે લોકસભામાં અધીર રંજન ચૌધરીના વિક્ષેપ પર ટિપ્પણી કરતા પીએમએ કહ્યું હતું કે, "કોઈ પણ ટોપી પહેરવાની શું જરૂર છે, મેં કોઈનું નામ નથી લીધું." હવે હું નામથી વાત કરીશ. આ કોરોના કાળમાં કોંગ્રેસે તેની હદ વટાવી દીધી છે. તેમણે કહ્યું કે, પ્રથમ લહેર દરમિયાન જ્યારે લોકોને જ્યાં છે ત્યાં જ રહેવાનો સંદેશ આપવામાં આવી રહ્યો હતો, ત્યારે કોંગ્રેસે મુંબઈના રેલ્વે સ્ટેશન પર ઉભા રહીને મુંબઈમાં કાર્યકરોને મફત ટિકિટ આપી અને કહ્યું કે જાઓ... મહારાષ્ટ્ર અમારા પરનો બોજ ઓછો કરવા તમે કહ્યું કે બિહાર-યુપી જઈને તમે કોરોના ફેલાવો છો. અમારા કાર્યકરોને મુશ્કેલીમાં ધકેલી દીધા. ત્યારે દિલ્હી સરકારે જીપ પર માઈક પર જઈને કહ્યું કે સંકટ મોટું છે, દિલ્હીથી જવા માટે વાહનો આપ્યા. જેના કારણે યુપી-ઉત્તરાખંડ-પંજાબમાં કોરોના વધુ ફેલાઈ ગયો.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 11 ફેબ્રુઆરીએ ચર્ચાનો જવાબ આપશે

કેન્દ્રીય બજેટ 2022 (Union Budget 2022) પર રાજ્યસભામાં 11 કલાકથી વધુ સમય સુધી ચર્ચા કરવામાં આવશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ વ્યાપાર સલાહકાર સમિતિને જણાવ્યું હતું કે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 11 ફેબ્રુઆરીએ ચર્ચાનો જવાબ આપશે. તેના જવાબ માટે 11 ફેબ્રુઆરીના રોજ બિન-સત્તાવાર વ્યવસાય સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અધ્યક્ષ નાયડુએ વ્યાપાર સલાહકાર સમિતિને આપી માહિતી

અધ્યક્ષ નાયડુએ વ્યાપાર સલાહકાર સમિતિને માહિતી આપી હતી કે, બજેટ સત્રના પહેલા ભાગમાં સમયની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને સરકાર કોઈપણ કાયદાકીય કામકાજની દરખાસ્ત કરવાનો ઇરાદો ધરાવતી નથી. આ સમયગાળા દરમિયાન કોઈપણ ટૂંકા ગાળાની ચર્ચા અથવા ધ્યાન આકર્ષિત કરવા માટે કોઈ અવકાશ નથી. નાયડુએ ફરીથી નેતાઓને વિનંતી કરી કે, તેઓ રાજ્યસભાની કામગીરી સુચારુ રીતે ચલાવવા દે. ગૃહના નેતા પીયૂષ ગોયલ, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને બિઝનેસ એડવાઇઝરી કમિટીના અન્ય સભ્યોએ બેઠકમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો: તેમને અરીસો ના બતાવો તેઓ અરીસો પણ તોડી નાખશે, લોકસભામાં પીએમના વિપક્ષ પર આકરા પ્રહાર

લોકસભા દ્વારા રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવને મંજૂરી

લોકસભાએ સોમવારે ધ્વનીમત દ્વારા સંસદના બન્ને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 31 જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. રાષ્ટ્રપતિના અભિભાષણ માટે આભાર પ્રસ્તાવ પર ચર્ચા 2 ફેબ્રુઆરીએ શરૂ થઈ અને 3 અને 4 ફેબ્રુઆરીએ ચાલુ રહી હતી. આ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નીચલા ગૃહમાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતા. વડાપ્રધાનના જવાબ બાદ, ગૃહે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભારની દરખાસ્ત મંજૂર કરી હતી.

