ETV Bharat / bharat

તો શું આ તારીખથી બંધ થઈ જશે ફેસબુક અને ટ્વિટર...!?

author img

By

Published : May 25, 2021, 8:43 AM IST

દેશમાં કામ કરી રહેલી મુખ્ય મીડિયા કંપનીઓ ફેસબુક અને ટ્વિટર સામે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. કેન્દ્ર સરકારે દેશમાં તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ કેટલાક નિયમોનું પાલન કરવાનું સૂચન આપ્યું હતું અને તે માટે 3 મહિનાનો સમય આપ્યો હતો જે 26 મી મે પૂર્ણ થઈ રહ્યો છે.

social media
social media

  • કેન્દ્ર સરકાર દ્વરા આપેલા નિયમોનું પાલન નથી કર્યું સોશિયલ મીડિયા કંપનીઓએ
  • ફેબ્રુઆરીમાં લાગુ કર્યા હતા નવા નિયમો
  • 26 મે ડેડલાઈન

નવી દિલ્હી: દેશમાં કામ કરી રહેલી મુખ્ય મીડિયા કંપનીઓ ફેસબુક અને ટ્વિટર સામે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. કેન્દ્ર સરકારે દેશમાં તમામ સોશિયલ મીડિયા કંપનીઓને કેટલાક નિયમોનું પાલન કરવાનું સૂચન આપ્યું હતું અને તે માટે 3 મહિનાનો સમય આપ્યો હતો જે 26 મી મે પૂર્ણ થઈ રહ્યો છે. સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ, અત્યાર સુધી સોશિયલ મીડિયા કંપનીઓએ કેટલાક નિયમોનું પાલન કર્યું નથી જેના કારણે એવો અંદાજ લગાવી શકાય છે કે, આગામી બે દિવસોમાં આ સેવાઓ બંધ થઈ શકે છે.

આ પણ વાંચો: ભારતમાં ફેસબુકે પોતાના કોવિડ એનાઉન્સમેન્ટ ટૂલનું કર્યું વિસ્તરણ

કેન્દ્ર સરકાર દ્વરા આપેલા નિયમોનું નથી કર્યું આ કંપનીઓએ પાલન

કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021ના રોજ ભારતના ઈલેક્ટ્રોનિક્સ તેમજ IT મંત્રાલય તરફથી ડિજિટલ કન્ટેન્ટને રેગ્યુલેટને 3 મહિનાની અંદર અધિકારીઓ, નોડલ અધિકારીઓને નિયુક્ત કરવા માટે કહેવામાં આવ્યું હતું અને તે બધાનું કાર્યક્ષેત્ર ભારતમાં હોવું જોઈતું હતુ. પરંતુ સૂત્રો માનીઓ તો, સોશિયલ મીડિયાએ હજી સુધી તેના નિયમો લાગુ કર્યા નથી. સુત્રોના જણાવ્યા મુજબ કંપનીના નિયમોનું પાલન કરવું તે તેના ઇન્ટરમિડિયરી સ્ટેટ્સની સંભાવના છે અને તેના પર સ્વયંભૂ કાર્યવાહી પણ થઈ શકે છે.

ફેબ્રુઆરીમાં લાગુ કર્યા હતા નવા નિયમો

સમાચારની સાઈટ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ માટેના નિયમો ફેબ્રુઆરીમાં લાગુ કરવામાં આવ્યા હતા. સરકારના સૂત્રો જણાવી રહ્યા છે કે, જો કંપનીઓ આ નિયમોને નહીં અનુસરે તો તેમના મધ્યવર્તી દરજ્જાને સમાપ્ત કરવામા આવી શકે છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી પણ કરી શકાય છે.

ભારતમાં સોશિયલ મિડિયા વેબસાઈટ એક ઈન્ટરમિડિયેટની જેમ કામ કરે છે. જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી કે પોસ્ટ કરે તો પણ સોશિયલ મીડિયા કંપની સામે કોઈ કાર્યવાહી થતી નથી, કારણ કે તેને ભારત સરકાર તરફથી ઈમ્યુનિટી મળેલી છે.

આ પણ વાંચો: વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફૅસબુક સર્વર ડાઉન થતાં લોકો થયા પરેશાન

26 મે ડેડલાઈન

સૂત્રો જણાવે છે કે, 26 મે સુધી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સરકારના નવા નિયમોનો અમલ નહી કરે તો તો સરકાર તેમને મળેલી ઈમ્યુનિટીને સમાપ્ત કરી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈ યૂઝર આપત્તિજનક પોસ્ટ કે કોમેન્ટ કરે તો યૂઝરની સાથે સોશિયલ મીડિયા કંપનીની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

નવા નિયમોમાં ભારત સ્થિત કોમ્પ્લાયન્સ ઓફિસિઅલ્સની નિયુક્તિ, તેમના નામ અને ભારત સ્થિત નંબરો આપવા, ફરિયાદ નિવારણ, વાંધાજનક કન્ટેન્ટ પર દેખરેખ, કમ્પ્લીયન્સ રિપોર્ટ અને વાંધાજનક કન્ટેન્ટને દૂર કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આ નિયમો 25 ફેૂબુ્રઆરી, 2021ના રોજ ભારત સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ત્રણ મહિનામાં આ નિયમોને અનુસરવાનો આદેશ કર્યો હતો. જેને ગેઝેટમાં પ્રકાશિત કરવામાં પણ આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.