ETV Bharat / bharat

ટાઈપ 2 ડાયાબિટીસના પીડિતે કેવી રીતે બનાવવી વ્યાયામની દિનચર્યા

author img

By

Published : Jul 19, 2021, 5:35 PM IST

ચિકિત્સક તથા જાણકાર બધા જાણે અને માને પણ છે કે નિયમિત વ્યાયામ મનુષ્યની શારીરિક અને માનસિક સમસ્યાઓને દૂર રાખી શકે છે. જાણકાર જણાવે છે કે, ડાયાબિટીસના પ્રબંધનમાં પણ નિયમિત વ્યાયામ મદદ કરે છે. વિશેષ રીતે ટાઈપ 2 ડાયાબિટીસ પીડિતો માટે વ્યાયામ એક જરૂરત છે કારણકે નિયમિત વ્યાયામ સુગરને નિયંત્રિત કરવામાં, હદય સ્વાસ્થ્યમાં સુધારો લાવવામાં મદદ કરે છે.

ટાઈપ 2 ડાયાબિટીસના પીડિત કેવી રીતે બનાવે વ્યાયામની દિનચર્યા
ટાઈપ 2 ડાયાબિટીસના પીડિત કેવી રીતે બનાવે વ્યાયામની દિનચર્યા

બોસ્ટનના જોસલીન ડાયાબિટીસ સેન્ટરમાં ક્લિનિકલ એક્સરસાઇઝ ફિઝિયોલોજી વિભાગના મેનેજર અને ડાયાબિટીસ કેળવણીકાર જેક્લીન શર્ન (એમ.એડ., આરસીઇપી, સીડીઇ) ના જણાવ્યા અનુસાર, ડાયાબિટીઝના સંચાલનના પ્રારંભિક તબક્કામાં કસરત મુશ્કેલ બની શકે છે, પરંતુ ડાયાબિટીઝના સંચાલનમાં નિયમિત કસરત ખૂબ મદદરૂપ થઈ શકે છે.

ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓએ કસરત કરવી જોઈએ

મૈસુરુ સ્થિત યોગ પ્રશિક્ષક, સૌન્દર્ય અને આરોગ્ય ચિકિત્સક અને ટ્રેનર મીનુ વર્મા પણ પુષ્ટિ કરે છે કે, ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે કસરત શરૂ કરવી મુશ્કેલ બની શકે છે, પરંતુ તબીબી સલાહ અને તાલીમ પામેલા ટ્રેનરની દિશામાં નિયમિત કસરત કરવાથી ડાયાબિટીઝ મેનેજમેન્ટમાં માત્ર ફાયદો થાય છે, સાથે સાથે શારીરિક પ્રવૃત્તિમાં પણ વધારો થાય છે, સાથે સાથે ફાયદા થાય છે અને શરીરને તમામ પ્રકારના રોગોમાં મજબુત બનાવે છે. પરંતુ તે મહત્વનું છે કે કસરતનો નિયમ બનાવતા પહેલા તમામ જરૂરી સાવચેતીઓ અને આવશ્યકતાઓ ધ્યાનમાં રાખવી.

વ્યાયામની દિનચર્યાની યોજના બનાવે છે

ટ્રેનર મીનું વર્મા જણાવે છે કે, તેમના પાસે આવનારા ડાયાબિટીસ પીડિતોની ચિકિત્સિય રીપોર્ટના આધારે તેઓ તેમના વ્યાયામની દિનચર્યાની યોજના બનાવે છે. આ એક ઘણું અગત્યનું પગલું છે.

વ્યાયામ માટે ચિકિત્સકની સલાહ લેવી જોઈએ

ડાયાબિટીસ પ્રબંધનના સંબંધે જારી રિપોર્ટમાં જૈક્લીન શાહર જણાવે છે કે, ડાયાબિટીસ, હાઈબીપી, અથવા કોઈ અન્ય સ્વાસ્થ્ય સમસ્યા માટે દવા લઇ રહેલા લોકોને જોડાણ અને માંસપેશીઓમાં સમસ્યા છે, તો વ્યાયામ પહેલા ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે કે તેમની માટે કયો તથા કયા પ્રકારનો વ્યાયામ સુરક્ષિત છે.

