ETV Bharat / bharat

top news:આજથી કૉંગ્રેસ શરૂ કરશે 1,171 કિમી લાંબી ગૌરવ યાત્રા, BJP FOUNDATION DAY : આજથી 15 દિવસ સુધી યોજાશે કાર્યક્રમો, સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાની રણનીતિ આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Apr 6, 2022, 3:00 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમા...

top news:આજથી કૉંગ્રેસ શરૂ કરશે 1,171 કિમી લાંબી ગૌરવ યાત્રા, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
top news:આજથી કૉંગ્રેસ શરૂ કરશે 1,171 કિમી લાંબી ગૌરવ યાત્રા, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

1) Congress Gaurav Yatra 2022: આજથી કૉંગ્રેસ શરૂ કરશે 1,171 કિમી લાંબી ગૌરવ યાત્રા

ગુજરાત કૉંગ્રેસ દ્વારા ગૌરવ યાત્રા (Congress Gaurav Yatra 2022)નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ગાંધી આશ્રમથી શરૂ થઈ દિલ્હી રાજઘાટ ખાતે આ યાત્રા પૂર્ણ થશે. રાત્રી દરમિયાન ગામડાઓમાં વિભિન્ન કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ યાત્રા 10 દિવસ અને કુલ 59 દિવસ સુધી ચાલશે.Click Here

2) BJP FOUNDATION DAY : આજથી 15 દિવસ સુધી યોજાશે કાર્યક્રમો, સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાની રણનીતિ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી આજે 6 એપ્રિલે સ્થાપના દિવસની (BJP Foundation Day) ઉજવણી કરવા જઈ રહી છે. 6 એપ્રિલથી 20 એપ્રિલ સુધી સ્થાપના દિવસ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન 14 એપ્રિલે આંબેડકર જયંતિ નિમિતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) MoU of production plant with Triton : 10,800 કરોડનો ઇલેકટ્રિક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન પ્લાન્ટ જાણો ક્યાં સ્થપાશે

ભૂજ ખાતે ઇલેકટ્રિક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ સ્થપાશે. આ માટે સરકારે યુએસએની ટ્રિટોન ઇલેકટ્રિક વ્હીકલ એલ.એલ.સી સાથે (MoU of production plant with Triton) એમઓયુ કર્યાં છે. વધુ વિગત જાણવા કરો ક્લિક.Click Here

2) Gujarat Cabinet Meeting: 15 દિવસમાં બજેટના નાણા રિલીઝ કરવા સૂચના, માલધારી સમાજ સાથે CM કરશે બેઠક

ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting) યોજાઈ હતી. બેઠકમાં થયેલી ચર્ચા અંગે રાજ્યના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ વિશેષ માહિતી (Jitu Vaghani on Cabinet Meeting) આપી હતી.Click Here

3) Surat ranks first in Smart City : સુરત ફરી બન્યું દેશનું નંબર વન સ્માર્ટ સિટી

દેશની 100 સ્માર્ટ સિટીમાં સુરત ફરી એક વખત પહેલા ક્રમે આવ્યું છે. ભારત સરકારે તમામ સ્માર્ટ સિટીમાં ડાઈનેમિક રેન્કિંગના આધારે સુરતને પહેલો ક્રમ આપ્યો છે.Click Here

4) Misleading Youtube Channels: ભારતે 22 યુટ્યુબ ચેનલો પર મૂક્યો પ્રતિબંધ, 4 પાકિસ્તાની ચેનલોનો પણ સમાવેશ

ભારત સરકારે ખોટા સમાચારો(Fake news ) અને ભ્રામક યુટ્યુબ ચેનલો(misleading YouTube channels) સામે સાયબર આક્રમણ શરૂ કર્યું છે. ગયા વર્ષના ફેબ્રુઆરીમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ 2021ની નોટિસ બહાર પાડવામાં આવી ત્યારથી પ્રથમ વખત યુટ્યુબ આધારિત ભારતીય ચેનલો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

  • સિતારા

1) ફોન સ્નેચિંગ કેસમાં સલમાન ખાને બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો

સલમાન અને તેના અંગરક્ષક વિરુદ્ધ પત્રકારનો ફોન છીનવી લેવા (phone snatching case ) અને તેની સાથે ગેરવર્તન કરવા બદલ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈને મેજિસ્ટ્રેટ કોર્ટે તેને નવું સમન્સ (Summons To Salman khan) પાઠવ્યું હતું.Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.