વડાપ્રધાનના વિપક્ષી પાર્ટી પર આકરા પ્રહારો

  • જુઓ તમારી શું હાલત છે, ઘણા રાજ્યોએ તમને વર્ષોથી તક નથી આપી
  • અમે એક પણ ચૂંટણી હારીએ તો તમે મહિનાઓ સુધી ચર્ચા કરતા રહો છો
  • ન તો તમારો અહંકાર જાય છે કે, ન તો તમારી ઇકો સિસ્ટમ તેને જવા દે છે
  • જ્યારે તેઓ દિવસને રાત કહે તો તરત જ સંમત થાઓ, જો નહિ માનો તો તેઓ દિવસમાં નકાબ ઓઢી લેશે
  • જરૂર પડશે તો વાસ્તવિકતાને થોડું ટ્વિસ્ટ કરીશું, તેને ગર્વ છે પોતાની સમજ પર
  • તેમને અરીસો ના બતાવો, તેઓ અરીસો પણ તોડી નાખશે

ટીકા એ જીવંત લોકશાહીનું આભૂષણ છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, અમે લોકતંત્ર માટે પ્રતિબદ્ધ છીએ. ટીકા એ જીવંત લોકશાહીનું આભૂષણ છે પણ આંધળો વિરોધ આ જાહેર તંત્રનો અનાદર છે. દરેકના પ્રયત્નો આ ભાવનાથી ભારતે જે કંઈ હાંસલ કર્યું છે તે સારૂ થાત જો તેને ખુલ્લા મનથી સ્વીકારવામાં આવ્યું હોત તો તેનું ગૌરવ ગાન કરતા. છેલ્લા 2 વર્ષથી આખી દુનિયા સૌથી મોટી મહામારીનો સામનો કરી રહી છે, જો ભારતને ભૂતકાળમાં જોવાની આદત હોત તો આજે પરિસ્થિતિ અલગ જ હોત. ભારતમાં બનેલી કોવિડ રસી વિશ્વમાં સૌથી અસરકારક છે.

આ પણ વાંચો: PM મોદીએ કહ્યું- ગમે તેટલું અંધારું હોય, ભારત પોતાનો મૂળ સ્વભાવ છોડતું નથી

કોવિડ રસીને પણ પાર્ટીના રાજકારણમાં લઈ આવ્યાં

અધીર રંજન ચૌધરીના ટોકવા પર ટિપ્પણી કરતા પીએમે જણાવ્યું કે, કોઈ પણ ટોપી પહેરવાની શું જરૂર છે, મેં કોઈનું નામ નથી લીધું. હવે હું નામ લઈને જ વાત કરીશ. આ કોરોના કાળમાં કોંગ્રેસે તેની હદ વટાવી દીધી છે. તેમણે કહ્યું કે, પ્રથમ લહેર દરમિયાન જ્યારે લોકોને જ્યાં છે ત્યાં જ રહેવાનો સંદેશ આપવામાં આવી રહ્યો હતો, ત્યારે કોંગ્રેસે મુંબઈના રેલવે સ્ટેશન પર ઊભા રહીને મુંબઈમાં કાર્યકરોને મફત ટિકિટ આપી અને કહ્યું કે જાઓ... મહારાષ્ટ્રમાં અમારા પરનો બોજ ઓછો થાય અને કહ્યું કે, બિહાર-યુપી જઈને તમે કોરોના ફેલાવો. અમારા કાર્યકરોને મુશ્કેલીમાં ધકેલી દીધા, ત્યારે દિલ્હી સરકારે જીપ પર માઈક પર જઈને કહ્યું કે સંકટ મોટું છે, દિલ્હીથી જવા માટે વાહનો આપ્યા. જેના કારણે યુપી-ઉત્તરાખંડ-પંજાબમાં કોરોના વધુ ફેલાઈ ગયો.

PM મોદીએ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના નિવેદન પહેલા લતા મંગેશકરના નિધન પર લોકસભા અધ્યક્ષે શોકગ્રસ્ત પરિવાર અને લતાજીના ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. શુક્રવારે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીની હાજરીમાં BJP નેતાઓ પર આકરા પ્રહારો (Strike On BJP in the presence of Modi)કર્યા હતા. તેમણે કહ્યું કે જેટલો ટાઈમ મોદી મોદી કરવામાં કાઢ્યો, તેના કરતા જો તેમણે ભગવાન રામનું નામ લીધું હોત તો, ભગવાન રામ પોતે અહીં આવી ગયા હોત.

Last Updated :Feb 8, 2022, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.