વ્યાયામ શરૂ કરતાં પહેલાં આંખોની તપાસ કરાવવી જોઈએ

તેમજ એવા રોગીઓને નિયમિત રીતે વ્યાયામ શરૂ કરતાં પહેલાં આંખોની પણ તાપસ કરાવવી જોઈએ. કારણકે ટાઈપ 2 ડાયાબિટીસની સૌથી મોટી અસર આપણી આંખો પર પડે છે. એવામાં જો પીડિતને રેટિના અથવા રિસાવમાં કોઈ સમસ્યા હોય તો કેટલીક વિશેષ પ્રકારના વ્યાયામ નિષેધ માનવામાં આવે છે.

વ્યાયામ કરતા સમયે માંસપેશીઓ સંકોચાઈ જાય છે

જૈક્લીન શાહર અનુસાર જયારે આપણે વ્યાયામ કરતા હોઈએ છે ત્યારે આપણી માંસપેશીઓ સંકોચાઈ જાય છે અને શરીરને વધુ ઉર્જાની જરૂર પડે છે. માંસપેશીઓ માટે ઉર્જા ગ્લુકોઝથી આવે છે. એવામાં વ્યક્તિ જેટલો વ્યાયામ કરે છે એટલોજ વધારે ગ્લૂકોઝ બડે છે. વ્યાયામ કર્યા પછી આરામ કરવાથી ઇન્સ્યુલિન રક્ત કોશિકાઓ સુધી ગ્લૂકોઝ પહોંચાડવામાં મદદ કરે છે. જો કે, ગ્લુકોઝ આ કોશિકાઓમાં સ્વતંત્ર રૂપથી પણ પ્રવેશ કરી શકે છે. વ્યાયામ કરવાથી માંસપેશીઓમાં ગ્લુકોઝ તથા ઇન્સ્યુલિનની પ્રતિક્રિયાઓ લોહીમાં સુગરના પ્રબંધનમાં મદદ કરે છે. આ ઉપરાંત જ્યારે તમે શારીરિક રૂપથી સક્રિય થાય તો ઇન્સ્યુલિન સારું કામ કરે છે. તેથી નિયમિત વ્યાયામથી ઘણી વાર ડાયાબિટીસની દવાઓની આવશ્યકતાને ઓછી કરે છે.

ડાયાબિટીસમાં વ્યાયામ સાથે જોડાયેલી સાવધાની

એપ્પલ હોસ્પિટલ ઇન્દોરના ચિકિત્સક સંજય જૈનના જણાવ્યા અનુસાર, કસરત નિશંકપણે કોઈપણ પ્રકારની આરોગ્યની સ્થિતિમાં મદદ કરે છે અને શરીરની પ્રતિરક્ષાને મજબૂત બનાવે છે. પરંતુ સાવચેતી તરીકે, ડાયાબિટીસવાળા લોકો માટે, ખાસ કરીને ટાઇપ 2, કોઈપણ પ્રકારની કસરત અથવા કસરત શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે

ધ્યાનમાં લેવાની બાબતો

અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન અનુસાર, ટાઈપ 2 ડાયાબિટીસ વાળા લોકોએ એક વ્યાયામ યોજના બનાવીને અઠવાડિયામાં 5 દીવસ ઓછામાં ઓછી 30 મિનિટની મધ્યમ તીવ્રતા વાળું વ્યાયામ કરવું જોઇએ. જો પીડિતનું વજન વધારે છે અને તેને વજન ઓછું કરવાની જરૂર છે, તો અઠવાડિયામાં 6 દિવસ વ્યાયામના 60 મીનિટનું લક્ષય રાખવું જોઈએ

વ્યાયામની શરૂઆત 5 મિનિટથી કરવી જોઈએ

એડીએ સિફારીશ કરે છે કે નિયમિત વ્યાયામની શરૂઆત હંમેશા હળવા અને ઓછા જોખમ વાળા વ્યાયામથી જ કરવી જોઈએ. ત્યારબાદ ધીરે ધીરે કસરતની દિનચર્યાને વધારી શકાય છે. શરૂઆતમાં દિવસમાં કેવળ 5 મીનિટથી શરૂ કરો અને પછી ધીમે ધીમે 10, પછી 15મિનિટનો સમય વધારવો જોઈએ. આવી રીતે ત્યાં સુધી કરો જ્યાં સુધી તમારા ધ્યેય સુધી પહોંચી ના શકો. એવામાં વાગવાનું જોખમ ઓછું થઈ જાય છે. જો કોઈ વ્યાયામ કરવામાં મુશ્કેલી પડે તો ચિકિત્સકની સલાહ લેવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.